Home /News /business /LPG Cylinder Price: ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો વધારો, જાણો નવી કિંમત

LPG Cylinder Price: ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો વધારો, જાણો નવી કિંમત

એલપીજી સિલિન્ડર

Domestic LPG Cylinder Price Hike: છઠ્ઠી ઓક્ટોબર, 2021 પછી પ્રથમ વખત ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. જાણો ભાવ વધારા બાદ તમારે એલપીજી સિલિન્ડર માટે કેટલી કિંમત ચૂકવવી પડશે.

    નવી દિલ્હી: ઘરેલૂ ગેસ સિલિન્ડર (Domestic LPG Cylinder)ની કિંમતમાં આજે એક સાથે 50 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજે એટલે કે મંગળવાર (22 માર્ચ)થી લાગૂ થઈ ગયો છે. ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમત છઠ્ઠી ઓક્ટોબર, 2021 બાદ પ્રથમ વખત ભાવમાં વધારો થયો છે. આજે નવી દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની નવી કિંમત 899.50 રૂપિયાથી વધીને 949.50 રૂપિયા થઈ ગઈ છે.

    કયા શહેરમાં કેટલો ભાવ?


    જો તમે મુંબઈમાં રહો છો અને ઘરેલૂ એલપીજી સિલિન્ડર ખરીદવા માંગો છો તો તમારે 949.50 રૂપિયા ચૂકવવા પડશે. કોલકાતામાં ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમત 976 રૂપિયા થઈ છે. અહીં પહેલા કિંમત 926 રૂપિયા હતી. આ ઉપરાંત ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 915.50 રૂપિયાથી વધીને 965.50 રૂપિયા થઈ ગઈ છે.

    ગુજરાતમાં એલપીજી સિલિન્ડરની કિંમત


    અમદાવાદમાં પણ આજથી એલપીજીની સિલિન્ડરની કિંમત વધી છે. ગેસની કિંમતમાં આજે 50 રૂપિયાનો વધારો થયો છે. અમદાવાદમાં જૂની કિંમત 906.50 રૂપિયા હતી. નવો ભાવ 956.50 રૂપિયા થયો છે.

    સબસિડીને લઈને આવ્યા મોટા સમાચાર


    રસોઈ ગેસ સિલિન્ડરની સબસિડી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જોકે, રસોઈ ગેસની વધી રહેલી કિંમત અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એલપીજી સિલિન્ડર પર સરકાર બે પક્ષ લઈ શકે છે. પ્રથમ વિકલ્પ એવો હોઈ શકે કે સરકાર સબસિડી વગરના સિલિન્ડર આપતી રહે. બીજી વિકલ્પ એવો હોઈ શકે કે સરકાર અમુક લોકોને સબસિડીનો લાભ પણ આપે.

    આ પણ વાંચો: આ 10 શેર શોર્ટ ટર્મમાં કરાવી શકે છે ડબલ ડિજિટમાં કમાણી

    સબસિડી પાછળ ખર્ચ


    સબસિડી આપવા અંગે સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી. અત્યારસુધી મળેલી જાણકારી પ્રમાણે 10 લાખ રૂપિયા આવકનો નિયમ રહેશે, તેમજ ઉજ્જવાલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. એટલે કે આ સિવાયના અન્ય લોકો માટે ગેસની સબસિડી સમાપ્ત થઈ શકે છે. પાછલા અનેક મહિનાઓથી સરકારે એલપીજી સિલિન્ડર પર સબસિડી બંધ કરી દીધી છે. વર્ષ 2021 દરમિયાન સરકારે સબસિડી પર 3,559 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. વર્ષ 2020 દરમિયાન સરકારે 24,468 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.

    આ પણ વાંચો: ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો આજથી કેટલો થયો ભાવ?

    માઠા સમાચાર લઈને આવ્યો માર્ચ મહિનો


    રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia-Ukraine war) વચ્ચે પહેલી માર્ચના રોજ એલપીજી સિલિન્ડરની નવી કિંમત (LPG Cylinder latest price) જાહેર કરવામાં આવી હતી. સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, આ વધારો ફક્ત કૉમર્શિયલ સિલિન્ડર (Commercial LPG Cylinder)ની કિંમત પર કરવામાં આવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Crude oil, Diesel, LPG, LPG cylinder, Petrol

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन