ભારતને સપોર્ટ કરનારા ટ્રમ્પના બદલાયા સૂર, સાધ્યું નિશાન

ફાઇલ તસવીર

પુલવામા હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને સપોર્ટ કર્યો હતો, જે બાદ હવે ટ્રમ્પના સૂર બદલાયેલા લાગે છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: પુલવામા હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને સપોર્ટ કર્યો હતો, જે બાદ હવે ટ્રમ્પના સૂર બદલાયેલા લાગે છે. ટ્રમ્પે આરોપ મૂક્યો કે ભારત વધારે પડ્તું ટેક્સ વસૂલનારો દેશ છે. તેમણે કહ્યું કે, તે પરસ્પર સરખું અથવા ઓછામાં ઓછું ટેક્સ ઇચ્છે છે.

  ટ્રમ્પે શનિવારે કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ (CPAC)ને સંબોધતાં કહ્યું કે, ભારત વધારે પડ્તું ટેક્સ લગાડનારો દેશ છે. તે આપણી પર વધારે ટેક્સ લગાડે છે. ટ્રેમ્પે આ દરમિયાન ભારત જેવા દેશો સાથે ઘરેલૂ, વૈશ્વિક અને દ્વિપક્ષીય સંબંધો સહિત અનેક મુદ્દે વાત કરી.

  અમેરિકી રાષ્ટ્રપતિએ દેશની મોટરસાયકલ કંપની હાર્લે-ડેવિડસનનું ઉદાહરણ આપતાં કહ્યું કે, જ્યારે આપણે ભારતને મોટરસાયકલ મોકલીએ છીએ ત્યારે તે 100 ટકા ટેક્સ વસૂલે છે, પરંતુ જ્યારે ભારત આપણને મોટરસાયકલની નિકાસ કરે છે તો આપણે ટેક્સ લેતાં નથી. ટ્રમ્પે કહ્યું કે, આથી હું પરસ્પર સરખું અથવા ઓછામાં ઓછું ટેક્સ ઇચ્છું છું.

  આ વર્ષની શરૂઆતમાં વાઇટ હાઉસમાં આયોજીત એક કાર્યક્રમમાં ઇમ્પોર્ટ ડ્યુટીના સમર્થનમાં ટ્રમ્પે કહ્યું હતું કે, તે ભારતે હાર્લે-ડેવિડસન મોટરસાયકલ પર ટેક્સ 100 ટકાથી ઘટાડીને 50 ટકા કરવા પર સંતુષ્ટ છે. જોકે, આ પર્યાપ્ત નથી, પરંતુ તો પણ ઠીક છે.

  ટ્રમ્પે શનિવારે કહ્યું કે, તે ભારતને માત્ર ઉદાહરણ તરીકે રજૂ કરી રહ્યાં છે. જેથી બતાવી શકાય કે અન્ય દેશ કેવી રીતે અમેરિકી પ્રોડક્ટ પર ટેક્સ લગાવી રહ્યાં છે. હવે સમય આવી ગયો છે કે અમેરિકા પણ પરસ્પર સરખું જવાબી ટેક્સ લગાવે.

  આ પણ વાંચો: PNBએ શરૂ કરી ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ, જાણો 111/222/333 દિવસનો પ્લાન

  અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, ભારત 100 ટકા ટેક્સ વસૂલે છે. જોકે, હું તમારી પર 100 ટકા ટેક્સ નહીં, પરંતુ 25 ટકા ટેક્સ લગાવવા જઇ રહ્યો છું. આ પગલું ભરતાં સંસદમાં હંગામો થઇ રહ્યો છે.

  ટ્રમ્પે કહ્યું કે, તે 100 ટકા ટેક્સ વસૂલે છે, તે જ પ્રોડક્ટ માટે હું 25 ટકા ટેક્સ લગાવવા માગુ છું. હું 25 ટકા ટેક્સ લગાવવાને મૂર્ખતાભર્યુ મહેસૂસ કરું છું. કેમ કે, તે 100 ટકા હોવું જોઇએ. પરંતુ હું માત્ર તમારા કારણે 25 ટકા ટેક્સ નાંખવા જઇ રહ્યો છું. મને તમારું સમર્થન જોઇએ.

  ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા કોઇપણ દેશને તે પ્રોડક્ટ પર 100 ટકા ટેક્સની અનુમતિ આપી શકતું નથી, જેની પર તેને કંઇ મળતું નથી.
  Published by:Azhar Patangwala
  First published: