Home /News /business /

Dolly Khanna portfolio: આ શેરે એક વર્ષમાં આપ્યું 140% વળતર, શું હજુ પણ રોકાણનો મોકો છે?

Dolly Khanna portfolio: આ શેરે એક વર્ષમાં આપ્યું 140% વળતર, શું હજુ પણ રોકાણનો મોકો છે?

ડોલી ખન્નાનો પોર્ટફોલિયો (પ્રતીકાત્મક તસવીર)

Dolly Khanna portfolio: નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ શેરમાં મોકો છે, કારણ કે તે પોતાના 100 દિવસના DMA (Days Moving avergae)થી ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યો છે.

    મુંબઈ: જો તમે ડોલી ખન્નાના પોર્ટફોલિયો (Dolly Khanna portfolio)ને ફૉલો કરતા હશો તો તમે KCP શેરની ચાલ વિશે સાંભળ્યું હશે. આ વર્ષે અત્યારસુધી KCPva શેર 72.60 રૂપિયાથી વધીને 135 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે 2021ના વર્ષમાં KCPના શેરોએ રોકાણકારોને 90% વળતર આપ્યું છે. જ્યારે આ સમયગાળા દરમિયાન BSE સ્મૉલ કેપ ઇન્ડેક્સ (Small cap Index)માં 58% તેજી જોવા મળી છે. શેર બજારના નિષ્ણાતો ડોલી ખન્નાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરને હજુ પણ બુલિશ (Bullish) માને છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે 140% રિટર્ન આપ્યું હતું.

    નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ શેરમાં મોકો છે, કારણ કે તે પોતાના 100 દિવસના DMA (Days Moving avergae)થી ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યો છે. આશા છે કે KCPનો શેર 145 રૂપિયાનું લેવલ પાર કરીને શૉર્ટ ટર્મમાં 175 રૂપિયા સુધી જઈ શકે છે. જોકે, લૉંગ ટર્મ માટે રોકાણ કરવા માંગતા લોકો 145 રૂપિયાનું લેવલ પાર થયા બાદ રોકાણ કરી શકે છે. જે બાદમાં KCP શેરનો આગામી ટાર્ગેટ 400 રૂપિયા છે.

    મિન્ટ પ્રમાણે Swastika Investmartના રિસર્ચ હેડ સંતોષ મીણાએ KCPના શેર અંગે કહ્યુ છે કે, "કેસીપીમાં મજબૂત બુલિશ મોમેન્ટમ છે. આ શેર 100 રૂપિયાની DMAથી ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યો છે. KCPના બ્રેકઆઉટ પછી તેમાં તેજી આવવાની આશા છે. શેરનો પ્રથમ પડકાર 145 રૂપિયા છે. તેના ઉપર KCP શેર 170-175 રૂપિયા સુધી જઈ શકે છે. જો શેર 145 રૂપિયાનું બ્રેકઆઉટ ન તોડી શકે તો તેના માટે 132 રૂપિયાનો મજબૂત સપોર્ટ છે. તેના નીચે જો KCPના શેર જાય છે તો ટૂંકા ગાળામાં ઘટાડો આવી શકે છે."

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલા vs વિજય કેડિયા vs ડોલી ખન્ના: Q2FY22માં કોને કયા શેરમાં રોકાણ કર્યું, કેટલું વળતર મળ્યું? 

    ડોલી ખન્નાની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે જૂન 2021 ત્રિમાસિક દરમિયાન ચેન્નાઈ સ્થિત આ દિગ્ગજ રોકાણકાર પાસે KCPના 55,87,291 શેર છે. આ પ્રમાણે તેમની પાસે કંપનીનો કુલ 4.33% હિસ્સો છે.

    આ પણ વાંચો: ડોલી ખન્નાના આ શેરમાં રોકાણકારો થયા માલામાલ, 1 લાખ રૂપિયા બની ગયા 1.99 કરોડ રૂપિયા

    KCPનો બિઝનેસ અનેક ક્ષેત્રમાં ફેલાયેલો છે. આ કંપની સીમેન્ટ, ખાંડ, હેવી એન્જીનિયરિંગ, પાવર જનરેશન અને હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં બિઝનેસ કરે છે. FIIનું પણ આ શેરમાં ખૂબ મોટું રોકાણ છે. કંપનીના પ્રમોટર્સ અને FIIએ પોતાનો હિસ્સો વધાર્યો છે. Equity99ના સહ-સંસ્થાપક રાહુલ શર્માએ KCPના શેરને બુલિશ કહ્યો છે, અને 400 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Dolly Khanna, Investment, Stock tips

    આગામી સમાચાર