Home /News /business /

Dolly Khanna Portfolio: 2021માં 155% વળતર આપનારા શેરમાં ડોલી ખન્ના સહિતના રોકાણકારોએ કર્યું રોકાણ

Dolly Khanna Portfolio: 2021માં 155% વળતર આપનારા શેરમાં ડોલી ખન્ના સહિતના રોકાણકારોએ કર્યું રોકાણ

મલ્ટીબેગર સ્ટોક 2021

Dolly Khanna Portfolio: બીએસઈની વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલી અજંતા સોયા (Ajanta Soya)ની બલ્ક ડીલ પ્રમાણે ડોલી ખન્નાએ 147.72 રૂપિયા પ્રતિ શેરના ભાવથી કંપનીના 1.40 લાખ શેર્સ ખરીદ્યા છે.

    મુંબઈ. Dolly Khanna portfolio: ચેન્નાઈ સ્થિત રોકાણકાર ડોલી ખન્ના (Dolly Khanna) નાના સ્ટોકમાં રોકાણ કરવા માટે જાણીતા છે. તેઓ એવા નાના શેરમાં રોકાણ કર છે જેમાં મોટું વળતર મળે છે. આવો જ એક શેર અજંતા સોયા 2021ના વર્ષનો મલ્ટીબેગર સ્ટોક (Ajanta Soya Multibagger stock 2021) સાબિત થયો છે. બીએસઈ પર અંજતા સોયાની બલ્ક ડીલ (Bulk deal)ના આંકડા પ્રમાણે ડોલી ખન્નાએ આ કંપનીના 1,40,000 શેર ખરીદ્યા છે. ડોલી ખન્નાએ 147.72 રૂપિયા પ્રતિ શેરના ભાવથી આ શેર્સ ખરીદ્યા છે.

    અજંતા સોયામાં ડોલી ખન્નાની ડીલ

    બીએસઈની વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલી અજંતા સોયાની બલ્ક ડીલ પ્રમાણે ડોલી ખન્નાએ 147.72 રૂપિયા પ્રતિ શેરના ભાવથી અંજતા સોયાના 1.40 લાખ શેર્સ ખરીદ્યા છે. આનો મતલબ એવો થાય કે ડોલી ખન્નાએ આ કંપનીમાં કુલ ₹2,06,80,800 (₹147.72 x 140000)નું રોકાણ કર્યું છે. બીએસઈના જણાવ્યા પ્રમાણે આ ડીલ 22મી નવેમ્બરના રોજ થઈ હતી.

    અન્ય રોકાણકારોનું અજંતા સોયામાં રોકાણ

    ડોલી ખન્ના જ નહીં પરંતુ અન્ય રોકાણકારોએ પણ બલ્ક ડિલ્સમાં અજંતા સોયાના શેરની ખરીદી કરી છે. 28મી જૂન 2021 અને 30 જૂન 2021ના રોજ અરુણ કુમાર જૈને ક્રમશ: 93,257 અને 93,382 શેર્સ ખરીદ્યા હતા. 28 જૂન, 2021ના રોજ થયેલી ડીલ પ્રમાણે અરુણ કુમારે 117.05 રૂપિયા પ્રતિ શેર કિંમત ચૂકવી હતી. જ્યારે 30 જૂન, 2021ના રોજ થયેલી ડીલ પ્રમાણે અરુણ કુમારે 117.92 રૂપિયા પ્રતિ શેર કિંમત ચૂકવી હતી.

    10મી ઓગસ્ટ 2021ના રોજ એમ.કે. ગર્ગ એન્ડ કંપનીએ બલ્ક ડીલ મારફતે અજંતા સોયાના 1,24,000 શેર ખરીદ્યા હતા.

    અંજતા સોયા શેરની કિંમત

    અજંતા સોયાનો શેર 2021ના વર્ષનો મલ્ટીબેગર સ્ટોક છે. ડોલી ખન્નાના પોર્ટફોલિયોના આ શેર આ વર્ષે 60 રૂપિયાથી વધીને 153 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ વર્ષે તેણે રોકાણકારોને 155 ટકા વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ શેરમાં રોકાણકારોને આશરે 225 ટકા વળતર મળ્યું છે. જો પાંચ વર્ષની વાત કરવામાં આવે તો આ શેરમાં રોકાણકારોને 375 ટકા વળતર પ્રાપ્ત થયું છે.

    આ પણ વાંચો: 36 પૈસાનો શેર 94 રૂપિયાનો થયો, છ મહિનામાં 1 લાખ રૂપિયા બની ગયા રૂ. 2.50 કરોડ, શું તમારી પાસે છે?

    Multibagger stock: 20 હજારનું રોકાણ બની ગયું 1 કરોડ રૂપિયા

    કોઈ શેરમાં રોકાણ (Investment in stock) કરવાનો મતલબ થાય છે કે કંપનીના બિઝનેસમાં રોકાણ કરવું. શેર બજારમાં હંમેશા લાંબા સમય સુધી રોકાણ (Long term investment) કરવાની સલાહ આપવામાં આવે છે. 'ધીરજના ફળ મીઠા' હોય તે કહેવત અહીં ખૂબ લાગૂ પડે છે. કોઈ સારા શેરમાં લાંબા સમય સુધી ટકી રહેવાથી તેમાં અનેકગણું વળતર મળતું હોય છે. લાંબા સમય સુધી ટકી રહેવાથી કેટલું વળતર મળી શકે તેનું ઉત્તમ ઉદાહણ ભારત રસાયણ શેર (Bharat Rasayan shares) છે. છેલ્લા 20 વર્ષમાં ભારત રસાયણ સ્ટૉક 20 રૂપિયાના સ્તરથી વધીને 9895 રૂપિયા સુધી (Multibagger stock 2021) પહોંચ્યો છે. આ દરમિયાન આ શેરમાં 500 ગણો વધારો આવ્યો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Dolly Khanna, Investment, Multibagger Stock, Share market, Stock tips

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन