Home /News /business /

ડોલી ખન્નાના પોર્ટફોલિયોના આ ફેવરિટ શેરમાં સતત Lower Circuit, શું હાલ રોકાણ કરવું યોગ્ય રહેશે?

ડોલી ખન્નાના પોર્ટફોલિયોના આ ફેવરિટ શેરમાં સતત Lower Circuit, શું હાલ રોકાણ કરવું યોગ્ય રહેશે?

ભારતીય શેર બજાર.

Ajanta Soya Stock: ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયા (Sumeet Bagadia)એ કહ્યું કે, અજંતા સોયા હાલ Bear Zoneમાં છે અને તાત્કાલિક સપોર્ટ રૂ. 180ની આસપાસ જોવા મળી રહ્યો છે.

નવી દિલ્હી: કોરોના મહામારીની ત્રીજી લહેરમાંથી બહાર આવી રહેલા ભારતીય શેર બજાર (Indian stock market)ને મોંઘવારી અને અમેરિકામાં વ્યાજદરમાં વધારાનો હાઉ અને હવે રશિયા-યુક્રેન વચ્ચે વધી રહેલ તંગદિલીએ હચમચાવી નાખ્યાં છે. છેલ્લા ત્રણ જ દિવસમાં દલાલ સ્ટ્રીટમાં 10 લાખ કરોડનું મસમોટું ધોવાણ જોવા મળ્યું છે. આ કડાકામાં સામાન્ય રોકાણકારની સાથે બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા (Big Bull Rakesh Jhunjhunwala) અને ડોલી ખન્ના (Dolly Khanna) જેવા દિગ્ગજ રોકાણકારોની બેસ્ટ પિક સ્ટોકમાં કડાકો જોવા મળ્યો છે.

ડોલી ખન્નાની બેસ્ટ પિક અજંતા સોયા (Ajanta Soya)નો શેર આજે એટલે કે ચોથી માર્ચના રોજ ઇન્ટ્રા ડે દરમિયાન 194 રૂપિયાના સ્તર પર પહોંચ્યો હતો. બપોરે બે વાગ્યે શેર 0.45 ટકા તૂટીને 200 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

આ ઈન્વેસ્ટર ફ્રેન્ડલી શેરમાં સતત નીચલી સર્કિટથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. પરંતુ રિસ્ક હૈ તો ઈશ્ક હૈ તેમ જો ડોલી ખન્ના જેવા દિગ્ગજ રોકાણકાર (Dolly Khanna Portfolio) આ શેરમાં ઈન્વેસ્ટ કરીને લાંબાગાળાના આયોજન સાથે બેઠા છે તો સામાન્ય રોકાણકારો માટે આ લેવલેથી અથવા અહિંથી પણ શેર જો નીચે મળે તો ખરીદારી કરવાની ઉત્તમ તક મળી રહી છે, તેમ માનીને રોકાણ કરવાની સલાહ વિશ્લેષક જૂથ આપી રહ્યું છે.

શેર પર નિષ્ણાતોનો અભિપ્રાય

ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયા (Sumeet Bagadia)એ કહ્યું કે, અજંતા સોયા હાલ Bear Zoneમાં છે અને તાત્કાલિક સપોર્ટ રૂ. 180ની આસપાસ જોવા મળી રહ્યો છે પરંતુ, જો આ લેવલ પણ તૂટશે તો શેરમાં વધુ ડાઉનસાઈડ જોવા મળી શકે છે.

બજાર એક્સપર્ટસનું સમૂહ આ શેરથી દૂર રહેવાનું સૂચવી રહ્યું છે. શેરમાં ટૂંકાગાળામાં 150નું લેવલ પણ જોવા મળી શકે છે. ડામેન્ટલ પર વાત કરતા પ્રોફિટમાર્ટ સિક્યોરિટીસના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્શરે કહ્યું કે, આ એક કોમોડિટી સ્ટોક છે જેને બજારના ઉતાર-ચઢાવની સાથે ક્રોપ યીલ્ડ (પાક), વરસાદ, માવડું, ખાતર-કેમિકલની અછત સહિતના અનેક પરિબળો અસર કરે છે.

આ પણ વાંચો: આ Multibagger સ્ટૉકની લાગી ગઈ વાટ! આજે ફરી લાગી લોઅર સર્કિટ

શેરની હિસ્ટ્રી પર એક નજર

છેલ્લા 6 મહિનાના ભાવ ચાર્ટ પર નજર કરીએ તો NSE પર ₹307.45ની ઉચ્ચતમ સપાટી દર્શાવ્યા બાદ અજંતા સોયાના શેરનો ભાવ સતત ઘટી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં શેરમાં 30 ટકાથી વધુનો કડાકો જોવા મળ્યો છે. જોકે છેલ્લા 6 મહિનામાં શેરમાં રોકાણકારોને 70 ટકાનું બમ્પર વળતર પણ મળ્યું છે. 2021ના મલ્ટીબેગર શેર્સમાં અજંતા સોયાનો સમાવેશ થાય છે. કારણ કે તેણે છેલ્લા એક વર્ષમાં શેરધારકોને 175 ટકાથી વધુ વળતર આપ્યું છે.

આ પણ વાંચો: એક ફોન કૉલથી ભારતપેમાંથી અશ્નીર ગ્રોવરે આપવું પડ્યું રાજીનામું

અજંતા સોયામાં ડોલી ખન્નાનો હિસ્સો

આંકડા મુજબ ડિસેમ્બર 2021 ક્વાર્ટરની અજંતા સોયાની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ દિગ્ગજ રોકાણકાર પાસે કંપનીના 1,78,500 શેર છે, જે કંપનીની કુલ ઈક્વિટી કેપિટલના 1.11 ટકા છે. ડોલી ખન્નાએ નવેમ્બર, 2021માં પોતાના પોર્ટફોલિયોમાં આ કોમોડિટી સ્ટોક ઉમેર્યો હતો અને 1.40 લાખ શેર ₹147.72 ના ભાવે ખરીદ્યા હતા. આનો અર્થ થાય છે કે ડોલી ખન્નાએ Q3FY22માં અન્ય સમયગાળામાં કંપનીમાં તેમની શેરહોલ્ડિંગ વધારી હતી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Dolly Khanna, Investment, Multibagger Stock, Stock tips

આગામી સમાચાર