પ્રતિક શ્રીવાસ્તવ, સીએનબીસી આવાઝ : ફાર્મા કંપનીઓ માટે બજારનું મેદાન મોકળુ કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. ફાર્મા કંપનીઓને રિટેલ માર્કેટિંગની પરવાનગી આપવામાં આવશે. હાલમાં જે કાયદો છે, તેના અંતર્ગત દવાઓ મેડિકલ સ્ટોર્સ સિવાય વેચવી પ્રતિબંધિત છે. જોકે, સીએનબીસી આવાઝને મળેલી એક્સક્લૂઝિવ માહિતી મુજબ, ઓવર ધ કાઉન્ટર (OTC) વેચાતી દવાઓની પરિભાષા હવે નક્કી કરાશે. સરકાર નવી ગાઇડલાઇન્સ તૈયાર કરશે જેના મુજબ, ડૉક્ટરા પ્રિસ્ક્રીપ્શન વગર જે દવાઓ ઉપલબ્ધ છે, તેની જાહેરાત ટૂંક સમયમાં થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં OTCની વ્યાખ્યા હજુ સુધી નક્કી કરાઈ નથી. અનેક દવાના વેપારીઓ OTCની આડમાં મનમાની કરે છે. પેાસીટોમૉલ, બ્રૂફેન, એટાસિડ, રેન્ટાડીન, પેંટાપ્રોઝૉલ, ડાઇઝીન, ક્વાર્ડીડર્મ, બ્રોઝોડેક્સ વગેરે જેવી દવાઓ OTC અંતર્ગત આવે છે.
નવો પ્લાન તૈયાર - કેન્દ્રની મોદી સરકાર OTC દવાઓના નામ, ડોઝ, પોટેંસી, લેબલિંગ, અને સંખ્યા નક્કી કરશે. - ફાર્મા સેક્ટર માટે આ પગલું રાહતના સમાચાર છે. - ફાર્મા કંપનીઓ માટે બજારનો ફાયદો વધારવાની યોજાના છે. -સનફાર્મા, એબૉટ, વૉકહાર્ડ, ડૉ. રેડ્ડી, લ્યૂપીન જેવી કંપનીઓના વેચાણ પર અસર પડશે. - આ પગલાના લીધે ઓવર ધી કાઉન્ટર OTC વેચાતી દવાઓની પરિભાષા નક્કી થશે.
આ જગ્યાએ દવાઓ મળશે - કેમિસ્ટર શોપના સ્થાને પ્રત્યેક સિંગલ સેલિંગ પોઇન્ટ પર આ દવાઓ મળશે. - સુપર માર્કેટ, એરપોર્ટે, રેલવે સ્ટેશન, પેટ્રોલ પમ્પ, અને કરિયાણાની દુકાને દવાઓ મળશે. - અનેક જાણીતી બ્રાન્ડને જાહેરાત અને રિટેલ માર્કેટિંગની પરવાનગી મળશે
ખાસ પેકેજિંગમાં મળશે દવા - વર્તમાન કાયદા અંતર્ગત આ પ્રકારે દવાઓ વેચવાની પરવાનગી નથી. - કંઈ દવા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળશે સરકાર તેની ગાઇલાઇન્સ નક્કી કરશે. - સરકાર OTC દવાઓના નામ, ડોઝ, પોટેન્સી, લેબલિંગ, પેકિંગ, અને સંખ્યા નક્કી કરશે - OTC દવાઓનું પેકિંગ વિશેષ રીતે તૈયાર કરવામાં આવશે - OTC ડૉક્ટરની સલાહ મુજબ, કેટલા દિવસ આ દવા લઈ શકાય તેની ચેતવણી આપવામાં આવશે - OTC પેકિંગમાં દવાઓ જરૂરિયાત મુજબ જ મળશે - 10થી 15 ગોળી વાળા પેકિંગની જગ્યાએ ત્રણથી આઠ ગોળીનું પેકિંગ હશે
આવું શા માટે- દેશમાં નાની-મોટી બીમારીઓ માટે ડૉક્ટર પાસે જવાના બદલે લોકો જાતે જ દવાઓ લેવાનું ચલણ વધ્યું છે. એક અંદાજ મુજબ, દેશમાં આશરે 76 ટકા લોકો ડૉક્ટર પાસે જવાના બદલે OTC દવાઓ લેવા જઈ રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર