મુંબઈ: ડ્રાઈવિંગ લાઇસન્સ (driving license) ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. ડ્રાઈવિંગ લાઇસન્સ એક ID પ્રૂફ તરીકે પણ કામ કરે છે. જો આ ડ્રાઈવિંગ લાઇસન્સ ખોવાઈ (Lost driving licence) જાય તો અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. અલબત્ત ડ્રાઈવિંગ લાઇસન્સ ખોવાઈ જાય તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તેમજ માર્ગ પરિવહનના નવા નિયમો અનુસાર નવું ડ્રાઈવિંગ લાઇસન્સ લેવા જવા માટે RTO (Regional Transport Office)માં જવાની જરૂર નથી. તમે ઘરે રહીને ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવી શકો છો. જોકે, તમે ઓફલાઈન ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા માટે પણ અરજી કરી શકો છે. આ માટે તમે જે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે આરટીઓથી આ પહેલા ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવ્યું હોય ત્યાં જવાનું રહેશે અને ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવાની રહેશે.
જો તમારુ ડ્રાઈવિંગ લાઇસન્સ ખોવાઈ ગયું છે તો સૌથી પહેલા તમારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની રહેશે. જો તમારુ ડ્રાઈવિંગ લાઇસન્સ ખરાબ થઈ ગયું છે અને નવું મેળવવા ઈચ્છો છો તો તમારે RTO વિભાગમાં તમારુ ડ્રાઈવિંગ લાઇસન્સ જમા કરાવવાનું રહેશે.
ઓનલાઈન ડ્રાઈવિંગ લાઇસન્સ કેવી રીતે મેળવવું?
>> સૌથી પહેલા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઈટની મુલાકાત રહેવાની રહેશે. >> જરૂરી માહિતી ભરીને LLD ફોર્મ ભરવાનું રહેશે. >> ડોક્યુમેન્ટની પ્રિન્ટઆઉટ કાઢી લો અને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ અટેચ કરો. >> તમામ ડોક્યુમેન્ટ્સ RTO ઓફિસ અને ઓનલાઈન સબમિટ કરો. >> ઓનલાઈન પ્રોસેસ પૂર્ણ થાય તેના 30 દિવસ બાદ તમને ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાઇસન્સ મળી જશે. >> તમે ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાઇસન્સ માટે ઓફલાઈન અરજી પણ કરી શકો છો.
ઑફલાઈન ડુપ્લિકેટ DL મેળવવું
ઓફલાઈન ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા માટે તમે જે RTO ઓફિસથી પહેલા ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવ્યું હતું, ત્યાં તમારે જવાનું રહેશે.
>> RTO ઓફિસ જઈને LLD ફોર્મ ભરીને સબમિટ કરો. >> આ ફોર્મ ભરીને તમારે RTO વિભાગ દ્વારા નિર્ધારિત થયેલ ફી ચૂકવવાની રહેશે. >> આખી પ્રોસેસ પૂર્ણ થાય તેના 30 દિવસ બાદ તમને ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાઇસન્સ મળી જશે. >> ડ્રાઈવિંગ લાઇસન્સ માટે અરજી કર્યા બાદ તમને એક રિસીપ્ટ આપવામાં આવશે. જ્યાં સુધી તમને ડ્રાઈવિંગ લાઇસન્સ ન મળે ત્યાં સુધી તમારે આ રિસીપ્ટ સાચવીને રાખવાની રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર