Home /News /business /ધો.10 પાસ આ વ્યક્તિએ એવું મશીન બનાવ્યું કે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો, આજે 25થી વધારે દેશો કરે છે ઉપયોગ
ધો.10 પાસ આ વ્યક્તિએ એવું મશીન બનાવ્યું કે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો, આજે 25થી વધારે દેશો કરે છે ઉપયોગ
માત્ર 10 પાસ વ્યક્તિએ બનાવ્યું અદ્ભુત મશીન
Story Of Success: અકસ્માત થયા પછી જ્યારે ધર્મવીર કંબોજે હરિયાણા પરત જવાનો નિર્ણય કર્યો, તેમણે આમળા, એલોવેરા અને અન્ય પ્રકારની ઔષધિઓમાંથી પ્રોડક્ટ બનાવવા માટે મશીનનું નિર્માણ કર્યું. તેમણે એક મશીન બનાવવા માટે ફેબ્રિકેટરની પાસે જઈને તેને ડિઝાઈન કરાવ્યું અને તેનો ઓર્ડર આપ્યો. પહેલી મશીન તેમણે 35,000 રૂપિયામાં બનાવી
નવી દિલ્હીઃ મોટાભાગના લોકો એવું માને છે કે, અભ્યાસ વિના કોઈ પણ સંશોધન ન કરી શકે, પરંતુ જો હરિયાણાના નિવાસી ધર્મવીર કાંબોજની વાત કરીએ તો તેમણે માત્ર 10માં ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે, પરંતુ આજે તેઓ મોટા વૈજ્ઞાનિક બની ગયા છે. તેમણે એવી મશીનો તૈયાર કરી દીધી છે કે, જેનાથી ખેડૂતો ટામેટામાંથી કેચઅપ, એલોવેરાની પાનમાંથી એલોવેરા જ્યૂસ, પલ્પ અને સાબૂ શેમ્પૂં વગેરે બનાવી શકે છે.
ગાયના દૂધમાંથી મિઠાઈ બનાવી
ધર્મવીર કંબોજ નાનપણથી જ તેમના રોજિંદા કામકાજમાં આવનારી સમસ્યાઓને દૂર કરવા માટે મશીન બનાવવાની કવાયતમાં લાગેલા હતા. ધર્મવીર જ્યારે સ્કૂલમાં ભણતા હતા, ત્યારે ખેતરમાં ચરી રહેલી ગાયોનું દૂધ નીકાળીને તેમાંથી મિઠાઈ બનાવીને ખાતા હતા. આ કામ તેઓ બાજરીના ખેતરની વચ્ચે બેસીને કરતા હતા. રસપ્રદ વાત તો એ છે કે, ખેતરમાંથી ધુમાડો નીકળતો જોઈને લોકોને શંકા થતી હતી અને તેઓ પકડાઈ જતા હતા.
એકવાર ધર્મવીરે વિચાર્યું કે, જો કોઈ એવો સ્ટવ બનાવવામાં આવે જેમાં આગ લગાવવા પર ધુમાડો ન નીકળે, તો તેમના આ કામ વિશે કોઈને પણ ખબર નહિ પડે. બસ ત્યારપછી ધર્મવીરે એક એવો સ્ટવ બનાયો જેમાં આગ લગાવવા પર ધુંમાડો થતો ન હતો.
દિલ્હીમાં કામની શોધમાં આવ્યા
હરિયાણાના રહેવાસી ધર્મવીર કાંબોજ 10માં ધોરણના અભ્યાસ પછી આર્થિક સ્થિતિથી કંટાળીને કામની શોધમાં હરિયાણાતી દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં ધર્મવીર કાંબોજે ઘણા દિવસો સુધી હાથ રિક્ષા ચલાવી. રાત્રેના નાઈટ સેલ્ટરમાં સૂઈ ગયા અને રૂપિયા બચાવીને પરિવારને ચલાવવાના પ્રયત્ન કર્યા. એકવાર જ્યારે તેમનો અકસ્માત થયો, તે તે ઘટનાએ તેમના દિમાગને જ બદલી દીધું અને તેમણે દિલ્હી છોડવાનો નિર્ણય કર્યો.
ધર્મવીર કંબોજે દિલ્હીમાં ચાર-પાંચ વર્ષ સુધી રિક્ષા ચલાવી, રિક્ષાને લઈને તેઓ તેમના ગ્રાહકોને હર્બલ માર્કેટ અને બજારમાં લઈ જતા હતા. ત્યાં તેમણે ધીરે-ધીરે ઔષધિઓનું કામ જોયું અને શીખ્યા. તેની સાથે જ તેઓ જૂના દિલ્હી રેલવે સ્ટેશનની પાસે આવેલી એક લાઈબ્રેરીમાં જતા હતા, અને ત્યાં અભ્યાસ કરતા હતા.
ઔષધિઓમાંથી પ્રોડક્ટ બનાવવા માટે મશીનનું નિર્માણ કર્યું
અકસ્માત થયા પછી જ્યારે ધર્મવીર કંબોજે હરિયાણા પરત જવાનો નિર્ણય કર્યો, તેમણે આમળા, એલોવેરા અને અન્ય પ્રકારની ઔષધિઓમાંથી પ્રોડક્ટ બનાવવા માટે મશીનનું નિર્માણ કર્યું. તેમણે એક મશીન બનાવવા માટે ફેબ્રિકેટરની પાસે જઈને તેને ડિઝાઈન કરાવ્યું અને તેનો ઓર્ડર આપ્યો. પહેલી મશીન તેમણે 35,000 રૂપિયામાં બનાવી. ત્યારબાદ તો જાણે કે, ધર્મવીજ કંબોજની લોટરી લાગી ગઈ. ધર્મવીર કંબોજની મશીન આજે દુનિયાના 25થી વધારે દેશોમાં ઉપયોગમાં લેવાય છે.
દામલા હરિયાણાના રહેવાસી ધર્મવીર કંબોજે દરરોજના કામકાજમાં આવનારી મુશ્કેલીને જોઈને તેમાંથી બિઝનેસ આઈડિયા નીકાળ્યો. તેમણે જોયું કે, ગુલાબના પાંદડામાંથી ગુલાબજળ બનાવવું કે આમળા મુરબ્બો અને હલવો બનાવવા જેવા કામમાં લોકોએ મુશ્કેલીઓ પડે છે. તેમણે તેના માટે એક એવી મશીન બનાવી જેના માટે તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો છે.
ગાઢ મહેનતથી ઘણા સંશોધન કર્યા
મલ્ટીપર્પઝ ફૂડ પ્રોસેસિંગ મશીન બનાવીને ધર્મવીર કંબોજે દેશ જ નહિ પણ દુનિયાના લાખો લોકોના જીવનને સરળ કરી દીધું છે. 60 વર્ષના ધર્મવીર કંબોજે તેમની ગાઢ મહેનતથી ઘણા સંશોધન કર્યા છે અને જીવનમાં ક્યારેય તેમને કોઈ કામ માટે ના કહ્યુ નથી.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર