ઝડપથી શરૂ થશે ફ્લાઇટ સેવા! એરપોર્ટ ઑથોરિટીએ મુસાફરો માટે નિયમો જાહેર કર્યાં

News18 Gujarati
Updated: May 16, 2020, 10:31 AM IST
ઝડપથી શરૂ થશે ફ્લાઇટ સેવા! એરપોર્ટ ઑથોરિટીએ મુસાફરો માટે નિયમો જાહેર કર્યાં
પ્રતિકાત્મક તસવીર

ડૉમેસ્ટિક ફ્લાઇટ સેવા શરૂ થવાની સંભાવના વચ્ચે AAI (એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) તરફથી તકેદારીના ભાગરૂપે કેટલાક નિયમો જાહેર કરાયા છે, મુસાફરોએ આ નિયમોનું પાલન કરવું પડશે.

  • Share this:
નવી દિલ્હી : લગભગ 50 દિવસની રાહ જોવડાવ્યા બાદ કેન્દ્ર સરકાર (Central Government) બહુ ઝડપથી વિમાન સેવા (Domestic Flight Service) ફરીથી શરૂ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર 17મી મે પછી એરપોર્ટ ખોલવાની જાહેરાત કરી શકે છે. એએઆઈ (Airports Authority of India) તરફથી ઝડપથી ડૉમેસ્ટિક ફ્લાઇટ સેવા શરૂ કરવાની સંભાવના સાથે અમુક નિયમો જાહેર કર્યા છે, મુસાફોએ આ નિયમોનું પાલન કરવું પડશે. AAI તરફથી આ મામલે ટ્વીટ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ એરપોર્ટનુ સંચાલન ખાનગી કંપની કરે છે. નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો (Bureau of Civil Aviation Security)એ બુધવારે કહ્યુ હતુ કે હવે વિમાનમાં સાથે 350 મિલીમીટર સેનિટાઇઝર લઈ જઈ શકાય છે. ડૉમેસ્ટિક ફ્લાઇટ સેવાને ઝડપથી શરૂ કરવાની સંભાવના વચ્ચે AAI તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં મુસાફરો માટે અમુક ઉપાય જાહેર કરવામાં આવ્યા છે, આ નિયમોનું પાલન મુસાફરી દરમિયાન મુસાફરોએ કરવું પડશે.

કયા નિયમો પાળવા પડશે ?

>> ફક્ત વેબ ચેક-ઈનને મંજૂરી છે.

>> કેબિન લગેજ લઈ જવાની છૂટ નહીં હોય.

>> ફોનમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજિયાત.>> સુરક્ષા માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

>> ચાર ફૂટનું અંતર રાખવું જરૂરી.

>> એરપોર્ટ સ્ટાફને સહકાર આપવો પડશે.

>> મુસાફરો હવે તેમની સાથે 350 મિલીમીટર સેનિટાઇઝ લઈ જઈ શકશે.

આમાં કહેવામાં આવ્યું છે કે તમામ મુસાફરોને માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. જેમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ, માસ્ક અને વ્યક્તિગત સુરક્ષા માટે ઉપકરણો પહેરવાનો સમાવેશ થાય છે. આ સાથે જ સહ-કર્મચારીથી ચાર ફૂટનું અંતર જાળવવાનું રહેશે. આ ઉપરાંત વેબ ચેક ઇન કરીને બોર્ડિંગ પાસની પ્રિન્ટઆઉટ લાવવી, હાથને સતત ધોવા અથવા સંક્રમણ મુક્ત કરવા માટે હંમેશા સાથે હેન્ડ સેનિટાઇઝર રાખવું વગેરે નિયમો સામેલ છે.

નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે 25મી માર્ચથી દેશમાં લૉકડાઉન લાગૂ છે. અત્યાર સુધી દેશમાં કોવિડ 19ના 81,900થી વધારે કેસ સામે આવી ચુક્યા છે. કોરોનાને કારણે દેશમાં 2,600 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
First published: May 16, 2020, 10:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading