અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ટ્વીટ કરી ભારતને ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પે ટ્વીટ કર્યું, ભારત ઘણા લાંબા સમયથી અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેક્સ વસૂલે છે. હવે તે સહન નહીં કરવામાં આવે. આ પહેલા ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકન પ્રોડક્ટ્સ પર લગાવવામાં આવતા ટેક્સને પાછા ખેંચવાની વાત કરી હતી.
અન્ય દેશોમાં ભારત કરતા વધારે લાગે છે ટેરિફ ભારત વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનમાં નક્કી આયાત ટેક્સથી પણ ઓછો વસૂલ કરી રહ્યું છે. WTOમાં નક્કી દર 40 ટકાથી વધારે છે, પરંતુ, ઈન્ડસ્ટ્રીયલ ગુડ્સ પર એવરેજ આયાત ટેક્સ 10.2 ટકા જ લગાવવામાં આવેલો છે. જ્યારે વ્યાપાર ભારિત (વેટેડ) ટેક્સ 5.6 ટકા છે. ભારત કેટલીક વસ્તુની આયાત પર વધારે ટેક્સ (જેમ કે દારૂ પર 150 ટકા અને ઓટો મોબાઈલ્સ પર 75 ટકા) વસૂલ કરે છે, પરંતુ કેટલાક અન્ય દેશ આનાથી પણ વધારે ટેરિફ લગાવે છે. જેમ કે, જાપાન 736 ટકા, સાઉથ કોરિયા 807 ટકા અને અમેરિકા 300 ટકા ટેક્સ લગાવે છે. જે ભારતના 150 ટકાથી ખુબ વધારે છે.
ભારતના એવરેજ આયાત ટેક્સની તુલના જો અન્ય વિકાસશીલ દેશોની સાથે કરીએ તો, તે લગભગ બરાબર જ છે. ભારત એવરેજ 13.8 ટકા ટેક્સ વસૂલ કરે છે. તો અર્જેન્ટીના અને સાઉથ કોરિયા 13.7 અને બ્રાઝિલ 13.4 ટકા એવરેજ આયાત ટેક્સ લગાવી રહ્યું છે.
અમેરિકા પણ ભારત પાસે કેટલાક સામાન પર વધારે ટેક્સ વસૂલે છે ભારત જો કેટલાક સામાન પર વધારે ટેક્સ વસૂલે છે તો, અમેરિકા પણ કેટલાક ભારતીય ઉત્પાદો પર આયાત પર વધારે ટેક્સ લગાવે છે. ભારત દારૂ પર 150 ટકા, મોટરસાઈકલ પર 50 ટકા અને નેટવર્ક રાઉટર્સ, સેલફોન પાર્ટ્સ પર 20 ટકા આયાત ટેક્સ લે છે તો, અમેરિકા ભારતીય તંબાકૂ ઉત્પાદો પર 350 ટકા ટેક્સ લે છે. આ સિવાય મૂંગફળી પર 164 ટકા અને ફૂટવેયર પર 48 ટકા ટેક્સ વસૂલે છે.
અમેરિકાનું ભારતમાં નિકાસ ઝડપથી વધી રહ્યું છે. આ અમેરિકામાં ભારતીય નિકાસના મુકાબલે વધારે ગતિથી વધ્યું છે. ગત 2 વર્ષ (2017-18 અને 2018-19)માં અમેરિકાનું ભારતમાં નિકાસ 33.5 ટકા વધ્યું છે, જ્યારે ભારતીય નિકાસમાં 9.4 ટકાનો જ વધારો થયો છે.
અમેરિકા ભારતનો જીએસપી દરજ્જો પણ ખતમ કરી ચુક્યું છે હાલના ટેરિફ વોરની શરૂઆત અમેરિકાએ જ શરૂ કરી છે. તેણે ભારતીય એલ્યુમિનિયમ અને સ્ટીલ પર આયાત ટેક્સ વધાર્યા બાદ જીએસપીનો દરજ્જો ખતમ કરી દીધો. ત્યારબાદ ભારત 28 અમેરિકન ઉત્પાદો પર ટેક્સ વધારવા મજબૂર થયું.
આ છે ટ્રમ્પનું ભારતથી ચીઢાવાનું અસલી કારણ વાત એ છે કે, ટ્રમ્પની નાખુશી ટેરિફ કરતા વધારે એ વાતને લઈ છે કે, ભારત અમેરિકા પાસેથી જેટલો સામાન ખરીદે છે, તેનાથી વધારે તેને વેચે છે. 2018માં બંને દેશ વચ્ચે 142.1 અબજ ડોલરનો વેપાર થયો, જેમાં ભારત સરપ્લસ 24.2 અબજ ડોલર રહ્યું. આ સિવાય, ફેબ્રુઆરીમાં વિદેશી રોકાણકારો માટે નવા ઈ-કોમર્સ નિયમો અને ભારતમાં ડેટા સ્ટોર કરવાની અનિવાર્યતાને લઈ ટ્રમ્પની બેચેની વધી છે. કેમ કે, આ નિયમોથી ભારતમાં નફો કરી રહેલી અમેરિકન કંપનીઓનો પડકાર વધી ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર