Home /News /business /

LPG Price Hike: એપ્રિલ 2022થી મોંઘું થશે રાંધવું, બમણાં થઇ શકે છે ગેસનાં ભાવ

LPG Price Hike: એપ્રિલ 2022થી મોંઘું થશે રાંધવું, બમણાં થઇ શકે છે ગેસનાં ભાવ

એલપીજી સિલેન્ડરની કિંમત (પ્રતિકાત્મક તસવીર)

Cooking Gas Prices Likely To Double: વૈશ્વિક સ્તર પર ગેસનાં અછત હોવાને કારણે ન ફક્ત રાંધવું મોંધુ થશે પણ સીએજી (CNG), પીએનજી (PNG) અને વીજળીનાં ભાવ પણ વધી શકે છે. વાહન ચલાવવાની સાથે ફેક્ટરીઓમાં ઉત્પાદનનો ભાવ પણ વધી શકે છે. સરાકરે ફર્ટિલાઇઝર સબસિટી બિલમાં (Fertilizer Subsidy Bill) પણ વધારો કર્યો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલ બાદ હવે રાંધણ ગેસનાં ગ્રાહકોને આંચકો લાગવાનો છે. મોંઘવારીની મારથી પરેશાન સામાન્ય લોકોમાટે એપ્રિલથી
    જમવાનું બનાવવું મોંઘુ થઇ શકે છે. ખરેખરમાં દુનિયાભરમાં ગેસની અછત (Global Gas Crunch) થયું છે. એપ્રિલમાં તેની અસર ભારત પર પણ જોવા મળી શકે છે. તેનાંતી દેશમાં ગેસનાં ભાવ (Domestic Gas Prices) બમણી થઇ શકે છે.

    વૈશ્વિક સ્તર પર ગેસની અછત થતા ન ફક્ત રાંધવું મોંધુ થશે પણ સીએજી (CNG), પીએનજી (PNG) અને વીજળીનાં ભાવ પણ વધી શકે છે. વાહન ચલાવવાની સાથે ફેક્ટરીઓમાં ઉત્પાદનનો ભાવ પણ વધી શકે છે. સરાકરે ફર્ટિલાઇઝર સબસિટી બિલમાં (Fertilizer Subsidy Bill) પણ વધારો કર્યો છે.

    માંગ મુજબ પુરવઠો ઓછો- વૈશ્વિક અર્થવ્યવસ્થા કોરોના મહામારીનાં પ્રકોપથી બહાર નીકળી રહી છે. તેની સાથે દુનિયાભરમાં ઉર્જાની માંગ વધી રહી છે. પણ માંગ વધવાની સાથે સાથે અપૂર્તિને નીવાર્વા માટે સખત પગલા લેવામાં આવ્યાં નથી. જેથી ગેસનાં ભાવમાં આટલો વધારો નોંધાયો છે.

    આ પણ વાંચો-Gold rate: સોનાનો ભાવ નવ મહિનાની રેકોર્ડ સપાટી નજીક, ખરીદી પહેલા જાણી લો આજનો ભાવ

    પહેલેથી જ આસમાને છે ભાવ- ઉદ્યોગ અને જાણકારોનું કહેવું છે કે, લોન્ગ ટર્મ કોન્ટ્રેક્સને કારણે રાંધણ ગેસ પહેલેથી જ આયાતી એલએનજી (LNG)થી વધુ ભાવે વેંચવામાં આવે છે. લોન્ગ ટર્મ કોન્ટ્રેક્સમાં ભાવ કાચા તેલથી જોડાયેલી છે. ઉદ્યોગોને સ્પોટ માર્કેટથી ખરીદારી ઓછી કરી દીધી છે. જ્યાં ઘણાં મહિનાઓથી ભાવ આસમાને છે.

    આ પણ વાંચો: બજાર નિષ્ણાતોએ આ Penny Stock ખરીદવાની આપી સલાહ, જાણો ટાર્ગેટ અને સ્ટૉપલૉસ

    ઘરેલૂ કિંમતોમાં બદલાવ બાદ દેખાશે અસર- વૈશ્વિક સ્તર ગેસની કમીની અસર એપ્રિલથી જોવા લાગશે. જ્યારે સરકાર નેચરલ ગેસનાં સ્થાનિક ભાવમાં બદલાવ કરશે. જાણકારોનું કહેવું છે કે, 2.9 ડોલર પ્રતિ એમએમબીટીયૂથી વધી 6થી7 ડોલર કરવામાં આવી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી મુજબ, ઉંડા દરીયામાંથી નીકળનારી ગેસનાં ભાવ 6.13 ડોલરથી વધારીને 10 ડોલર થઇ જશે. કંપની આગામી મહિલને કેટલોક ગેસ વેંચશે. આ માટે તેને ફ્લોર પ્રાઇઝનાં ક્રૂડ ઓઇલથી જોડાયેલો છે. જે હાલમાં 14 ડોલર પ્રતિ એમએમબીટીયૂ છે.

    15 રૂપિયે પ્રતિ કિલો સુધી વધી શકે છે ભાવ- દેશમાં ઘરેલું નેચરલ ગેસનાં ભાવમાં દર વર્ષે એપ્રિલ અને ઓક્ટોબરમાં નક્કી થાય છે. એપ્રિલમાં નક્કી થતા ભાવ જાન્યુઆરીથી ડિસેમ્બર 2021ની આંતરરાષ્ટ્રીય કિંમત પર આધાર રહે છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડનાં નિર્દેશક એક જેનાનું કહેવું છે કે, સ્થાનિક ગેસનાં ભાવમાં એક ડોલરની તેજી પર સીએનજીનાં ભાવ 4.5 રૂપિયા પ્રતિ કિલોથી વધી જશે. જેનો અર્થ છે કે, CNGનાં ભાવ 15 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થઇ શકે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: CNG, LPG, LPG Price Hike, PNG

    આગામી સમાચાર