Home /News /business /

Multibagger Stock: ડોલી ખન્નાનો આ શેર એક વર્ષમાં 300 ટકા ભાગ્યો, શું તમારી પાસે છે?

Multibagger Stock: ડોલી ખન્નાનો આ શેર એક વર્ષમાં 300 ટકા ભાગ્યો, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર સ્ટોક

Pondy Oxides and Chemicals Stocks: આ શેરમાં લાંબા સમયથી ટકી રહેલા રોકાણકારો માલામાલ થઈ ગયા છે. છેલ્લા 10 વર્ષના રોકાણ પર નજર કરીએ તો આ શેરે 3,600 ટકા રિટર્ન આપ્યું છે.

    નવી દિલ્હી: શેર બજારમાં રોકાણ કરતા લોકો હંમેશા મલ્ટીબેગર રિટર્ન (Multibagger stocks) આપતા શેર્સની શોધમાં હોય છે. જો આવો એક પણ શેર હાથમાં આવી જાય તો થોડા સમયમાં માલામલ થઈ જવાય છે. પોન્ડી ઓક્સાઇડ એન્ડ કેમિકલ લિમિટેડ (Pondy Oxides and Chemicals Limited) આવો જ એક શેર છે. છેલ્લા 12 મહિનામાં આ શેરે મલ્ટીબેગર રિટર્ન (Multibagger return) આપ્યું છે. આ શેરમાં દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્ના (Dolly Khanna) પણ હિસ્સો ધરાવે છે.

    એક વર્ષનું રિટર્ન


    છેલ્લા એક વર્ષમાં આ શેર 212.8 રૂપિયાથી 920 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે રોકાણકારોને આ દરમિયાન 330 ટકાનું વળતર મળ્યું છે. સોમવારે આ શેરમાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે જ શેર BSE પર ઑલ ટાઉમ હાઈ લેવલ પર પહોંચી ગયો હતો.

    આ શેરમાં લાંબા સમયથી ટકી રહેલા રોકાણકારો માલામાલ થઈ ગયા છે. છેલ્લા 10 વર્ષના રોકાણ પર નજર કરીએ તો આ શેરે 3,600 ટકા રિટર્ન આપ્યું છે. આ કંપનીની માર્કેટ કેપ 520 કરોડ રૂપિયા છે. હાલ શેર 5 દિવસ, 20 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર જોવા મળી રહ્યો છે.

    આ પણ વાંચો: આજે (19 એપ્રિલ) આ 20 શેરમાં થશે કમાણી જ કમાણી

    ડોલી ખન્નાની ભાગીદારી


    બીએસઈ પર જોવા મળેલી શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે ડોલી ખન્ના આ કંપનીના 2,11,461 શેર અથવા 3.6ટકા ભાગીદારી ધરાવે છે. માર્ચ 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક દરમિયાન આ ડેટા સામે આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે ડોલી ખન્ના 1996ના વર્ષથી ઘરેલૂ બજારમાં રોકાણ કરી રહ્યા છે. તેમનો પોર્ટફોલિયો તેમના પતિ રાજીવ ખન્ના મેનેજ કરે છે. ડોલી ખન્ના ખૂબ ઓછા જાણીતા ક્વોલિટી શેરની ખરીદી માટે જાણીતા છે. આ એવા શેર્સ હોય છે જે ભવિષ્યમાં મલ્ટીબેગર રિટર્ન આપી શકે છે.

    આ પણ વાંચો: આ બ્રોકરેજ હાઉસે પેટીએમના શેર માટે આપ્યું બાય રેટિંગ

    કંપનીનું પરિણામ


    ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં પોન્ડી ઓક્સાઇડ એન્ડ કેમિકલ્સે યર ટૂ યર નફામાં 344 ટકાનો વધારો નોંધાવ્યો હતો, જે 14 કરોડ રૂપિયા હતો. આ દરમિયાન પ્રોડક્ટ અને સર્વિસના વેચાણથી આવકમાં 41 ટકા વધારો થયો હતો, જે 413 કરોડ રૂપિયા રહી હતી.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી વિગત ફક્ત જાણકારી માટે છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર