કોરોનાની સારવાર માટે Favipiravir અને હર્બલ દવા ઉપયોગમાં લેવાશે, ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી

કોરોનાની સારવાર માટે Favipiravir અને હર્બલ દવા ઉપયોગમાં લેવાશે, ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી
ફેવિપિરાવિરનું ક્લિનિકલ ટ્રાયલ થશે.

ડ્રગ કંટ્રોલર ઑફ ઇન્ડિયા (Drug Controller of India)એ એન્ટી વાયરલ દવા ફેવિપિરાવિર (Favipiravir)ના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી દીધી છે.

 • Share this:
  નવી દિલ્હી : નોવલ કોરોના વાયરસ (Coronavirus)ની દવા શોધવા માટે દુનિયાભરના દેશો કામે લાગ્યા છે. ભારતમાં પણ અનેક કંપનીઓ સંભવિત દવા માટે ટેસ્ટિંગ કરી રહી છે. આ દરમિયાન ડ્રગ કંટ્રોલર ઑફ ઇન્ડિયા (Drug Controller of India)એ એન્ટી વાયરલ દવા ફેવિપિરાવિર (Favipiravir)ના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. CSIRની લેબમાં તેને વિકસિત કરવામાં આવી છે. ડ્રગ કંટ્રોલર ઑફ ઇન્ડિયાના જનરલ ડિરેક્ટર શેખર મંડે (Shekhar Mande)એ શુક્રવારે આ અંગેની જાણકારી આપી હતી.

  શેખર મંડેએ કહ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નોલૉજી (IICT) હૈદરાબાદે આ દવાને બનાવવા માટે ટેક્નોલૉજી વિકસિત કરી છે. ટેક્નોલૉજીને એક પ્રાઇવેટ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવી છે. જ્યારે, IICTના ડિરેક્ટર એસ. ચંદ્રશેખરે જણાવ્યું કે પ્રાઇવેટ કંપની હવે ક્લિનિકલ ટ્રાયલ માટે હૉસ્પિટલોનો સંપર્ક કરી રહી છે. આ અંતર્ગત તમામ પ્રોટૉકોલનું પાલન કરવામાં આવશે.  ડ્રગ કંટ્રોલર ઑફ ઇન્ડિયાના જનરલ ડિરેક્ટર શેખર મંડેના જણાવ્યા પ્રમાણે, ફેવિપિરાવિર દવા ચીન અને જાપાનમાં ઇન્ફ્લૂએન્ઝાના દર્દીઓને આપવામાં આવે છે. તેઓ કહે છે કે, "જ્યારે પણ એક વાયરસ કોશિકામાં પ્રવેશ કરે છે, ત્યારે તે અનેક પ્રતિકૃતિ બનાવે છે. Favipiravir આ પ્રતિકૃતિને બનતી રોકવામાં મદદ કરે છે."

  આ પણ વાંચો : રાજ્યમાં માત્ર અમરેલી જિલ્લો જ કોરોના મુક્ત, જોઇ લો જિલ્લાવાર આંકડા

  નોંધનીય છે કે CSIRએ હૉસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીઓમાં માઇકોબેક્ટેરિયલ ડબ્લ્યૂ (Mycobacterium W)નું મુલ્યાંકન કરવા અને બીમારીનો પ્રસાર ઓછા કરવા માટે કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ સાથે પહેલા જ કરાર કર્યો છે. સૂત્રોના કહેવા પ્રમાણે આઈસીએમઆર અમુક દેશી દવાઓને પણ કોરોના સામે ઉપયોગ કરશે. જેમાં ગિલોય અને અશ્વગંધા વગેરે મુખ્ય છે.

  શેખર મંડેએ વધુમાં કહે છે કે માઇકોબેક્ટેરિયલ ડબ્લ્યૂ TH1 અને TH2 કોશિકાઓને વધારવામાં મદદ કરે છે, જે બદલામાં વાયરસ સામે લડવા માટે રોગપ્રતિકારક ક્ષમતાનું નિર્માણ કરે છે. અમે આના પર ઝડપથી કામ કરી રહ્યા છીએ.

   

  આ પણ વાંચો : આંખથી શરીરમાં પ્રવેશી રહ્યો છે કોરોના, સાર્સથી 100 ગણો વધારે ચેપી : રિપોર્ટ

  આ દવાને રશિયા, ચીન અને જાપાનમાં ફ્લૂની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હાલ કોઈ પણ દેશ પાસે કોરોનાની દવા ન હોવાથી દર્દીઓની સારવાર માટે ફેંફસા, શરદી, ખાંસી વગેરેની દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
  First published:May 09, 2020, 09:03 am

  टॉप स्टोरीज