Home /News /business /જો તમારું Driving Licence જૂનું છે તો જાણી લો આ સમાચાર, નહીં તો થશે પરેશાની

જો તમારું Driving Licence જૂનું છે તો જાણી લો આ સમાચાર, નહીં તો થશે પરેશાની

12 માર્ચ સુધી આ ડ્રાઇવિંગ લાયસન્સને ઓનલાઇન (driving licence online)અપડેટ કરવું જરૂરી છે

Driving Licence online - સારથી પોર્ટલ દ્વારા તમે ઘરે બેસી ઓનલાઇન લર્નિંગ લાયસન્સ રિન્યુઅલ ડુપ્લિકેટ અને કરેક્શનથી જોડાયેલ કામ પણ કરાવી શકો છો

નવી દિલ્હી : જો તમારી પાસે પણ 20 વર્ષ જૂનું એટલે કે 2002 પહેલા બનેલું ડ્રાઇવિંગ લાયસન્સ (Driving Licence)છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. કારણ કે 12 માર્ચ સુધી આ ડ્રાઇવિંગ લાયસન્સને ઓનલાઇન (driving licence online)અપડેટ કરવું જરૂરી છે. જો આમ ના કર્યું તો તમારા ડ્રાઇવિંગ લાયસન્સની વૈધતા ખતમ થઇ જશે.

પરિવહન મંત્રાલય (Transport Ministry)તરફથી તેને લઇને આદેશ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયના સારથી પોર્ટલના (sarathi portal)માધ્યમથી દેશભરના લાયસન્સની જાણકારી અને અરજી પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે.

સારથી પોર્ટલ દ્વારા તમે ઘરે બેસી ઓનલાઇન લર્નિંગ લાયસન્સ રિન્યુઅલ ડુપ્લિકેટ અને કરેક્શનથી જોડાયેલ કામ પણ કરાવી શકો છો. આ સિવાય મંત્રાલયે બધી આરટીઓને નિર્દેશ આપ્યો છે કે હસ્તલિખિત એટલે ડાયરી પર બનેલા જૂના ડ્રાઇવિંગ લાયસન્સના ડેટા ઓનલાઇન કરવામાં આવશે. 12 માર્ચ સુધી સારથી પોર્ટલ પર બેકલોગ એન્ટ્રીની લિંક ખુલ્લી રહેશે. આ પછી આ સુવિધા બંધ થઇ જશે.

આ પણ વાંચો - Russia-Ukraine War: નવી કારો માટે જોવી પડી શકે છે લાંબી રાહ, જાણો શું છે કારણ

ડ્રાઇવિંગ લાયસન્સ સાથે જોડાયેલી આ આખી પ્રક્રિયા સારથી પોર્ટલના માધ્યમથી થવાની છે. આ માટે ડેટાનું ઓનલાઇન થવું જરૂરી છે. વિભાગે નિર્દેશ જાહેર કર્યા છે કે જેમની પાસે ડાયરીના લાયસન્સ છે તે રજિસ્ટ્રેશન સારથી પોર્ટલ પર કરાવે નહીંતર તેમના લાયસન્સ રિન્યૂવલ થશે નહીં અને ડુપ્લિકેટ લાયસન્સ પણ બની શકશે નહીં. 2002 પહેલા બધા ડ્રાઇવિંગ લાયસન્સ ઓફલાઇન બનતા હતા. તેમનો ડેટા ઓનલાઇન હોતો ન હતો. 20 વર્ષ વાળા આ લાયસન્સનું ઝડપથી નવીનીકરણ વગેરે માટે અરજી આવી રહી છે.

આ પણ વાંચો - Amul સાથે કમાણી કરવાની તક! 2 લાખથી શરૂ કરો તમારો બિઝનેસ, દર મહિને 5 લાખની કમાણી, જાણો સમગ્ર પ્રોસેસ

હસ્તલિખિત ડ્રાઇવિંગ લાયસન્સને રાખવામાં ભારે મુશ્કેલીઓ આવે છે. પલળી જવાનું ફાટી જવાનું કે પછી ખરાબ થઈ જવાનો ડર હંમેશા સતાવતો હોય છે. પણ ચિપવાળા કાર્ડ ખરાબ થવાનો ડર રહેતો નથી. સાથે જ લાયસન્સ ચેકીંગ દરમિયાન આ પ્રકારના ડીએલને લઈને શંકામાંથી પણ છૂટકારો મળી જાય છે. ઓનલાઈન થઈ ગયા બાદ ડીએલની સમગ્ર જાણકારી સારથી વેબપોર્ટલ પર મળી રહેશે. જેને કોઈ પણ ક્યાંય પણ જોઈ શકે છે.
First published:

Tags: Driving licence, Licence

विज्ञापन