Home /News /business /

Aadhar Card Update: મોબાઇલ નંબર રજીસ્ટર કર્યા વગર આ રીતે ડાઉનલોડ કરો આધારકાર્ડ

Aadhar Card Update: મોબાઇલ નંબર રજીસ્ટર કર્યા વગર આ રીતે ડાઉનલોડ કરો આધારકાર્ડ

દરેક કામ માટે તમારે આધારકાર્ડની જરૂર પડે છે (પ્રતિકાત્મક તસવીર)

Aadhar Card news- આધારકાર્ડ (Aadhar Card)એક એવો દસ્તાવેજ છે જે દરેક ભારતીય નાગરિક પાસે હોવું ખૂબ જરૂરી છે.

આધારકાર્ડ (Aadhar Card)એક એવો દસ્તાવેજ છે જે દરેક ભારતીય નાગરિક પાસે હોવો ખૂબ જરૂરી છે. કારણ કે તે આપણા રોજીંદા જીવનમાં અનેક કામો સાથે સંકળાયેલ છે. જેમ કે બેંક એકાઉન્ટ, (Bank account)વાહન નોંધણી કે પછી હોમ લોન (Home loan)દરેક કામ માટે તમારે આધારકાર્ડની જરૂર પડે છે. તેથી જ ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે આધારકાર્ડ હોવું ખૂબ જરૂરી છે. લાંબા સમય સુધી આધારકાર્ડ જાહેર કરનાર યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI) દ્વારા આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે (How to Downloan Aadhar Card)વ્યક્તિ પાસે આધાર સાથે લિન્ક ફોન નંબરની જરૂર પડતી હતી.

પરંતુ હવે નવા બદલાવો સાથે UIDAI આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટેનો સરળ અને સીધો રસ્તો લાવ્યું છે. તેવા ભારતીય નાગરિકો કે જેના મોબાઇલ નંબર રજીસ્ટર નથી તેઓ UIDAIની વેબસાઇટ દ્વારા આધારકાર્ડ ડાઉનલોડ કરી શકશે. બીજો મહત્વનો બદલાવ તે છે કે એવા આધારકાર્ડ ધારકો જેમની પાસે સ્માર્ટફોન કે કમ્પ્યૂટર નથી તેઓ SMS દ્વારા રજીસ્ટર મોબાઇલ નંબર વડે આધારકાર્ડ ડાઉનલોડ કરી શકશે.

મોબાઇલ નંબર વગર આ રીતે ડાઉનલોડ કરો આધારકાર્ડ

સ્ટેપ 1 – UIDAIની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.

સ્ટેપ 2 – હોમ પેજ પર ‘My Aadhaar’ ઓપ્શન સિલેક્ટ કરો. તમને ઉપરની તરફ જમણી બાજુએ ડ્રોપ-ડાઉન મેનુમાંથી તે વિકલ્પ મળી જશે.

સ્ટેપ 3 – My Aadhaar સેક્શનમાં રિડાયરેક્ટ થયા બાદ ‘Order Aadhaar Reprint’ ઓપ્શન તમને સ્ક્રીન પર દેખાશે.

સ્ટેપ 4 – ત્યાર બાદ તમારે 12 આંકડાનો આધારકાર્ડ નંબર અથવા 16 આંકડાનો વર્ચ્યુઅલ આઇડેન્ટિફીકેશન નંબર(VID) કે જે આધારકાર્ડ નંબરની જગ્યાએ વાપરી શકો છો, તે દાખલ કરવાના રહેશે.

આ પણ વાંચો - FD કરતા વધુ વ્યાજદર આપે છે આ વિકલ્પો, નિયમિત આવક થશે અને રોકાણ પણ રહેશે સુરક્ષિત

સ્ટેપ 5 – આ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ તમારે સિક્યોરિટી કોડ દાખલ કરવાનો રહેશે.

સ્ટેપ 6 – નંબર વગર જ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ‘My Mobile Number is not Registered’ વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ 7 – તમારે તમારો કોઇ અન્ય નંબર અથવા નોન-રજીસ્ટર મોબાઇલ નંબર દાખલ કરવાનો રહેશે.

સ્ટેપ 8 – ત્યાર બાદ ‘Send OTP’ પર ક્લિક કરો.

સ્ટેપ 9 – હવે ‘Terms and Condition’ ચેકબોક્સ ક્લિક કરો અને સબમિટ કરો. ઉપર્યુક્ત તમામ સ્ટેપ પૂર્ણ કર્યા બાદ તમારી સામે અન્ય પેજ ખુલશે.

સ્ટેપ 10 – રિપ્રિન્ટ માટે ફરી વેરિફીકેશન કરવા ‘Preview Aadhaar Letter’ સ્ક્રીન પર દેખાશે. ‘Make Payment’ ઓપ્શન સિલેક્ટ કરો. ત્યાર બાદ પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમારા ડિજીટલ સિગ્નેચર આપવાના રહેશે.

સ્ટેપ 11 – તમને SMS દ્વારા સર્વિસ રિક્વેસ્ટ નંબર આપવામાં આવશે. આધાર લેટર મળે ત્યાં સુધી તમે આ નંબર દ્વારા તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જોઇ શકો છો.

SMS ઓપ્શનના ફાયદાઓ

આ વિકલ્પના આધારે સરકાર સક્ષમતાના સ્તરમાં વધારો કરવાનો લક્ષ્ય રાખ્યો છે, ખાસ કરીને તેવા લોકો માટે કે જેમની પાસે સ્માર્ટફોન કે લેપટોપ નથી. તે વસ્તી વિષયક માટે પણ છે કે જેઓ રેસિડેન્ટ પોર્ટલ અથવા mAadhaar એપ સુધી પહોંચી શકતા નથી. તેના દ્વારા વ્યક્તિ વર્ચ્યુઅલ આઇડી(VID) જનરેશન અથવા ફરી મેળવવા માટે, આધાર લોકિંગ અને અનલોકિંગ તેમજ બાયોમેટ્રિક લોકિંગ અને અનલોકિંગ કરવાની સુવિધાઓ મેળવી શકે છે. UIDAI દ્વારા જાહેર હેલ્પલાઇન નંબર 1947 પર કોઇના રજીસ્ટર્ડ ફોન નંબર પરથી SMS મોકલીને પણ આ તમામ વિગતો જાણી શકાય છે.
First published:

Tags: Aadhar card, UIDAI

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन