Home /News /business /સોના-ચાંદીના કોમ્બો મ્યુચ્યુઅલ ફંડ તમારે રોકાણ કરવું જોઈએ? કેટલું ફાયદાકારક છે?

સોના-ચાંદીના કોમ્બો મ્યુચ્યુઅલ ફંડ તમારે રોકાણ કરવું જોઈએ? કેટલું ફાયદાકારક છે?

ચાંદીની વોલેટાલિટી અને સોનાની સ્ટેબેલિટી બંનેનો લાભ એક જ ઈટીએફમાં મળશે.

જો તમે એક જ ETFમાં રોકાણ કરીને તમારા રોકાણને મેનેજ કરવાનું વધું સહેલું બનાવવા માંગતા હોવ તો બે મોંઘી ધાતુઓ સોનું અને ચાંદીમાં 50 50 ટકાના એલોકેશન સાથેનો કોમ્બો ઈટીએફ એક સારો ઓપ્શન છે. જોકે ગોલ્ડ ઈટીએફ વધુ વળતર આપતો ઓપ્શન છે.

જ્યારે નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની વાત આવે છે, ત્યારે ભારતીય એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) મોખરે છે. તાજેતરમાં એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડે (Edelweiss Mutual Fund) એક નવી યોજના શરૂ કરી છે. જેમાં એક જ પ્રોડક્ટમાં સોનું અને ચાંદી સાથે (gold and silver in a single product.) મળી રહે છે. જ્યારે ભારતમાં વ્યક્તિગત સોના અને ચાંદીના ઇટીએફ (ETF) ઉપલબ્ધ છે. ત્યારે આ નવી ઓફર - એડલવેસ ગોલ્ડ એન્ડ સિલ્વર ઇટીએફ ફંડ ઓફ ફંડ ઓફ ફંડ - ભારતમાં આ પ્રકારની પ્રથમ પ્રોડક્ટ (First Product in India) છે. જેમાં સમાન પ્રમાણમાં સોના અને ચાંદીના ઇટીએફ છે. તો આ પ્રોડક્ટ તમારા માટે કેટલી ફાયદાકારક છે અને તમારે તેમાં રોકાણ કરવું જોઇએ કે કેમ? આ સવાલોના જવાબ અહીં મેળવીશું.

India Post સાથે માત્ર રુ. 5000માં ફ્રેન્ચાઈઝી બિઝનેસ કરીને કમાઈ શકો છો તગડી રકમ

સોના-ચાંદીના ભાવોમાં અસમાનતા

સોનું ચાંદી કરતાં ચડિયાતું છે અને ઐતિહાસિક રીતે ફુગાવા સામે સારો બચાવ સાબિત થયું છે તે વાતમાં કોઇ શંકાને સ્થાન નથી. તે ઇક્વિટી બજારો સાથે પણ ઓછો કોરીલેશન ધરાવે છે. સોનાના ભાવ પુરવઠા-માંગના સમીકરણ અને તેના પર અસર કરતા ભૌગોલિક રાજકીય પરિબળો પર વધુ આધાર રાખે છે, તેથી જ તેમાં અચાનક ઉછાળો અને ઘટાડો આવે છે. રોકડ પ્રવાહ અને આંતરિક મૂલ્યના આધારે અન્ય સંપત્તિઓની જેમ સોનાનું મૂલ્ય આંકવું મુશ્કેલ છે.

દર મહિને રુ.50000નું પેન્શન જોઈતું હોય તો આ રીતે રોકાણ કરો

સોનાથી વિપરીત, ચાંદી એ માત્ર એક કિંમતી ધાતુ નથી. તે ઔદ્યોગિક ઉપયોગ માટેની બેઝ મેટલ પણ છે. ચાંદીના ભાવ સોના કરતા વધુ અસ્થિર હોય છે. આર્થિક અને ભૂરાજકીય અનિશ્ચિતતાઓના સમયમાં ચાંદી પણ બચાવ તરીકે કામ કરે છે. પરંતુ બીજી બાજુ તે ઔદ્યોગિક માંગ સાથે બેઝ મેટલ જેવું છે. જેનો અર્થ એ છે કે ચાંદીમાં રોકાણ વૈશ્વિક આર્થિક વિકાસ સાથે જોડાયેલું છે. સોના અને ચાંદીના ભાવો સહસંબંધ ધરાવે છે, પરંતુ તેમની ગતિશીલતા અલગ છે. સોનું બુલિયન સ્પેસની શરૂઆતની દિશાને ટ્રિગર કરે છે અને ત્યારબાદ ચાંદી આવે છે. ચાંદી ટૂંકા ગાળામાં સોના કરતાં 2-3 ગણી વધુ અસ્થિર હોઈ શકે છે.

વાઇઝેગના બી.ટેક પાણીપુરીવાળાએ લખી નવી સક્સેસ સ્ટોરી, દરરોજ કરે છે હજારોની કમાણી

કિંમતી ધાતુ તમારા પોર્ટફોલિયોમાં હોવી જોઇએ?

જ્યાં સુધી તમારો પોર્ટફોલિયો નાનો ન હોય અથવા તમે ઇક્વિટી અને ડેટ સિવાય અન્ય કોઈ પણ વસ્તુમાં રોકાણ કરવા માંગતા ન હોય, ત્યાં સુધી સોના જેવી કિંમતી ધાતુઓ લાંબાગાળાના પોર્ટફોલિયોનો ભાગ બની શકે છે. પરંતુ તેને મુખ્ય ઘટકો નહીં પરંતુ હંમેશા પોર્ટફોલિયો ડાયવર્સિફાયર્સ તરીકે ગણવામાં આવે છે. તેથી કિંમતી ધાતુઓને 5-15 ટકા ફાળવણી કરવાનું વિચારી શકાય છે.

PPF ખાતું ખોલીને બની શકો છો કરોડપતિ, આ રીતે કરો રોકાણ અને બચત

સોનું કે ચાંદી શું છે બેસ્ટ?

બંનેની કિંમતો સમાન દિશામાં આગળ વધે છે, પરંતુ આર્થિક મંદી દરમિયાન સોનું વધુ સારી રીતે ઇન્સ્યુલેટેડ હોય છે અને ચાંદી (ઉદ્યોગોમાં તેના ઉપયોગને કારણે) નથી. સોના અને ચાંદી વચ્ચે સોનાને વધુ ભારણ આપવું જોઇએ. ઘણા લોકોના પોર્ટફોલિયોમાં સિલ્વરની માંગ કે જરૂરિયાત રહેતી નથી. તેથી એક સલાહ તે પણ છે કે સોના ચાંદીની આ મિશ્ર પ્રોડક્ટમાં રોકાણ કરવા માટે ખોટી ઉતાવળ કરશો નહીં.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Gold and silver, Gold ETF, Investment tips, Mutual fund

विज्ञापन
विज्ञापन