Home /News /business /

SpiceJet New Flights: સ્પાઈસજેટ શરૂ કરી 26 નવી ફ્લાઈટ, અમદાવાદ સહિત રૂટ પર મળશે આ ફ્લાઈટ્સ

SpiceJet New Flights: સ્પાઈસજેટ શરૂ કરી 26 નવી ફ્લાઈટ, અમદાવાદ સહિત રૂટ પર મળશે આ ફ્લાઈટ્સ

સ્પાઇસ જેટ (ફાઇલ તસવીર)

SpiceJet New Flights: એરલાઈને જણાવ્યું છે કે, આ તમામ ફ્લાઈટ માટે તે બોઈંગ 737 અને ક્યૂ400 વિમાનનો ઉપયોગ કરશે. દેશના મુખ્ય શહેરોને જોડવા માટે કંપની બોઈંગ 737 અને ક્યૂ400 વિમાનનો ઉપયોગ કરીને સ્પાઈસજેટ પોતાના જથ્થામાં વધુ માત્રામાં વૃદ્ધિ કરવા જઈ રહી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી:  ડોમેસ્ટિક એયરલાઈન સ્પાઈસજેટે 22મી જુલાઈથી 26 નવી ડોમેસ્ટિક ફ્લાઈટનું સંચાલન શરૂ કર્યું છે. સ્પાઈસજેટે શુક્રવારથી નાસિકથી દિલ્હી, હૈદરાબાદથી જમ્મૂ, મુંબઈથી ગુવાહાટી, ઝારસુગુડાથી મદુરાઈ, વારાણસીથી અમદાવાદ અને કલકત્તાથી જબલપુર માર્ગ પર ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન શરૂ કર્યું છે. ઉપરાંત સ્પાઈસજેટ અમદાવાદથી જયપુર, દિલ્હીથી હૈદરાબાદ, દિલ્હીથી ધર્મશાળા અને અમૃતસરથી અમદાવાદ સુધી પોતાની ફ્લાઈટની સંખ્યામાં વધારો કરવા જઈ રહી છે.

બોઈંગ 737 અને ક્યૂ400 વિમાનનો સ્પાઈસજેટ કરશે ઉપયોગ


એરલાઈને જણાવ્યું છે કે, આ તમામ ફ્લાઈટ માટે તે બોઈંગ 737 અને ક્યૂ400 વિમાનનો ઉપયોગ કરશે. દેશના મુખ્ય શહેરોને જોડવા માટે કંપની બોઈંગ 737 અને ક્યૂ400 વિમાનનો ઉપયોગ કરીને સ્પાઈસજેટ પોતાના જથ્થામાં વધુ માત્રામાં વૃદ્ધિ કરવા જઈ રહી છે.

નવા રૂટ વિશે જાણકારી મેળવો


સ્પાઈસજેટના અનેક રેગ્યુલર રૂટ પર ફ્લાઈટની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી યાત્રિકો સરળતાથી કન્ફર્મ ટિકીટ મેળવી શકશે. નવા રૂટ પર દેશના અનેક રૂટ જેવા કે હૈદરાબાદથી જમ્મુ, ઝારસુગુડાથી મદુરાઈ, વારાણસીથી અમદાવાદ, નાસિકથી દિલ્હી, મુંબઈથી ગુવાહાટી અને કલકત્તાથી જબલપુર રૂટ્સ પર ડાયરેક્ટ ફ્લાઈટ્સ શામેલ છે.

સ્પાઈસજેટને અપાઈ છે નોટીસ


નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (DGCA) 19 જૂન 2022ના રોજ સ્પાઈસજેટને નોટીસ આપી છે. અનેક ઘટનાઓને જોતા સ્પાઈસજેટને સુપક્ષિત સેવા પ્રદાન કરવામાં નિષ્ફળ થવાનો કરાર આપીને કારણ જણાવવાની નોટીસ આપી છે. સ્પાઈસ જેટે ત્રણ સપ્તાહમાં આ નોટીસનો જવાબ આપવાનો છે. DGCAએ પોતાની નોટીસમાં અનેક ઉદાહરણનો ઉલ્લેખ કર્યો છે. જેમાં સ્પાઈસ જેટ ખરાબ સુરક્ષા પરિબળોને કારણે ગંતવ્ય સ્થાન પર પહોંચી શક્યું નથી અથવા અસુરક્ષિત રીતે ગંતવ્ય સ્થાન પર લેન્ડ કર્યું છે.

નવી ફ્લાઈટનું શિડ્યુલ


જયપુરથી અમદાવાદ, મુંબઈ અને હૈદરાબાદ માટે ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. બે ફ્લાઈટ બંધ કરી દેવામાં આવશે. ગોવા અને કલકત્તાની ફ્લાઈટ્સને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવશે. સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-3262 અમદાવાદ માટે શરુ થશે. આ ફ્લાઈટ આજે એટલે કે, 22 જુલાઈના રોજ સાંજે 6:45 વાગ્યે અમદાવાદ માટે જશે. એયર એશિયાની ફ્લાઈટ I5-1229 આગામી 1 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. જે જયપુરથી સાંજે 5:45 વાગ્યે હૈદરાબાદથી ઉડાન ભરશે. એર એશિયાની બીજી ફ્લાઈટ I5-942 મુંબઈ માટે 1 ઓગસ્ટથી શરૂ થશે. જયપુરથી રોજ સવારે 10:25 વાગ્યે મુંબઈ માટે ઉડાન ભરશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, એર એશિયાની આ બે ફ્લાઈટ અગાઉ બંધ કરી દેવામાં આવી હતી.

આ ફ્લાઈટની ઉડાન બંધ કરી દેવામાં આવશે


પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર 21 જુલાઈથી ઈન્ડિગોની ગોવાની ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી છે. જે જયપુરથી રાત્રે 12:40 ગોવા માટે ઉડાન ભરતી હતી. ગોવાની આ ફ્લાઈટ 11 ઓગસ્ટ સુધી બંધ રહેશે. 12 ઓગસ્ટથઈ આ ફ્લાઈટ ફરી શરૂ થઈ જશે. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-750 24 જુલાઈથી ઉડાન ભરશે. જે જયપુરથી રાત્રે 12:40 વાગ્યે કલકત્તા જશે.

અમદાવાદથી શરૂ થયેલી ફ્લાઈટ


અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી 25 એપ્રિલથી પાંચ નવી ઉડાન શરૂ થઈ છે. જેમાં દિલ્હી, ચેન્નઈ, મુંબઈ અને ગોવાની ઉડાન શામેલ છે. અમદાવાદથી દિલ્હીની બે ફ્લાઈટ, મુંબઈની એક ફ્લાઈટ, ચેન્નઈની એક ફ્લાઈટ અને ગોવાની એક ફ્લાઈટ સહિત પાંચ ઉડાન શરૂ થઈ છે. ગોવાથી અમદાવાદની ફ્લાઈટ 7મેથી શરૂ થઈ છે. સ્પાઈસજેટે પણ મેના શરૂઆતના સપ્તાહથી અમદાવાદથી ગોવા, બાગદોગરા, શિરડી, દહેરાદૂન અને મસ્કટની ફ્લાઈટ શરૂ કરી છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરમાં ફ્લાઇટ બુકિંગ શરૂ, આ તારીખે ભરશે ઉડાન

જૂનથી અમદાવાદથી 12 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થઈ છે. કોચ્ચી, જયપુર, દહેરાદૂન, મુંબઈ અને ગોવા માટે ડાયરેક્ટ ફ્લાઈટ ઉડાન ભરે છે. અમદાવાદ એરપોર્ટ પરથી રોજ 170 ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાન ભરે છે. વારાણસી માટે પણ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે. ઈન્ડિગોમાં સપ્તાહમાં ચાર દિવસ જોધપુર માટે ઉડાન ભરે છે. 3 જૂનથી કોલ્હાપુર માટેની પણ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે. 15 મેથી અમદાવાદથી મુંબઈ માટે બે ફ્લાઈટની શરૂઆત કરાઈ છે. જયારે 1 જૂનથી મુંબઈ માટે વધુ એક ફ્લાઈટની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: આ 12 સ્મોલકેપ શેરે છેલ્લા છ મહિનામાં રોકાણકારોને કર્યાં માલામાલ

સ્ટાર એરે 3 જૂનથી અમદાવાદથી ભૂજ અને બેલગાવી માટે સપ્તાહમાં પાંચ દિવસ ડાયરેક્ટ ઉડાન ભરવાનું શરૂ કર્યું છે. આ ફ્લાઇટ સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારના રોજ શિડ્યુલ કરી છે. સ્ટાર એર 17 ભારતીય ગંતવ્ય સ્થાન માટે ઉડાન સેવા પ્રદાન કરે છે. જેમાં અમદાવાદ, અજમેર (કિશનગઢ), બેંગ્લોર, બેલગાવી, દિલ્હી (હિંડન) સામેલ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Airline, Flights, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन