1 જૂનથી મોંઘી થશે હવાઈ મુસાફરી, લોઅર પ્રાઇઝ બેન્ડમાં 13થી 16 ટકાનો વધારો

40 મિનિટ સુધીની પ્લેન મુસાફરી માટે ઓછામાં ઓછું 2600 રૂપિયા ભાડું આપવું પડશે, જાણો તમારા ખિસ્સાને કેટલી થશે અસર

40 મિનિટ સુધીની પ્લેન મુસાફરી માટે ઓછામાં ઓછું 2600 રૂપિયા ભાડું આપવું પડશે, જાણો તમારા ખિસ્સાને કેટલી થશે અસર

 • Share this:
  નવી દિલ્હી. હવાઈ મુસાફરી (Air Travel) ફરીથી મોંઘી થવા જઈ રહી છે. મૂળે, સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ભાડા (Domestic Flight Fairs)ની લોઅર લિમિટને 13થી 16 ટકા વધારવાનો નિર્ણય લીધો છે. આ પહેલા માર્ચ મહિનામાં સિવિલ એવિએશન મિનિસ્ટ્રી (Ministry of Civil Aviation)એ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ભાડાની લોઅર લિમિટને 5 ટકા વધારવાનો નિર્ણય લીધો હતો. ફેબ્રુઆરીમાં લોઅર પ્રાઇઝ બેન્ડમાં 10 ટકા અને હાયર બેન્ડમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

  હવાઈ મુસાફરીમાં આ વૃદ્ધી પહેલી જૂનથી પ્રભાવમાં આવી વશે. હવાઈ મુસાફરીના ભાડાની ઊંચા મર્યાદાને જોકે પૂર્વવત રાખવામાં આવી છે. સરકારના આ પગલાથી એરલાઇન કંપનીઓને મદદ મળશે. કોવિડ-19ની બીજી લહેરના કારણે હવાઈ મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો છે જેના કારણે તેમની આવક ઘટી છે.

  આ પણ વાંચો, રિલાયન્સનું મેગા કોવિડ વેક્સીનેશન ડ્રાઇવઃ 13 લાખ કર્મચારી-સહયોગીઓને અપાશે મફત વેક્સીન

  40 મિનિટ સુધીની ઉડાન માટે ઓછામાં ઓછું 2600 રૂપિયા ભાડું

  સિવીલ એવિએશન મિનિસ્રીનીના શુક્રવારે જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 40 મિનિટ સુધીની અવધિની હવાઇ મુસાફરી માટે ભાડાની મર્યાદાને 2300 રૂપિયાથી વધારીને 2600 રૂપિયા એટલે કે 13 ટકાની વૃદ્ધિ કરી દેવામાં આવી છે. આ પ્રકારે 40 મિનિટથી લઈને 60 મિનિટ સુધીની અવધિ માટે ભાડાની નીચલી મર્યાદા 2900 રૂપિયાને બદલે હવે 3300 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે.

  આ પણ વાંચો, 110 KMની સ્પીડથી પસાર થઈ પુષ્પક એક્સપ્રેસ, ચાંદની રેલવે સ્ટેશનની બિલ્ડિંગ ધરાશાયી

  આ છે પ્રાઇઝ બેન્ડ

  દેશમાં હવાઈ ઉડાન અવધિના આધાર પર હવાઇ યાત્રા ભાડાની નીચલી અને ઊંચી મર્યાદા નક્કી કરવામાં આવી. આ મર્યાદા ગયા વર્ષે મે મહિના માટે લાગુ લૉકડાઉનના 25 મેના રોજ ખુલવાનના સમય સુધી નક્કી કરવામાં આવી. ડીજીસીએએ ગયા વર્ષે મે મહિનામાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે કુલ 7 ફેર બેન્ડની ઘોષણા કરી હતી. આ પ્રાઇઝ બેન્ડ યાત્રાના સમય પર આધારિત છે. પહેલો બેન્ડ તે ફ્લાઇટ્સ માટે છે જે 40 મિનિટ સુધીની યાત્રા કરે છે. બાકી બેન્ડ ક્રમશઃ 40-60 મિનિટ, 60-90 મિનિટ, 90-120 મિનિટ, 120-150 મિનિટ, 150-180 મિનિટ અને 180-210 મિનિટની છે.
  Published by:Mrunal Bhojak
  First published: