Home /News /business /હવે તમે ડ્રાઇવિંગ લાયસન્સ વિના સ્કૂટર, મોટરસાઇકલ અને કાર ચલાવી શકો છો! મોટી રાહત મળી

હવે તમે ડ્રાઇવિંગ લાયસન્સ વિના સ્કૂટર, મોટરસાઇકલ અને કાર ચલાવી શકો છો! મોટી રાહત મળી

ફાઇલ તસવીર

હવે ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવાની જરૂર નથી. તમે તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજોની સોફ્ટ કોપી DigiLocker એપમાં રાખી શકો છો અને તે દેશના કોઈપણ ખૂણે માન્ય ગણવામાં આવશે.

નવી દિલ્હીઃ અત્યાર સુધી કોઈપણ વાહન ચલાવતા પહેલાં ખિસ્સામાં ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી હતું. તેના વગર જો તમે કોઈપણ વાહન ચલાવતા જોવા મળો, પછી તે સ્કૂટર હોય, કાર હોય કે મોટરસાઈકલ હોય તો પોલીસ તમારા પર ભારે દંડ લાદી શકે છે. આવી સ્થિતિમાં જો તમને સમાચાર મળે કે, હવે તમે ડ્રાઇવિંગ લાયસન્સ વિના પણ વાહન ચલાવી શકો છો, આશ્ચર્ય ન પામશો કે કેવી રીતે શક્ય છે! આ વાત બિલકુલ સાચી છે, હવે તમે ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખ્યા વગર પણ કાર ચલાવી શકો છો.

હવે તમારે હંમેશા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવાની જરૂર નથી. આ માટે તમે DigiLocker એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહન આપવા માટે સરકારે હવે ડિજીલોકરની સુવિધા આપી છે. આમાં તમે લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશન જેવા ઘણાં મહત્વપૂર્ણ કાગળોની સોફ્ટ કોપી રાખી શકો છો અને તે દેશના દરેક ખૂણે માન્ય ગણવામાં આવશે. આ બતાવ્યા પછી તમારા પર કોઈ દંડ અથવા કાર્યવાહી થશે નહીં.

આ પણ વાંચોઃ નિબ્બીએ નિબ્બાને લખેલો પત્ર વાયરલ, જાણો શું લખ્યું હતું...

ચાલો ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવીએ…


જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવો છો, તો તમારે ફક્ત લર્નર લાયસન્સની જરૂર છે. જો કે તમે નોન-ગિયર લાયસન્સ સાથે ડ્રાઇવ કરી શકો છો. કોઈપણ અન્ય વાહન ચલાવતી વખતે તમારી પાસે ટુ વ્હીલર અથવા ફોર વ્હીલરનું લાયસન્સ હોવું આવશ્યક છે. જેમાં ગિયર અને લાઇટ મોટર વ્હીકલ સાથે મોટરસાઇકલનું લાયસન્સ સામેલ છે.


જો તમારી પાસે લાયસન્સ નહીં હોય તો શું થશે?


જો તમારી પાસે લાયસન્સ નહીં હોય તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. જો તમે લાયસન્સ લીધા વગર વાહન ચલાવતા હોવ તો પોલીસ તમારું વાહન જપ્ત કરી શકે છે, સાથે જ તમારા પર 2,000થી 10,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. બીજી તરફ, જો તમારી પાસે લાયસન્સ છે અને તમે તેને તમારી સાથે લઈ જતા નથી, તો તમે DigiLockerની મદદથી તેની સોફ્ટ કોપી તમારી પાસે રાખી શકો છો. લાયસન્સ માંગનારા કોઈપણ પોલીસકર્મીને સોફ્ટ કોપી બતાવ્યા પછી તમારા પર કોઈપણ પ્રકારનું ચલણ લાગશે નહીં.
First published:

Tags: Car Bike News, Driving licence, Motorcycle

विज्ञापन