ડોલી ખન્નાએ પોતાના પોર્ટફોલિયોમાં કર્યો બદલાવ, આ મલ્ટીબેગર શેરમાં વધાર્યું રોકાણ, શું તમારી પાસે છે?
ડોલી ખન્નાએ પોતાના પોર્ટફોલિયોમાં કર્યો બદલાવ, આ મલ્ટીબેગર શેરમાં વધાર્યું રોકાણ, શું તમારી પાસે છે?
ડોલી ખન્ના પોર્ટફોલિયો (પ્રતીકાત્મક તસવીર)
Dolly Khanna News: ડોલી ખન્નાનો પોર્ટફોલિયો (Dolly Khanna Portfolio) અનુસરતા રોકાણકારોને જાણકારી માટે જણાવી દઇએ કે, તેમણે NCL ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની ભાગીદારી વધારી છે.
મુંબઈ: દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્ના (Dolly Khanna)એ પોતાના પોર્ટફોલિયો (Dolly Khanna portfolio)માં ફરી સુધારો કર્યો છે. તેથી ડોલી ખન્નાનો પોર્ટફોલિયો અનુસરતા રોકાણકારોને જાણકારી માટે જણાવી દઇએ કે, તેમણે NCL ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની ભાગીદારી વધારી છે. જેણે ગત એક વર્ષમાં પોતાના રોકાણકારોને લગભગ તગડું રીટર્ન આપ્યું છે. ડોલી ખન્નાએ કંપનીના વધારાના 7,256 શેર ખરીદીને પોતાની ભાગીદારી 1.75 ટકાથી વધારીને 1.77 ટકા કરી દીધી છે.
NCLમાં ડોલી ખન્નાના ધરાવે છે આટલા શેર
જુલાઇથી સપ્ટેમ્બર, 2021 સુધીના ત્રિમાસિક ગાળા માટે એનસીએલ ઇન્ડસ્ટ્રીઝની શેરધારક પેટર્ન અનુસાર, ડોલી ખન્નાની પાસે કંપનીમાં 8,01,062 શેર એટલે કે 1.77 ટકા ભાગીદારી છે, જ્યારે જૂન 2021ના ત્રિમાસિક ગાળામાં કંપનીના અમુક જ રોકાણકારો પાસે 7,93,806 શેર એટલે કે 1.75 ટકા ભાગીદારી હતી. તેથી સ્પષ્ટ છે કે ડોલી ખન્નાએ કંપનીના વધારાના 7256 શેર ખરીદીને પોતાની ભાગીદારી લગભગ 0.02 ટકા વધારી દીધી છે.
NCL ઇન્ડસ્ટ્રીઝના શેરે આપ્યું 90 ટકા વળતર
ભૂતકાળ પર નજર કરીએ તો એનસીએલ ઇન્ડસ્ટ્રીઝના ડોલી ખન્નાના આ શેર આશરે રૂ. 175થી વધીને પ્રતિ શેર રૂ. 240ની કિંમતે પહોંચ્યા છે, જે છેલ્લા 6 મહિનામાં 35 ટકાના વધારાની નજીક છે. છેલ્લા વર્ષના આંડકાઓને ધ્યાનમાં લેતા આ સ્ટોક લગભગ રૂ. 126થી વધીને પ્રતિ શેર રૂ. 240ના સ્તરે પહોંચ્યા બાદ મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. આ સમયગાળામાં 90 ટકા વધારો નોંધાયો છે.
જોકે, ડોલી ખન્નાના શેરને લઇને શેર બજાર એક્સપર્ટ હજુ પણ તેજીમાં છે. તેમનું કહેવું છે કે એનસીએલ ઇન્ડસ્ટ્રીઝના શેરની કિંમત ટૂંક સમયમાં જ રૂ. 275ના સ્તર સુધી પહોંચી શકે છે.
શેર બજાર રોકાણકારોને ડોલી ખન્નાના આ પોર્ટફોલિયો શેરમાં ખરીદી કરવાની સલાહ આપતા ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર સુમિત બગડિયા જણાવે છે કે, “ચાર્ટ પેટર્ન પર એનસીએલનું વલણ સકારાત્મક દેખાઇ રહ્યું છે. આ કાઉન્ટર રૂ. 260થી રૂ. 275ના બજાર ભાવે ટૂંકા ગાળાના ટાર્ગેટ માટે શેર બજાર સ્તરે રૂ. 230 પર સ્ટોપ લોસ જાળવવા ખરીદી શકાય છે.”
(નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદીની સલાહ આપવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર