Home /News /business /કોઈ મોટા ખતરાનો સંકેત આપી રહ્યું છે બજાર પર સતત વધતું દબાણ!

કોઈ મોટા ખતરાનો સંકેત આપી રહ્યું છે બજાર પર સતત વધતું દબાણ!

વૈશ્વિક બજારમાં સતત વધતું દબાણ કોઈ ભયાનક ઘટના તરફ સંકેત કરી રહ્યું છે.

LIBOR અને OIS વચ્ચેનો ફર્ક વધીને 40 બેઝિસ પોઈન્ટ્સ સુધી પહોંચી ગયો છે. ગ્લોબલ કરન્સીઝની સરખામણીમાં ડોલરમાં આવેલી તેજી પછી આ તફાવત આ સ્તરે પહોંચી ગયો છે. 2008માં ગ્લોબલ ફાઈનાન્સિયલ ક્રાઈસિસ સમયે આ 170 બેઝિસ પોઇન્ટના સ્તરે પહોંચી ગયો હતો.

વધુ જુઓ ...
  મુંબઈઃ દુનિયાભરમાં ચારે તરફ મંદી ધીમે ધીમે આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાથી બજારોમાં સતત દબાણ જોવા મળી રહ્યું છે. લંડન ઇન્ટર બેંક ઓવરનાઈટ રેટ (LIBOR) અને યુએસ ઓવરનાઈટ ઈન્ડેક્સ સ્વેપ્સ (OIS) વચ્ચેનો ફર્ક ભયાનક સ્તર તરફ વધી રહ્યો છે. LIBOR અને OIS વચ્ચેનો આ તફાવત વૈશ્વિક નાણાકીય સ્થિતિનો સંદર્ભ આપે છે. આ પ્રકારનું દબાણ માર્ચ 2022માં જોવા મળ્યું હતું, જ્યારે પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા. ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના હુમલા બાદ આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તેવામાં આ સ્થિતિ આવનારા કોઈ મહામંદી જેવા સંકટના સંકેત આપી રહી છે.

  આ પણ વાંચોઃ વડોદરા રાજપરિવારની આ કંપનીએ શેરબજારમાં ધમાલ મચાવી, 4 મહિનામાં રુ.1 લાખને 45 લાખ કરી આપ્યા

  આવો પહેલા સમજીએ કે LIBOR અને OIS નો અર્થ શું છે. LIBOR એક બેન્ચમાર્ક છે. જેનો ઉપયોગ લોનનો વ્યાજ દર નક્કી કરવા માટે વિશ્વભરની નાણાકીય સંસ્થાઓ (જેમ કે બેંકો) દ્વારા કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડથી લઈને મોટી કંપનીઓને આપવામાં આવતી લોન સુધી તમામનો વ્યાજ દર આ LIBORના આધારે નક્કી કરવામાં આવે છે.

  આ પણ વાંચોઃ Expert Views: ટૂંકાગાળામાં કમાણી માટે નિષ્ણાતે કહ્યું આ બે શેરમાં દાવ રમો, ચાન્સ વધી જશે

  બીજી તરફ OIS એટલે કે ઓવરનાઈટ ઈન્ડેક્સ સ્વેપ્સ એક એવું સાધન છે જેનો ઉપયોગ વ્યાજ દરો સાથે સંકળાયેલા જોખમને હેજિંગ માટે નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. OIS સામાન્ય રીતે અર્થતંત્રના નીતિ દર સાથે જોડાયેલું છે. યુ.એસ.માં પોલિસી રેટનો અર્થ યુએસ ફેડરલ ફંડ રેટનો સંદર્ભ આપે છે. LIBOR અને OIS વચ્ચેનો તફાવત વધીને 40 બેસિસ પોઈન્ટ્સ થઈ ગયો છે. 28 સપ્ટેમ્બરે વૈશ્વિક કરન્સી સામે ડૉલર વધ્યા બાદ આ તફાવત આ સ્તરે પહોંચ્યો હતો. બોન્ડ માર્કેટમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડના હસ્તક્ષેપથી OISને પણ ટેકો મળ્યો છે. સરકારી બોન્ડ યીલ્ડ 2008 ના નાણાકીય કટોકટીના સ્તરે પહોંચ્યા પછી બેંક ઓફ ઈંગ્લેન્ડને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી.

  આ પણ વાંચોઃ દશેરા, દિવાળી સમયે શરું કરો સુપરહિટ બિઝનેસ, જલ્દી બનાવી શકે લખપતિ

  LIBOR અને OIS વચ્ચેનું વધતું અંતર સૂચવે છે કે બેંકો એકબીજા કરતાં ઊંચા વ્યાજ દરોની માંગ કરી રહી છે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ડિફોલ્ટ ટાળવા માટે તેઓ આવું કરી રહ્યા છે. અન્ય કારણ એ છે કે બજારમાં ભંડોળની માંગ પુરવઠા કરતાં વધુ હોઈ શકે છે. આ એ પણ દર્શાવે છે કે બેંકોને આંતર-બેંક બજારમાં ક્રેડિટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. વૈશ્વિક નાણાકીય બજારમાં કટોકટી આવવાની છે કે કેમ તે જાણવા માટે નાણાકીય વ્યાવસાયિકો ઘણીવાર LIBOR અને OIS વચ્ચેના તફાવતને જુએ છે.

  જોકે અત્યારે આ ફર્ક 80 બેઝિસ પોઈન્ટથી ઘણો દૂર છે. જે માર્ચ 2020માં કોરોના ક્રાઈસિસ સમયે જોવા મળ્યો હતો. 2008માં વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન તે 170 બેસિસ પોઈન્ટના સ્તરે પહોંચી ગયો હતો. તેથી જ બંને વચ્ચે નજર રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.વોલ સ્ટ્રીટમાં આ તફાવતને LIBOR-OIS સ્પ્રેડ કહેવામાં આવે છે. આ અંતર એવા સમયે વધી રહ્યું છે જ્યારે ફેડરલ રિઝર્વની બેલેન્સ શીટ હજુ પણ વિશ્વમાં સૌથી મોટી છે. તે 8 લાખ કરોડ (ટ્રિલિયન) ડોલરથી વધુ છે. ફેડરલ રિઝર્વને પોતાના રેપો વિન્ડો દ્વારા બેંકો પાસેથી $2 ટ્રિલિયનની રોકડ મળી રહી છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Expert opinion, Share market, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन