Home /News /business /

ચોથા ત્રિમાસિકના પરિણામ બાદ આ મલ્ટીબેગર IT Stock પર HDFC સિક્યોરિટીઝ બુલિશ, શું તમારી પાસે છે?

ચોથા ત્રિમાસિકના પરિણામ બાદ આ મલ્ટીબેગર IT Stock પર HDFC સિક્યોરિટીઝ બુલિશ, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર સ્ટૉક

Stock Market: આ આઈટી શેર મિડ-ટિયર આઈટી એવરેજથી આશરે 34 ટકા ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડ કરી રહ્યો છે. બ્રોકરેજ હાઉસે આ શેરની ખરીદી માટે સલાહ આપી છે.

    નવી દિલ્હી: માસ્ટેક (Mastek) કંપનીએ મજબૂત ત્રિમાસિક પરિણામ (Q4 results) જાહેર કર્યું છે. કંપનીએ આવક અને માર્જિન બંનેમાં અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કર્યું છે. કંપનીની ઓર્ડર બુક (Order book)માં વાર્ષિક આધારે 25.4 ટકાનો સુધારો જોવા મળ્યો છે. નાણાંકીય વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિકમાં યૂકે સરકાર (UK government)ના 6.5 કરોડ ડૉલરના ઓર્ડર બાદ NHS તરફથી છ કરોડની ડીલ થઈ છે. કંપનીના મેનેજમેન્ટનો ટાર્ગેટ આગામી પાંચ વર્ષમાં 1 અબજ ડૉલરની આવક મેળવવાનો છે. ગુરુવારે માસ્ટેક કંપનીનો શેર 1.41 ટકા એટલે કે 39.35 રૂપિયા વધીને 2,833 રૂપિયા પર બંધ રહ્યો હતો.

    આ આઈટી શેર મિડ-ટિયર આઈટી એવરેજથી આશરે 34 ટકા ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડ કરી રહ્યો છે. બ્રોકરેજ હાઉસે આ શેરની ખરીદી માટે સલાહ આપી છે. આ માટે એચડીએફસી સિક્યોરિટીઝે (HDFC Securities) 3,530 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આ મલ્ટીબેગર શેરે એક વર્ષમાં 103 ટકાથી વધારે વળતર આપ્યું છે. 2022ના વર્ષમાં આ શેર અત્યારસુધી સાત ટકા તૂટ્યો છે.

    બ્રોકરેજનો અભિપ્રાય


    કંપનીનું ધ્યાન અમેરિકન બજાર પર મુખ્ય રહેશે અને અહીં વિસ્તાર વધારવા માટે રોકાણ કરવામાં આવશે. કંપનીનો EBITDA માર્જિન ટાર્ગેટ 19-20 ટકા રહેવાનો અંદાજ છે. એચડીએફસી બેંકે એક નોટમાં કહ્યુ છે કે સપ્લાઇ સાઇડમાં ટૂંકાગાળાના સમય માટે હેડવિંગ નજરે પડે છે.

    આ પણ વાંચો: ગરમીઓમાં પણ 28% વધ્યા ચાની કંપનીઓના શેર

    મિન્ટમાં છપાયેલા સમાચાર પ્રમાણે વાર્ષિક આધારે માસ્ટેકનો વેપાર 26 ટકા વધીને 2,183 કરોડ થયો છે, જ્યારે ચોથા ત્રિમાસિકમાં આવક 20 ટકા વધીને 581 કરોડ રૂપિયા થઈ છે. જ્યારે જાન્યુઆરી-માર્ચ 2022 ત્રિમાસિક દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 88 કરોડ રૂપિયા હતો.

    ગુરુવારે શેરનો બંધ ભાવ


    ગુરુવારે માસ્ટેક કંપનીનો શેર 1.41 ટકા એટલે કે 39.35 રૂપિયા વધીને 2,833 રૂપિયા પર બંધ રહ્યો હતો. શેરની 52 અઠવાડિયાની ઊંચી સપાટી 3,669.00 રૂપિયા છે, જ્યારે 52 અઠવાડિયાની નીચી સપાટી 1,360.00 રૂપિયા છે.

    આ પણ વાંચો: પીપીએફ સ્કીમ છે ખૂબ લાભકારી, જાણો ખાસ વાતો

    સતત બીજા દિવસે બજારમાં તેજી


    ગુરુવારે સતત બીજા દિવસે શેર બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 1.53 ટકા એટલે કે 874.18 પોઈન્ટ વધીને 57,911.68ની સપાટી પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 256.05 પોઈન્ટ એટલે કે 1.49 ટકા વધીને 17,392.60 પર બંધ રહ્યો હતો. શેર બજારમા શાનદાર તેજીથી રોકાણકારોની સંપત્તિમાં 3.5 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IT Stocks, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર