POST OFFICE: રોકાણ માટે છે શ્રેષ્ઠ ઓપશન, જાણો 7 સ્કિમ જેમાં ઓછા સમયમાં પૈસા થશે ડબલ

પોસ્ટ ઓફિસ છે રોકાણ માટે શ્રેષ્ઠ ઓપશન

પોસ્ટ ઓફિસની (Post Office Scheme) યોજનાઓની સૌથી ખાસ વાત એ હોય છે કે, અહીંયા તમારા પૈસા ડૂબતા નથી. અને સાથે જ સરકારે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની-નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઇ જ ફેરફાર કર્યો નથી. એવામાં પોસ્ટ ઓફિસમાં (Post Office) રોકાણ કરવાથી તમારો નફો અનેક ગણો વધી જશે.

  • Share this:
    પોસ્ટ ઓફિસમાં રોકાણ (Money Investment) કરવું એ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. જો તમે પણ રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો અને તમે એવું ઇચ્છો છો કે, તમારા પૈસા સુરક્ષિત રહે તો પોસ્ટ ઓફિસ (Post Office) તમારી માટે બેસ્ટ વિકલ્પ છે. પોસ્ટ ઓફિસની યોજનાઓની સૌથી ખાસ વાત એ હોય છે કે, અહીંયા તમારા પૈસા ડૂબતા નથી. અને સાથે જ સરકારે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની-નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઇ જ ફેરફાર કર્યો નથી. એવામાં તમારો નફો અનેક ગણો વધી જશે. તો ચાલો નજર કરીએ, પોસ્ટ ઓફિસની તમામ બચત યોજનાઓ પર. તેમાં જ રોકાણ કરવામાં આવશે તો તમારા પૈસા ઓછાં સમયમાં ડબલ (Double Your Money)  થઇ જશે.

    આ પણ વાંચો-10 વર્ષમાં 1 લાખના થયા 41 લાખ, આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને આપ્યું 4000 ટકા રિટર્ન

    પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ- પોસ્ટ ઓફિસની 1 વર્ષથી લઇને 3 વર્ષ સુધીની ટાઇમ સ્પાનમાં ડિપોઝિટ પર 5.5 ટકાનું વ્યાજ મળતું રહે છે. જો તમે તેમાં રોકાણ કરો છો તો તમારા પૈસા ડબલ અંદાજે 13 વર્ષમાં ડબલ થઇ જશે. આ જ રીતે 5 વર્ષનાં સમયમાં ડિપોઝિટ પર તમને 6.7 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજ દરથી જો પૈસાનું રોકાણ કરવામાં આવે તો તમારા પૈસા અંદાજે 10.75 વર્ષમાં ડબલ થઇ જશે.

    પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ- પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ પર હાલમાં 6.6 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજના દરથી જો પૈસાનું રોકાણ કરવામાં આવે તો તે અંદાજે 10.91 વર્ષમાં ડબલ થઇ જશે.

    આ પણ વાંચો- SBIની ગ્રાહકોને ભેટ: હોમ લોન, કાર, પર્સનલ અને ગોલ્ડ લોન પર આપી છે ભારે છૂટ

    પોસ્ટ ઓફિસ સિનિયર સિટિજન્સ સેવિંગ્સ સ્કીમ- પોસ્ટ ઓફિસની સીનિયર સિટિજન્સ સેવિંગ્સ સ્કીમ હાલમાં 7.4 ટકાનું વ્યાજ આપી રહ્યું છે. તમારા પૈસા આ સ્કીમમાં અંદાજે 9. 73 વર્ષમાં ડબલ થશે.

    પોસ્ટ ઓફિસ PPF સ્કિમ- પોસ્ટ ઓફિસના 15 વર્ષના પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર હાલમાં 7.1% વ્યાજ મળી રહ્યું છે. એટલે કે, આ રેટ પર તમારા પૈસા ડબલ થવામાં અંદાજે 10.14 વર્ષ લાગશે.

    આ પણ વાંચો- Post Office- હવે ખાતામાંથી રકમ ઉપાડવાનું કામ બન્યું વધુ સરળ, જાણો શું પ્રોસેસ કરવી પડશે

    પોસ્ટ ઓફિસ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ-પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમમાં હાલમાં સૌથી વધુ 7.6% નું વ્યાજ મળી રહ્યું છે. છોકરીઓ માટે ચલાવવામાં આવી રહેલી આ સ્કીમમાં પૈસા ડબલ કરવામાં અંદાજે 9.47 વર્ષનો સમય લાગશે.

    પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ- પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ પર તમને હાલમાં 5.8 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. એવામાં આ વ્યાજના દરથી જો રોકાણ કરવામાં આવે તો તે અંદાજે 12.41 વર્ષમાં ડબલ થશે.

    આ પણ વાંચો-તમે સ્ટાર્ટ કરવા માંગો છો પોતાનો બિઝનેસ તો સરકાર આપી રહી રૂ. 25 લાખ, 31 પહેલા અહીં રજિસ્ટ્રેશન કરો

    પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક એકાઉન્ટ- પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં જો તમે રોકાણ કરો છો તો તમારે તૈ પૈસા ડબલ થાય ત્યાં સુધી ઘણી રાહ જોવી પડી શકે છે. કારણ કે, તેમાં 4.0 ટકા જ વાર્ષિક વ્યાજ મળે છે, એટલે કે, તમારા પૈસા 18 વર્ષમાં ડબલ થશે.
    Published by:Margi Pandya
    First published: