ડોલી ખન્નાએ આ મલ્ટીબેગરની સ્ટોકમાં ભાગીદારી વધારી, શું તમારે પણ આ શેર ખરીદવો જોઈએ?
ડોલી ખન્નાએ આ મલ્ટીબેગરની સ્ટોકમાં ભાગીદારી વધારી, શું તમારે પણ આ શેર ખરીદવો જોઈએ?
મલ્ટીબેગર સ્ટોક
Dolly Khanna portfolio: જુલાઈથી સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર માટે નીતિન સ્પિનર્સની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર ડોલી ખન્ના પાસે કંપનીમાં 9 લાખ 23 હજાર 373 શેર અથવા 1.64 ટકા ભાગીદારી છે.
મુંબઈ: ડોલી ખન્ના પોતાના પોર્ટફોલિયોમાં (Dolly Khanna Portfolio) ખૂબ ઓછા જાણીતા શેરની ખરીદી કરવા માટે જાણીતા છે. નીતિન સ્પિનર્સનો (Nitin Spinners share) શેર ડોલી ખન્નાના પોર્ટફોલિયોનો આવો જ એક શેર છે. ડોલી ખન્નાનો આ શેર વર્ષ 2021માં ભારતમાં મલ્ટીબેગર શેર (Multibagger stock 2021)માંથી એક છે. આ સ્ટોકે શેરધારકોને વર્ષે 290 ટકા રિટર્ન (Nitin Spinners return) આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકમાં 500 ટકા સુધીનો વધારો થયો છે. ડોલ્લી ખન્ના કંપનીમાં કેટલાક રોકાણકારોએ સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટરમાં પોતાની ભાગીદારીમાં વધારો કર્યો હતો. ડોલી ખન્નાના પોર્ટફોલિયોના આ શેર પર બજાર નિષ્ણાતો બુલિશ છે. તેઓ માની રહ્યા છે કે આ શેર નજીકના ભવિષ્યમાં સારું એવું વળતર આપી શકે છે.
ડોલી ખન્ના પાસે કેટલા શેર?
જુલાઈથી સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર માટે નીતિન સ્પિનર્સની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર ડોલી ખન્ના પાસે કંપનીમાં 9 લાખ 23 હજાર 373 શેર અથવા 1.64 ટકા ભાગીદારી છે. જૂન 2021 ક્વાર્ટરમાં કંપનીમાં કેટલાક રોકાણકારોએ 6 લાખ 95 હજાર 095 શેરમાં રોકાણ કર્યું હતું, જે કંપનીની કુલ મૂડીની 1.24 ભાગીદારી છે. ડોલી ખન્ના આ કંપનીમાં સૌથી વધુ ભાગીદારી ધરાવે છે, તેમણે Q2FY21માં કંપનીમાં 0.40 ટકા ભાગીદારી ખરીદી હતી.
ડોલી ખન્નાની જેમ સ્ટોક માર્કેટ એક્સપર્ટ્સ માની રહ્યા છે કે, આ સ્ટોકે બ્રેકઆઉટ આપ્યું છે, ખૂબ જ ઓછા સમયમાં પ્રતિ શેર પ્રાઈસ રૂ. 350 સુધીની થઈ શકે છે.
ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સુમિત બગડીયાએ કેટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, નીતિન સ્પિનર્સના શેરે તાજેતરમાં બ્રેકઆઉટ આપ્યું છે અને ખૂબ જ ઓછા સમયમાં તે રૂ. 300થી રૂ. 320ના સ્તર સુધી પહોંચી શકે છે. કોઈપણ વ્યક્તિ આ શેર રૂ. 260ની કિંમતે ખરીદી શકે છે અથવા હોલ્ડ રાખી શકે છે અને આ શેરની કિંમત રૂ. 300 અથવા રૂ. 320 થાય ત્યારે સેલ કરી શકે છે.
સ્વસ્તિકા ઈન્વેસ્ટમાર્ટ લિમિટેડના હેડ ઓફ રિસર્ચ સંતોષ મીણાએ જણાવ્યું કે, બુલિશ ફ્લેગ ફોર્મેશનના બ્રેકઆઉટ બાદ નીતિન સ્પિનરે મજબૂત પકડ મેળવી છે. રૂ.295 થી રૂ.300 એક ક્રિટીકલ સપ્લાય ઝોન છે, આ ઝોનને પાર કરવો ખૂબ જ જરૂરી છે. રૂ.240ની શેરપ્રાઈસ સ્ટ્રોન્ગ સપોર્ટ તરીકે કામ કરશે, આ શેરની પ્રાઈસ વધે તે પહેલા આ શેર ખરીદી લેવા જોઈએ.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર