Home /News /business /બેંકમાં એકાઉન્ટ ન હોય તો પણ મળશે લોકરની સુવિધા, RBIએ નિયમોમાં કર્યો બદલાવ

બેંકમાં એકાઉન્ટ ન હોય તો પણ મળશે લોકરની સુવિધા, RBIએ નિયમોમાં કર્યો બદલાવ

RBI એ બેંકમાં લોકર સુવિધા માટે નવા નિયમોની જાહેરાત કરી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બેંક લોકર નિયમ (Bank Locker Rules)માં બદલાવ કર્યો છે. જે અંતર્ગત બેન્ક ગ્રાહક પાસે લોકરના ત્રણ વર્ષનું ભાડુ જેટલી રકમની ટર્મ ડિપોઝિટ લેવાની પરવાનગી આપવામાં આવી છે.

  નવી દિલ્લી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હાલમાંજ બેંક તરફથી આપવામાં આવતા સેફ્ટી ડિપોઝિટ લોકર અને સેફ્ટી કસ્ટડી આર્ટિકલ સુવિધાને લઈને નવા નિયમ (Bank Locker rules) જાહેર કર્યા છે. જેના માટે આરબીઆઈ અને બેંકિંગ તથા ટેક્નોલોજીમાં બદલાવ, ગ્રાહકની ફરિયાદો અને બેંકની સાથે ઈન્ડિયન બેક એસોશિએશન (IBA)ને ધ્યાને રાખીને, આ પ્રકરે તમારે કોઈ પણ બેંક સાથે કોઈપણ પ્રકારની લેણ દેણ નથી છતા પણ તમને તમામ પ્રકારના નિયમોને ધ્યાનમાં રાખીને લોકર (Bank Locker)ની સુવિધા આપવામાં આવી શકે છે. સરળ શબ્દોમાં સમજીએ તો ખાસ કરીને બેંક લોકરની સુવિધા લેવા માટે તમારે જે તે બેંકમાં એકાઉન્ટ (Bank Account) હોવું જરૂરી છે. આરબીઆઈના નિયમો મુજબ 2022થી આ નિયમ લાગુ કરી દેવામાં આવશે.

  લોકર આપતા સમયે બેંક લેશે ટર્મ ટિપોઝિટ

  ઘણી વખત બેંકો સામે એવી પરિસ્થિતિ આવી શકે છે કે, ગ્રાહક લોકરનો ઉપયોગ કરતો નથી અથવા તો ભાડું ચૂકવતો નથી. આવી સ્થિતિમાં, લોકર ભાડાની ચુકવણીની ખાતરી કરવા માટે બેન્કો હવે લોકર ફાળવણી સમયે ટર્મ ડિપોઝિટ લઈ શકશે. આ ત્રણ વર્ષના ભાડા અને ચાર્જ જેટલી રકમ હશે. આ સિવાય કોઈ અણધાર્યા સંજોગોમાં બેંક લોકર પણ ખોલી શકશે.

  જો કે, હાલના લોકર ધારકો અને બેંકોના ઓપરેટિવ ખાતા ધારકોએ મુદત રકમ ભરવાની રહેશે નહીં. તે જ સમયે, હવે બેન્કે શાખા મર્જર, બંધ અથવા સ્થાનાંતરણના કિસ્સામાં બે ન્યૂઝ પેપરમાં નોટિસ આપવી પડશે. ઉપરાંત, ગ્રાહકોએ લોકર બદલવા અથવા બંધ કરવાના વિકલ્પ સાથે ઓછામાં ઓછા બે મહિના પહેલા જાણકારી આપવી પડશે.

  કોઈપણ કટોકટી અથવા કુદરતી આફતને કારણે તૈયારી વિનાના સ્થળાંતરના કિસ્સામાં, બેંક ગ્રાહકોને વહેલી તકે જાણ કરશે. ભૂકંપ, પૂર, વીજળી, વાવાઝોડા અથવા ગ્રાહકની ખામી અથવા બેદરકારીને કારણે થતા નુકસાન માટે બેંક જવાબદાર રહેશે નહીં. જો કે, બેંકોએ પરિસરને આવી પરિસ્થિતિઓથી બચાવવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવી પડશે.

  બેંકો દાવો કરી શકતી નથી કે, તેઓ લોકરનાં સમાન નુકશાન માટે ગ્રાહકોની કોઈ જવાબદાર નથી. બેંકના કર્મચારી તરફથી છેતરપિંડીના કારણે નુકસાન થવાના કિસ્સામાં, બેંકની જવાબદારી લોકરના વર્તમાન ભાડાના 100 ગણા જેટલી હશે. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે, દાવાની પતાવટ માટે બેંક પાસે બોર્ડ દ્વારા મંજૂર નીતિ હોવી જોઈએ. બેંકોને પણ નોમિનેશન માટે પોલિસી બનાવવા અને નોમિનીને લોકર વસ્તુઓ આપવા માટે કહેવામાં આવ્યું છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Bank account, Bank FD, Banking services

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन