Home /News /business /Hot Picks: એચડીએફસી સિક્યોરિટીઝ આ 8 રિયલ્ટી શેર માટે બુલિશ, જાણો કેટલો ટાર્ગેટ આપ્યો
Hot Picks: એચડીએફસી સિક્યોરિટીઝ આ 8 રિયલ્ટી શેર માટે બુલિશ, જાણો કેટલો ટાર્ગેટ આપ્યો
રિયલ એસ્ટેટ શેરમાં તેજીની આશા.
Hot Picks: એચડીએફસી સિક્યોરિટીઝ તરફથી સોભા ડેવલપર્સ (ટાર્ગેટ 1000 રૂપિયા), કોલ્ટે પાટીલ ડેવલપર્સ (ટાર્ગેટ 381) અને ગોદરેજ પ્રોપર્ટીઝ (ટાર્ગેટ 1,804) શેર માટે પણ ખરીદીની સલાહ આપવામાં આવી છે.
મુંબઈ: ઘરેલૂ બ્રોકરેજ પેઢી એચડીએફસી સિક્યોરિટીઝ (HDFC Securities)ને આશા છે કે આગામી દિવસોમાં રિયલ્ટી સેક્ટર્સમાં ચારી એવી તેજી જોવા મળી શકે છે. જોકે, અમુક કંપનીઓના શેરમાં ઘટાડો પણ થઈ શકે છે. આનું કારણ કોરોનાની ત્રીજી લહેર (Covid third wave)ને પગલે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં લાગેલી વાર હોઈ શકે છે. બીજી તરફ બ્રોકરેજ હાઉસ તરફથી આઠ શેરની ભલામણ (HDFC securities hot picks) કરવામાં આવી છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આગામી દિવસોમાં આ શેર્સમાં સારી એવી તેજી જોવા મળી શકે છે.
એચડીએફસી બ્રોકરેજ તરફથી આ આઠ શેરની કરવામાં આવી ભલામણ:
એચડીએફસી સિક્યોરિટીઝનું કહેવું છે કે અમે એવું માની રહ્યા છીએ કે ટીયર-1 રિયલ એસ્ટેટ ડેવલપર્સના માર્કેટ શેરમાં વધારે થશે. "2022ના વર્ષના ચોથા ત્રિમાસિકમાં નવા પ્રોજેક્ટોના લોન્ચિંગમાં હલચલ જોવા મળી ન હતી. અમને આશા છે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં લોંચ મોમેન્ટમાં જોર પકડશે. આ દરમિયાન પ્રેસ્ટિજ, ઓબેરોય અને મહિન્દ્રા લાઇફ તરફથી મોટા પ્રોજેક્ટના લોન્ચિંગની અપેક્ષા છે. અમે પ્રથમ ક્વાર્ટર દરમિયાન આ કંપનીઓના સારા પરિણામોની પણ અપેક્ષા રાખી રહ્યા છીએ."
અન્ય શેર્સ માટે પણ ખરીદીની સલાહ
આ ઉપરાંત એચડીએફસી સિક્યોરિટીઝ તરફથી સોભા ડેવલપર્સ (ટાર્ગેટ 1000 રૂપિયા), કોલ્ટે-પાટીલ ડેવલપર્સ (ટાર્ગેટ 381) અને ગોદરેજ પ્રોપર્ટીઝ (ટાર્ગેટ 1,804) શેર માટે પણ ખરીદીની સલાહ આપવામાં આવી છે.
આવકના સ્ત્રોતમાં વધારો, લો મૉર્ગેજ રેટ્સ અને પ્રોપર્ટીની કિંમતમાં સ્થિરતાને કારણે અમેક સેક્ટર્સમાં માંગ જળવાયેલી રહેશે. બ્રોકરેજ હાઉસે જણાવ્યું હતું કે, "વૈશ્વિક સ્તરે વ્યાજદરોમાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે ભારતમાં પણ વધારો થઈ શકેે છે. અમારું માનવું છે કે તેના પગલે માંગમાં કંઈ વિશેષ ફર્ક પડે તેવી શક્યતા નથી. અમને આશા છે કે પ્રોપર્ટીની કિંમતોમાં ફેરફાર થશે."
(ખાસ નોંધ: gujarati.news18.com પર વ્યક્ત કરવામાં આવેલા વિચાર અથવા રોકાણની સલાહ જે તે નિષ્ણાતના વ્યક્તિગત છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ રોકાણની સલાહ આપવામાં આવતી નથી. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર