Home /News /business /

31 ઑગસ્ટ પછી મોંઘી થશે ફ્લાઇટ ટિકિટ, સરકારે હટાવી ભાડાની લિમિટ

31 ઑગસ્ટ પછી મોંઘી થશે ફ્લાઇટ ટિકિટ, સરકારે હટાવી ભાડાની લિમિટ

એર ટિકિટ મામલો

Air ticket News : ઉડ્ડયન મંત્રાલયે (Ministry of Aviation) વર્તમાન સ્થિતિની સમીક્ષા કર્યા પછી, 27 મહિનાના અંતરાલ બાદ 31 ઓગસ્ટ, 2022થી ભાડાની મર્યાદાને દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. રુસો-યુક્રેન યુદ્ધના કારણે ATFના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ નીચે આવ્યા છે.

વધુ જુઓ ...
  ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડા પર લાદવામાં આવેલી ભાડાની લિમિટ લગભગ 27 મહિનાના અંતરાલ પછી 31 ઓગસ્ટથી દૂર કરવામાં આવશે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે બુધવારે આ માહિતી આપી. (Central civil aviation Ministry) ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કર્યું કે, "રોજની માંગ અને એરક્રાફ્ટ ફ્યુઅલ (ATF)ની કિંમતના સાવચેતીપૂર્વક વિશ્લેષણ પછી હવાઈ ભાડાને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થિરતા આવવા લાગી છે (આ ક્ષેત્રમાં) અને અમને વિશ્વાસ છે કે નજીકના ભવિષ્યમાં ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં વધારો કરવા માટે તૈયાર છે.” (Air filght fare limit)

  ઉડ્ડયન મંત્રાલયે બુધવારે એક આદેશમાં જણાવ્યું હતું કે, સ્થાનિક કામગીરીની વર્તમાન સ્થિતિની સમીક્ષા કર્યા પછી, 31 ઓગસ્ટ, 2022થી ભાડાની મર્યાદાને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રુસો-યુક્રેન યુદ્ધના કારણે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ATFના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ નીચે આવ્યા છે. 1ઓગસ્ટના રોજ દિલ્હીમાં ATFની કિંમત 1.21 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર હતી, જે પાછલા મહિના કરતાં લગભગ 14 ટકા ઓછી છે.

  2020માં લાદવામાં આવી હતી મર્યાદા


  25 મે, 2020 ના રોજ, જ્યારે કોવિડ-19 મહામારીને કારણે એરલાઇન્સે બે મહિનાના લોકડાઉન પછી કામગીરી ફરી શરૂ કરી, ત્યારે મંત્રાલયે ફ્લાઇટની અવધિના આધારે સ્થાનિક હવાઈ ભાડા પર ન્યૂનત્તમ અને મહત્તમ મર્યાદા રાખી હતી. આ અંતર્ગત એરલાઈન્સ 40મિનિટથી ઓછી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે 2,900 રૂપિયા (જીએસટી વિના) અને 8,800 રૂપિયા (જીએસટી વિના) કરતાં ઓછું ભાડું નહીં લઈ શકે.

  સસ્તી ટિકિટ મળી શકે છે


  હકીકતે, લિમિટ હટાવ્યા પછી, જે લોકો ખૂબ જ વહેલા ટિકિટ બુક કરાવે છે, તેમને ઓછું ભાડું ચૂકવવું પડી શકે છે. કારણ કે એરલાઈન્સ ફ્લાઈટ ફુલ કરવા માટે ઘણા સમય પહેલા ઓફર આપવાનું શરૂ કરી દે છે. જો કે, ચોક્કસ સમય મર્યાદા પછી, આ ડિસ્કાઉન્ટ પૂરું થાય છે અને ડાયનેમિક ભાડું એપ્લાય થાય છે. એટલે કે હવે જો તમે છેલ્લી ઘડીએ ટિકિટ ખરીદો છો તો તમારે ઘણું વધારે ભાડું ચૂકવવું પડશે.

  એવિએશન સેક્ટરમાં તેજી


  કોરોના મહામારી દરમિયાન, લગભગ તમામ ક્ષેત્રોની પરીસ્થિતિ ખરાબ થઈ હતી. લોકડાઉનને કારણે રેલવે અને એવિએશન સેક્ટરને પણ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. આ રોગચાળાએ દેશના ઉડ્ડયન ક્ષેત્રને લગભગ બરબાદ કરી દીધું હતું, કારણ કે વિદેશી વિમાનો ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે બંધ થઈ ગયા હતા. પરંતુ હવે આ ક્ષેત્ર રિકવરી કરી રહ્યું છે, ખાસ કરીને મુસાફરોની સંખ્યામાં, તેજી આવી છે. ધીરે-ધીરે એરલાઇન્સ પણ આ ખોટમાંથી બહાર આવી રહી છે.

  આ પણ વાંચોશું તમે ડ્રાઇવિંગ લાઇસન્સમાં તમારું સરનામું બદલવા માંગો છો? તો આ સરળ સ્ટેપ્સથી થઇ જશે ઘર બેઠા કામ!

  એટીએફ કિંમત


  આ મહિનાની શરૂઆતમાં પેટ્રોલિયમ કંપનીઓએ ATFની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. હવે દિલ્હીમાં ATFની કિંમત 1,38,147.93 રૂપિયા પ્રતિ કિલોલીટરથી ઘટીને 1,21,915.57 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ છે. જેટ ઇંધણ હવે કોલકાતામાં રૂ. 128,425.21, મુંબઇમાં રૂ. 120,875.86 અને ચેન્નાઇમાં એક કિલોલીટર એરક્રાફ્ટ ઇંધણ માટે રૂ.126,516.29 છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Air Ticket, Air travel, Business news, Business news in gujarati

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन