ડોલી ખન્નાના આ શેરમાં રોકાણકારો થયા માલામાલ, 1 લાખ રૂપિયા બની ગયા 1.99 કરોડ રૂપિયા

ડોલી ખન્નાના પોર્ટફોલિયોનો શેર

Dolly Khanna portfolio stock: મિન્ટના જણાવ્યા પ્રમાણે રામા ફોસ્ફેટ્સ શેર 2021ના વર્ષનો મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock 2021) છે. આ શેર છેલ્લા 20 વર્ષમાં 19,641% વધ્યો છે.

  • Share this:
    મુંબઈ: Dolly Khanna multibagger stock: ડોલી ખન્ના (Dolly Khanna portfolio) ઓછા જાણીતા સ્ટૉકમાં રોકાણ કરીને તમાંથી તગડો નફો લેવા માટે જાણીતા છે. ચેન્નાઈ સ્થિત રોકાણકાર ડોલી ખન્નાએ એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર દરમિયાન સાત નવા સ્ટોક પોતાના પોર્ટફોલિયોમાં ઉમેર્યાં હતા. જેમાંથી એક સ્ટોક રામા ફોસ્ફેટ્સ (Rama Phosphates) છે. નાણાકીય વર્ષ 2022ના બીજા ક્વાર્ટર દરમિયાન ફર્ટિલાઇઝર બનાવતી આ કંપનીનો શેર 264.55 રૂપિયાથી વધીને 301.60ર રૂપિયા થયો છે. સપ્ટેમ્બરમાં પૂરા થતાં ક્વાર્ટર દરમિયાન આ શેરે 14% વળતર આપ્યું છે. આ દરમિયાન NSE નિફ્ટીએ 12% જ્યારે BSEએ 12.65% વળતર આપ્યું છે.

    મિન્ટના જણાવ્યા પ્રમાણે રામા ફોસ્ફેટ્સ શેર 2021ના વર્ષનો મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock 2021) છે. આ શેર છેલ્લા 20 વર્ષમાં 19,641% વધ્યો છે. 20 સપ્ટેમ્બર, 2001ના રોજ બીએસઈ બંધ ભાવ પ્રમાણે આ શેરની કિંમત 1.55 રૂપિયા હતી. જે વધીને 306 (આજે BSE પર ઇન્ટ્રાડે હાઇ) રૂપિયા થઈ છે.

    રામા ફોસ્ફેટ્સ શેરના મૂલ્યનો ઇતિહાસ

    રામા ફોસ્ફેટ્સ શેરની કિંમતનો ઇતિહાસ તપાસીએ તો આ શેર છેલ્લા ત્રણ મહિનામાં 14% વધ્યો છે. જ્યારે છેલ્લા છ મહિનામાં આ શેર 113% વધ્યો છે. ડોલી ખન્નાના પોર્ટફોલિયોમાં રહેલો આ શેર છેલ્લા પાંચ વર્ષમાં 58.30 રૂપિયાથી 306 રૂપિયા સુધી પહોંચ્યો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન શેર આશરે 410% વધ્યો છે.

    છેલ્લા 10 વર્ષની વાત કરવામાં આવે તો આ શેર 42.15 રૂપિયા (7 ઓક્ટોબર, 2011ના રોજ બીએસઈ પર બંધ ભાવ)થી વધીને આજે 306 રૂપિયા પર પહોંચ્યો છે. એટલે કે આ દરમિયાન આ શેર 625% વધ્યો છે. જ્યારે 20 વર્ષની વાત કરીએ તો આ શેર 1.55 રૂપિયાથી વધીને 306 રૂપિયા સુધી પહોચ્યો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન શેર 197 ગણો વધ્યો છે.

    રોકાણ પર અસર

    >> ડોલી ખન્નાના આ શેરમાં જો કોઈ રોકાણકારે ત્રણ મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1.14 લાખ રૂપિયા હોય.

    >> જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 2.13 લાખ રૂપિયા હોય.

    >> જો કોઈએ એક વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હો તો આજે તેની કિંમત 5.25 લાખ રૂપિયા હોય.

    આ પણ વાંચો: Dalal Street this Week: આ અઠવાડિયે આટલા ફેક્ટરો નક્કી કરશે બજારની દશા અને દિશા 

    >> આ જ રીતે જો કોઈએ 5 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે એ 1 લાખની કિંમત 5.10 લાખ રૂપિયા હોય.

    >> જો કોઈએ 10 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે એ 1 લાખ રૂપિયા 7.25 લાખ રૂપિયા બની જતા.

    >> જો કોઈ રોકાણ કારે આવી જ રીતે 20 વર્ષ પહેલા 1.55 રૂપિયાની કિંમતે આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયા 1.97 કરોડ રૂપિયા બની જતા. આ વાત પરથી એવું પણ સાબિત થાય છે કે શેર બજારમાં સારા વળતર માટે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: