Home /News /business /

USના શેર માર્કેટમાં મોટો કડાકો, ડાઉ જોન્સ 1,175 પોઇન્ટ તૂટ્યો

USના શેર માર્કેટમાં મોટો કડાકો, ડાઉ જોન્સ 1,175 પોઇન્ટ તૂટ્યો

વર્ષ 2008માં નાણાકિય સંકટ દરમિયાન ડાઉ જોન્સ 777 અંક તૂટ્યો હતો.

નોંધનીય છે કે વર્ષ 2008માં નાણાકિય સંકટ દરમિયાન ડાઉ જોન્સ 777 અંક તૂટ્યો હતો. ડાઉ જોન્સ તૂટવાને કારણે રોકાણકારોની ઉંઘ ઉડી ગઈ છે.

    અમેરિકાના શેર માર્કેટમાં 2008 બાદનો સૌથી મોટો કડાકો નોંધાયો છે. અમેરિકન શેર માર્કેટ ડાઉ જોન્સ 1,175 અંકના ઘટાડા સાથે બંધ થયો છે. જે 2008ની મંદી બાદ એક દિવસમાં આવેલો સૌથી મોટો કડાકો છે.

    સોમવારે ડાઉ જોન્સ 4.6 ટકાના ઘટાડા સાથે 24,345.75ના સ્તર પર બંધ થયો. જ્યારે એસ એન્ડ પી 500 સ્ટોક ઈન્ડેક્સ 3.8 ટકા અને નેસ્ડેક 3.7 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સમાં મોટો ઘટાડો થતા વ્હાઈટ હાઉસે પણ નિવેદન જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 2008ની મંદી દરમિયાન ડાઉ જોન્સ 777 અંક ઘટ્યો હતો. મંગળવારે ભારતીય માર્કેટ પર પણ તેની અસર જોવા મળશે.

    બજારની હાલતને જોઈને વ્હાઈટ હાઉસે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, 'અમે હંમેશા આ અંગે ચિંતા કરતા હોઈએ છીએ. ખાસ એવી સ્થિતિમાં જ્યારે બજારમાં કોઈની કિંમતમાં ઘટાડો થાય છે. પરંતુ અમને આપણી અર્થવ્યવસ્થાના પાયાના સિદ્ધાંતો પર પૂરો વિશ્વાસ છે.'

    નોંધનીય છે કે વર્ષ 2008માં નાણાકિય સંકટ દરમિયાન ડાઉ જોન્સ 777 અંક તૂટ્યો હતો. ડાઉ જોન્સ તૂટવાને કારણે રોકાણકારોની ઉંઘ ઉડી ગઈ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Economy, SP

    આગામી સમાચાર