Home /News /business /Income Tax Notice : ભૂલથી પણ ન કરતા આ ભૂલ નહીં તો ઘરે આવશે ઇન્કમ ટેક્સની નોટિસ

Income Tax Notice : ભૂલથી પણ ન કરતા આ ભૂલ નહીં તો ઘરે આવશે ઇન્કમ ટેક્સની નોટિસ

ઇન્મક ટેક્સ રિટર્ન

જો તમે ક્રેડિટ કાર્ડ (Credit Card) નું બિલ પણ રોકડમાં જમા કરાવો છો, તો તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. જો તમે એક સમયે ક્રેડિટ કાર્ડ બિલ તરીકે 1 લાખ રૂપિયાથી વધુ રોકડમાં જમા કરો છો, તો તમને આવકવેરા વિભાગની નોટિસ આવી શકે છે.

Cash Transaction Notice: આજનો યુગ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો યુગ છે, કારણ કે ડિજિટલ ટ્રાન્જેક્શન ખૂબ જ સરળ અને ઝડપી છે. સરકારે મોટાભાગના પેમેન્ટ માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ ફરજિયાત બનાવ્યું છે, જેથી નાણાકીય વ્યવહારો પર નજર રાખી શકાય. તેમ છતાં રોકડમાં ચૂકવણી કરનારાઓની કોઈ કમી નથી, પરંતુ આ લોકોને કદાચ ખબર નહીં હોય કે આવકવેરા વિભાગની નજર હજુ પણ તેમના પર છે. લિમિટથી વધુ રોકડ વ્યવહાર પર આવકવેરા વિભાગની નોટિસ આવી શકે છે.

તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ બેંક, મ્યુચ્યુઅલ ફંડ, બ્રોકરેજ હાઉસ અને પ્રોપર્ટી રજિસ્ટ્રાર સાથે મોટી રોકડ લેવડદેવડ કરે છે, તો તેણે આવકવેરા વિભાગને જાણ કરવી પડશે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જે ડિજિટલ કરતાં વધુ રોકડ વ્યવહારો કરે છે, તો તમે તમારી જાતને મુશ્કેલીમાં મુકી કહ્યાં છો. અમે તમને એવા જ કેટલાક રોકડ વ્યવહારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને આવકવેરા વિભાગની નોટિસ આપી શકે છે.

પ્રોપર્ટીની ખરીદી


જો તમે રૂ. 30 લાખ કે તેથી વધુ કિંમતની પ્રોપર્ટી રોકડમાં ખરીદો છો અથવા વેચો છો, તો રજિસ્ટ્રાર ઑફ પ્રોપર્ટી વતી આવકવેરા વિભાગને માહિતી મોકલવામાં આવશે. આવી સ્થિતિમાં, આવકવેરા વિભાગ તમારી પાસેથી આ રોકડ ડીલ વિશે પૂછપરછ કરી શકે છે, પૈસાના સ્ત્રોત વિશે પણ સ્પષ્ટતા માંગી શકે છે.

આ પણ વાંચો -ચોમાસું સારું રહેશે તો પૈસાનો વરસાદ થશે, જો આ શેર પોર્ટફોલિયોમાં હશે તો થશે સારી કમાણી

Credit Card બિલનુ પેમેન્ટ


જો તમે ક્રેડિટ કાર્ડ (Credit Card) નું બિલ પણ રોકડમાં જમા કરાવો છો, તો તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. જો તમે એક સમયે ક્રેડિટ કાર્ડ બિલ તરીકે 1 લાખ રૂપિયાથી વધુ રોકડમાં જમા કરો છો, તો તમને આવકવેરા વિભાગની નોટિસ આવી શકે છે. જો તમે નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુનું ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં ચૂકવો તો પણ તમને નાણાંના સ્ત્રોત વિશે પૂછવામાં આવી શકે છે.

શેર, MFની ખરીદી


જો તમે શેર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ડિબેન્ચર્સ અને બોન્ડ્સમાં મોટી માત્રામાં રોકડનો વ્યવહાર કરો છો, તો સાવચેત રહો કારણ કે એક નાણાકીય વર્ષમાં આમાં રૂ. 10 લાખથી વધુનું રોકાણ કરવાથી તમને આવકવેરા વિભાગ તરફથી કોલ આવી શકે છે.

FD માં કેશ ડિપોઝ્ટ કરવું


જો તમે એક વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ ફિક્સ ડિપોઝિટમાં જમા કરો છો, પછી ભલે તે એક જ વારમાં જમા કરવામાં આવે કે એકથી વધુ વખત. આવકવેરા વિભાગ તમને આ ભંડોળના સ્ત્રોત વિશે પૂછી શકે છે. તેથી, વધુ સારું રહેશે કે તમે ડિજિટલ રીતે FDમાં પૈસા જમા કરો, જેથી આવકવેરા વિભાગ પાસે તમારા વ્યવહારોનો રેકોર્ડ રહેશે અને તમને કોઈ સમસ્યા ન થાય.

આ પણ વાંચો -ક્રિપ્ટો માર્કેટ સતત બીજા દિવસે સકારાત્મક, ભારતમાં આ પ્રખ્યાત કરન્સીમાં પણ તેજી

બેન્ક અકાઉન્ટમાં પૈસા જમા કરાવવા


જેમ તમે ફિક્સ ડિપોઝિટમાં એક વર્ષમાં 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવો છો તો આવકવેરા વિભાગ તમને પ્રશ્નો પૂછી શકે છે, તેવી જ રીતે જો તમે કોઈપણ બેંક અથવા સહકારી બેંકમાં એક વર્ષમાં 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવો છો. જો તમે જમા કરાવો છો તો તમે આવકવેરા વિભાગના રડાર પર આવી જશો.
First published:

Tags: Income tax department, Income Tax Return

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો