Home /News /business /

Dolly Khanna Portfolio: દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્નાએ આ સ્ટોકમાં વધાર્યો પોતાનો હિસ્સો, શેરે આપ્યું 60% વળતર

Dolly Khanna Portfolio: દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્નાએ આ સ્ટોકમાં વધાર્યો પોતાનો હિસ્સો, શેરે આપ્યું 60% વળતર

ડોલી ખન્નાના પોર્ટફોલિયોમાં સામેલ શેર

Dolly Khanna News: જાન્યુઆરી-માર્ચ 2022ના સમયગાળા માટે મેંગ્લોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, ડોલી ખન્ના પાસે 19,63,104 કંપનીના શેર છે, જે કંપનીની કુલ પેઇડ-અપ મૂડીના 1.66 ટકા છે.

મુંબઇ. પરિણામોની સિઝન શરૂ થાય તે પહેલા લીસ્ટેડ કંપનીઓએ જાન્યુઆરીથી માર્ચ 2022ના ત્રિમાસિક ગાળા માટે તેમની શેરહોલ્ડિંગ પેટર્ન (Share Holding Pattern) શેર કરવાનું શરૂ કરી દીધું છે. જે રિટેલ રોકાણકારો ડોલી ખન્નાના (Dolly Khanna Portfolio) શેરને ફોલો કરે છે, તેમના માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. ડોલી ખન્નાએ ચેન્નાઈ સ્થિત જાણીતા રોકાણકારે મેંગ્લોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ (Mangalore Chemicals & Fertilizers)માં પોતાનો હિસ્સો વધાર્યો છે. આ માહિતી તેના પોર્ટફોલિયો પર નજર રાખતા રોકાણકારો માટે ઘણી ઉપયોગી થઇ શકે છે. બીએસઈની વેબસાઈટ પર ઉપલબ્ધ Q4FY22 માટે કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ માર્કી ઈન્વેસ્ટરે કંપનીમાં પોતાનો હિસ્સો 1.45 ટકાથી વધારીને 1.66 ટકા કર્યો છે.

મેંગ્લોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સમાં શેરહોલ્ડર છે ડોલી ખન્ના


જાન્યુઆરી-માર્ચ 2022ના સમયગાળા માટે મેંગ્લોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, ડોલી ખન્ના પાસે 19,63,104 કંપનીના શેર છે, જે કંપનીની કુલ પેઇડ-અપ મૂડીના 1.66 ટકા છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 ક્વાર્ટર માટે કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, જે બીએસઈની વેબસાઇટ પર ઉપલબ્ધ છે ડોલી ખન્ના 17,16,896 શેર અથવા કંપનીમાં 1.45 ટકા હિસ્સો ધરાવતી હતી. એટલે કે, એસ રોકાણકારે નવા 2,46,208 શેર ખરીદ્યા છે અને હાલ તેણે કંપનીમાં પોતાનો હિસ્સો 0.21 ટકા વધાર્યો છે.

આ પણ વાંચો: સોના અને ચાંદીની કિંમતમાં આજે (12 એપ્રિલ) આવ્યો મોટો ઉછાળો

મેંગ્લોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ શેર પ્રાઇસ હિસ્ટ્રી


ડોલી ખન્નાએ હિસ્સો વધાર્યો છે તે શેર 2022માં તેના શેરહોલ્ડરોને શાનદાર વળતર આપી રહ્યો છે. છેલ્લાં પાંચ સેશનમાં તેમાં 20 ટકાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે છેલ્લા એક મહિનામાં ડોલી ખન્નાનો આ પોર્ટફોલિયો સ્ટોક રૂ.73થી વધીને રૂ.113 થયો છે, જે આ સમયગાળામાં 55 ટકાની આસપાસ છે. યર-ટૂ-ડેટ સમયમાં મેંગ્લોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સના શેરનો ભાવ આશરે રૂ. 71થી વધીને રૂ. 113ની સપાટીએ પહોંચી ગયો છે. જે YTDના સમયમાં અથવા 2022માં લગભગ 60 ટકાનો વધારો દર્શાવે છે.

આ પણ વાંચો: ટીસીએસના શેર ખરીદવા, હોલ્ડ કરવા કે સેલ કરવા?

એક નજર ડોલી ખન્નાના લેટેસ્ટ પોર્ટફોલિયો પર


જાન્યુઆરીથી માર્ચ 2021 ક્વાર્ટરમાં, ડોલી ખન્નાએ 4 નવા શેર ઉમેર્યા છે. ગોવા કાર્બન્સ, શારદા ક્રોપકેમ, સેન્ડુર મેન્ગેનીઝ એન્ડ આયર્ન ઓરેસ અને ખેતાન કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ. જ્યારે તેણે તેના છ પોર્ટફોલિયો શેરોમાં હિસ્સો વધાર્યો છે. Q4FY22માં ચેન્નઈ સ્થિત રોકાણકારે છ પોર્ટફોલિયો સ્ટોકમાં પણ હિસ્સો ઘટાડ્યો છે.

(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય રોકાણ અંગે સલાહ આપવામાં આવતી નથી.)
First published:

Tags: Dolly Khanna, Investment, Share market, Stock market, Stock tips

આગામી સમાચાર