Home /News /business /

Swiggy and Zomato : સ્વિગી અને ઝોમેટો પર ડોમિનોઝ પિઝા નહીં મળે હવે? જાણો પુરી વિગત

Swiggy and Zomato : સ્વિગી અને ઝોમેટો પર ડોમિનોઝ પિઝા નહીં મળે હવે? જાણો પુરી વિગત

સ્વિગી અને ઝોમેટો પર ડોમિનોઝ પિઝા નહી મળે હવે

ઝોમેટો (Zomato) અથવા સ્વિગી (Swiggy) પરથી ડોમિનોઝ પિઝા ઓર્ડર કરો છો, તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. ડોમિનોઝ પિઝા (Dominos) આગામી દિવસોમાં સ્વિગી અને ઝોમેટોના પ્લેટફોર્મ પરથી ખસી શકે છે

    Dominos stop delivery on Swiggy and Zomato : જે રીતે ઓનલાઇન શોપિંગનો (online shopping) દિવસેને દિવસે ક્રેઝ વધતો જાય છે તે જ રીતે ઓનલાઇન ફૂડ(online Food) ઓર્ડર કરવાનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે. જે ખાસ કરીને સ્વિગી(Swiggy) અને ઝોમેટો(Zomato) નો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવી રહ્યો છે. આજે એક એવા સમાચાર મળી રહ્યા છે જે તમારા માટે કદાચ દુઃખદ સાબિત થઇ શકે છે.

    જો તમે ઝોમેટો(Zomato) અથવા સ્વિગી(Swiggy) પરથી ડોમિનોઝ પિઝા ઓર્ડર કરો છો, તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. ડોમિનોઝ પિઝા આગામી દિવસોમાં સ્વિગી અને ઝોમેટોના પ્લેટફોર્મ પરથી ખસી શકે છે. રોયટર્સના એક સમાચારમાં આ વાત સામે આવી છે. સમાચાર અનુસાર, ભારત સહિત અન્ય ઘણા દેશોમાં ડોમિનોઝ પિઝાની(Dominos pizza) ફ્રેન્ચાઈઝી ચલાવતી જુબિલન્ટ ફૂડ્સે બંને ફૂડ એગ્રીગેટર્સ પર વધુ કમિશન વસૂલવાનો આરોપ લગાવ્યો છે.

    વધુ કમિશન લેવાનો આરોપ

    રોયટર્સ અનુસાર, જુબિલન્ટ ફૂડ વર્ક્સે ભારતના કોમ્પિટિશન કમિશનને લખેલા ગોપનીય પત્રમાં કહ્યું છે કે જો સ્વિગી અને ઝોમેટો કમિશનમાં વધુ વધારો કરશે તો તે તેમના પ્લેટફોર્મ પરથી ખસી જશે. આ પહેલીવાર નથી કે જ્યારે તેમના પર વધુ કમિશન વસૂલવાનો આરોપ લાગ્યો હોય. આ પહેલા નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI)એ પણ બંને પ્લેટફોર્મ વિરુદ્ધ CCIને ફરિયાદ કરી હતી.

    ડોમિનોઝનો ઓનલાઇન વેપાર

    ડોમિનોઝ ઈન્ડિયા અનુસાર, તેના કુલ બિઝનેસમાં 27 ટકા ઓર્ડર ઓનલાઈન આવે છે. આમાં કંપનીની પોતાની વેબસાઇટ અને મોબાઇલ એપ પરથી મળેલા ઓર્ડરનો પણ સમાવેશ થાય છે. આરોપ છે કે આ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ 20 થી 30 ટકા કમિશન લે છે. જુબિલન્ટ અધિકારીએ જણાવ્યું કે ઝોમેટો અને સ્વિગી દ્વારા વસૂલવામાં આવેલું કમિશન ડોમિનોઝ તેમજ અન્ય રેસ્ટોરન્ટ્સ માટે ચિંતાનો વિષય છે. અધિકારીના કહેવા પ્રમાણે, "જો કમિશન ફરી વધશે તો તેનો બોજ ઉપભોક્તા પર પડશે."

    ARAIની ફરિયાદ પર CCIએ કરી હતી કડક ટિપ્પણી

    સીસીઆઈએ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ સ્વિગી અને ઝોમેટો સામે સ્પર્ધા વિરોધી વર્તન માટે તપાસનો આદેશ આપ્યો હતો. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાની ફરિયાદ બાદ આ આદેશ આપવામાં આવ્યો છે. બંને કંપનીઓ પર તેમના રેસ્ટોરન્ટ પાર્ટનર્સ સાથે અયોગ્ય બિઝનેસ કરવાનો આરોપ હતો.

    આ પણ વાંચોBusiness Idea : કોઈપણ પ્રકારના રોકાણ વગર નોકરીની સાથે શરૂ કરો આ બિઝનેસ અને કરો અઢળક કમાણી

    અનેક આરોપો લાગેલા છે જેની તપાસની માંગ

    સીસીઆઈએ 4 એપ્રિલે પોતાના આદેશમાં કહ્યું હતું કે સ્વિગી અને ઝોમેટો સામેના આરોપોની તપાસ થવી જોઈએ જેમ કે ચુકવણી ચક્રમાં વિલંબ, એકપક્ષીય કલમ અને કમિશનની વસૂલાત. સીસીઆઈએ કહ્યું કે સ્વિગી અને ઝોમેટો રેસ્ટોરન્ટ ભાગીદારોને તેમના બજાર હિસ્સા અથવા આવકના હિતોને અન્ય કરતા વધુ મહત્વ આપે છે. આવી વર્તણૂક ઘણી વખત સ્પર્ધાને અસર કરી શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Pizza, Swiggy, Swiggy Food, Zomato

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन