નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના ભાવ ( petrol diesel price today ) આસમાને પહોંચી ગયા છે. જેથી લોકો સીએનજી કારનો ( CNG Car ) ઉપયોગ વધુ કરી રહ્યા છે. જેનાથી ઈંધણ પાછળ થતો ખર્ચો ( CNG Price ) ઓછો થઈ જાય છે. સીએનજી વાહન ચલાવવામાં સસ્તા હોય છે, સાથે નવી ટેકનોલોજી ( New Technology ) તેમાં વધુ સુરક્ષા આપી રહી છે. જોકે, સીએનજી કારમાં બુટસ્પેસ સાવ નહિવત હોય છે અને પ્રદર્શન પણ મામુલી ઓછું થઈ જાય છે. પરંતુ બચત અને એવરેજની વાત કરીએ તો સીએનજી કાર વધુ સારી સાબિત થાય છે. આજે આપણે સીએનજી કારને કાળઝાળ ગરમીમાં કેવી રીતે બચાવીને રાખવી? તે અંગે વિગતો મેળવીશું.
1. પેટ્રોલ-ડીઝલ કારની જેમ સીએનજી કારને પણ છાયો હોય તેવી જગ્યાએ પાર્ક કરવી જોઈએ. દેશમાં અત્યારે તાપમાન 40 ડિગ્રીની આસપાસ છે. આટલી ગરમીમાં સીએનજી કારના કેબીન ટૂંક સમયમાં જ ગરમ થઈ જાય છે. જેથી લાંબા સમય માટે પાર્કિંગ કરતી વખતે છાયો હોય તેવી જગ્યા પસંદ કરવી જોઇએ.
2. ગરમીમાં થર્મલ એક્સટેન્ડ થાય છે. જેથી શક્ય હોય ત્યાં સુધી કારમાં લગાવેલા સિલિન્ડરમાં મહત્તમ લેવલ સુધી સીએનજી ( CNG ) પર ભરવો નહીં. દા.ત. જો લગાવાયેલા સિલિન્ડરની રીફીલ ક્ષમતા 8 લિટર હોય તો કારચાલકે માત્ર 7 લીટર ગેસ જ ભરાવવો જોઈએ, સીએનજી પૂરો થઈ જાય તો પેટ્રોલ પર સ્વિચ કરવાનો વિકલ્પ હોય છે.
3. સીએનજી સિલિન્ડર પરની એક્સપાયરી ડેટ પર ચેક કરવાનું ભૂલશો નહીં. સામાન્ય રીતે એક સીએનજી સિલિન્ડરની ઉંમર 15 વર્ષ હોય છે. જે કારની ઉંમર સાથે પૂરી થઈ જાય છે.
4. સીએનજી સિલિન્ડરને દર ત્રણ વર્ષે હાઈડ્રો ટેસ્ટિંગની જરૂર પડે છે. જેનાથી સિલિન્ડરમાં લીક કે ડેન્ટ અંગે જાણ થઈ જાય છે. આ ટેસ્ટિંગમાં કારનું સિલિન્ડર કેટલો પાવર આપે છે તે પણ જાણવા મળે છે.
5. જો તમે સ્થાનિક મેકેનિક પાસે સીએનજી ફિટ કરાવ્યું હોય તેની ઓથેન્ટીસિટી અને સર્ટીફીકેશનની તપાસ કરી લો. હવે તો સીએનજી કીટ કાર કંપનીઓ દ્વારા પણ ફિટ કરી દેવાય છે. જે લાંબા સમયની વોરંટી અને વધુ સુરક્ષા આપે છે.
Published by:Hareshkumar Suthar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર