Home /News /business /

Large Cap stocks: ઘરેલૂ બ્રોકરેજ હાઉસોએ આ 10 લાર્જકેપ શેર પર લગાવ્યો દાવો, 13-32% તેજીની આશા

Large Cap stocks: ઘરેલૂ બ્રોકરેજ હાઉસોએ આ 10 લાર્જકેપ શેર પર લગાવ્યો દાવો, 13-32% તેજીની આશા

કમાણીના શેર

Brokerages bullish on these large cap Stock: ઘરેલૂ બ્રોકરેજ હાઉસ આ 10 લાર્જકેપ શેર પર બુલિશ છે. તેમનું કહેવું છે કે આ સ્ટૉક્સમાંથી અમુક 32 ટકા સુધી વળતર આપી શકે છે. બ્રોકરેજ હાઉસે સૂચવેલા સ્ટૉક્સ પર એક નજર કરી લઈએ.

    મુંબઈ: બજારમાં આજે શુક્રવારે સતત ચોથા દિવસે વેચવાલી (Indian share market) જોવા મળી રહી છે. ચાર દિવસમાં સેન્સેક્સ આશરે ચાર ટકા તૂટી (Sensex crash) ગયો છે. ચાર ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોએ આશરે 8 લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. નબળા વૈશ્વિક સંકેતની સાથે સાથે યૂએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારાને પગલે બજાર પર વેચવાલીની દબાણ ઊભું થયું છે. આ દરમિયાન બ્રોકરેજ હાઉસ 10 લાર્જકેપ સ્ટૉક (10 large cap stocks) પર એકદમ બુલિશ (Bullish) છે. આ શેર્સમાં 32 ટકા સુધી તેજી આવી શકે છે. આ સ્ટૉક્સ પર એક નજર કરીએ.

    HDFC Bank | એચડીએફસી બેંકને શેરખાન તરફથી BUY રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ તરફથી 1,973 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. હાલ આ શેર 1,509 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. શેરખાનનું કહેવું છે કે આ શેરમાં 30 ટકા સુધી રિટર્ન મળી શકે છે.

    HCL Technologies | એચસીએલ ટેક્નોલોજિસ માટે શેરખાને BUY રેટિંગ આપ્યું છે. શેર માટે 1,550 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. શેર ખાનનું કહેવું છે કે આ શેરમાં 32 ટકા સુધી રિટર્ન મળી શકે છે. હાલ આ શેર 1,159 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

    Bajaj Finance। શેરખાને આ સ્ટૉક માટે 9,097 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. હાલ આ શેર 7,531 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. શેરખાનનું માનવું છે કે આ શેરમાં 20 ટકા તેજી આવી શકે છે.

    Tech Mahindra | ટેક મહિન્દ્રાના શેર માટે શેરખાને 2,060 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. હાલ આ શેર 1,668 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. શેરખાનનું કહેવું છે કે આ શેરમાં 23 ટકા સુધી વળતર મળી શકે છે.

    UltraTech Cement | શેરખાને અલ્ટ્રાટેક શેર માટે 9,200 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. હાલ આ શેર 7,454 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. બ્રોકરેજનું માનવું છે કે આ શેરમાં 23 ટકા સુધી વળતર મળી શકે છે.

    Tata Consultancy Services | ટીસીએસ પર જિયોજિતે BUY રેટિંગ આપ્યું છે. આ શેર માટે 4,457 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. હાલ આ શેર 3,827 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ શેરમાં 16 ટકા વળતરની આશા છે.

    Infosys | ઇન્ફોસિસના શેર માટે જિયોજિતે BUY રેટિંગ આપતા 2,299 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. હાલ આ શેર 1,824 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ શેરમાં 26 ટકાની તેજી આવી શકે છે.

    આ પણ વાંચો: આજના 20 સ્ટૉક્સ જે તમને કરાવી શકે છે મોટી કમાણી

    Asian Paints | એશિયન પેન્ટ્સ પર પ્રભુદાસ લીલાધરે BUY રેટિંગ આપતા 3,762 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. હાલ આ શેર 3,307 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ શેરમાં 13 ટકા સુધી રિટર્ન મળી શકે છે.

    Bajaj Auto | બજાજ ઑટો પર પ્રભુદાસ લીલાધરે BUY રેટિંગ આપતા 3,911 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. હાલ આ શેર 3,309 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આ શેરમાં 18 ટકા ઉછાળાની આશા છે.

    HUL | એચયૂએલ શેર વિશે મોતીલાલ ઓસવાલે BUY રેટિંગ આપ્યું છે. આ શેર માટે બ્રોકરેજ તરફથી 2,750 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. હાલ આ શેર 2,261 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આ શેરમાં 21 ટકા વળતરની આશા છે.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલા અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસના છે. શેર બજારમાં રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ જરૂરી છે. ન્યૂઝ 18 ગુજરાતી તરફથી ક્યારેય શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર