ડોલી ખન્નાએ 200% વળતર છતાં આ મલ્ટીબેગર શેરમાં પોતાનું રોકાણ ઘટાડ્યું, શું તમારી પાસે છે?

ડોલી ખન્ના પોર્ટફોલિયો.

Latest Dolly Khanna portfolio: સારા વળતર છતાં ડોલી ખન્નાએ પોતાના પોર્ટફોલિયો (Dolly Khanna portfolio)માંથી એક શેરમાં રોકાણ ઓછું કર્યું છે.

  • Share this:
    મુંબઈ: ચેન્નાઈ સ્થિત દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્ના મિડ એન્ડ સ્મૉલકેપ (Mid & Smallcap) શેરમાંથી છૂપા રુસ્તમ શેર પસંદ કરવા માટે જાણીતા છે. ડોલી ખન્નાના શેરમાં લાંબા ગાળે ખૂબ મોટું વળતર આપવાનો રેકોર્ડ રહ્યો છે. જોકે, તાજેતરમાં કંઈક ઉલટો ટ્રેન્ડ જોવા મળ્યો છે. સારા વળતર છતાં ડોલી ખન્નાએ પોતાના પોર્ટફોલિયો (Dolly Khanna portfolio)માંથી એક શેરમાં રોકાણ ઓછું કર્યું છે. હકીકતમાં ડોલી ખન્નાએ Deepak Spinners શેરમાં પોતાનો હિસ્સો ઓછો કર્યો છે.

    આ શેર 2021માં મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock 2021) સાબિત થયો છે. આ દરમિયાન શેરમાં 200 ટકાથી વધારે તેજી જોવા મળી છે. આટલા સારા વળતર છતાં ડોલી ખન્નાએ આ શેરમાં પોતાની ભાગીદારી 2.07 ટકાથી ઘટાડીને 1.57 ટકા કરી છે.

    જુલાઈથી સપ્ટેમ્બર ત્રિસામિક શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે ડોલી ખન્ના પાસે દીપક સ્પીનર્સ (Deepak Spinners)ના 1,12,781 શેર અથવા 1.57 ટકા ભાગદારી હતી. જ્યારે જૂન ત્રિસામિક શેર હોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો ડોલી ખન્ના પાસે આ કંપનીના 1,48,499 ઇક્વિટી શેર હતા, જે કંપનીમાં 2.07 ટકા ભાગીદારી સમાન હતા. આથી એવો અંદાજ લગાવી શકાય કે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયા ડોલી ખન્નાએ આ કંપનીના 35,718 શેર અથવા 0.50 ટકા ભાગીદારી ઓછી કરી છે.

    આ પણ વાંચો: ડોલી ખન્નાએ પોતાના પોર્ટફોલિયોમાં કર્યો બદલાવ, આ મલ્ટીબેગર શેરમાં વધાર્યું રોકાણ, શું તમારી પાસે છે?

    ખાસ વાત તો એ છે કે અત્યારસુધી વાર્ષિક ધોરણે ખૂબ જ સારું વળતર આપવ છતાં ડોલી ખન્નાએ આ શેરમાં પોતાનો હિસ્સો ઘટાડ્યો છે. આ સ્ટોકે 2021ના વર્ષમાં અત્યારસુધી રોકાણકારોને 220%નું શાનદાર વળતર આપ્યું છે. આ દરમિયાન શેરની કિંમત 78 રૂપિયાથી વધીને 248 રૂપિયા થઈ છે.

    છેલ્લા છ મહિનામાં આ શેર 94 રૂપિયાથી વધીને 248 રૂપિયા પર પહોંચ્યો છે. એટલે કે આ સમયગાળા દરમિયા આ શેરે 165% વળતર આપ્યું છે. જોકે, છેલ્લા એક મહિનામાં આ શરે દબાણ હેઠળ રહ્યો છે. આ દરમિયા આ શેરમાં રોકાણકારોને ફક્ત 7 ટકા જ વળતર મળ્યું છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલા vs વિજય કેડિયા vs ડોલી ખન્ના: Q2FY22માં કોને કયા શેરમાં રોકાણ કર્યું, કેટલું વળતર મળ્યું?

    રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા મોટર્સમાં ભાગીદારી ઘટાડી

    બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala )નું ટાટા ગ્રુપ (Tata group)ની કંપનીઓમાં મોટું રોકાણ છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ સતત બીજા ક્વાર્ટર દરમિયાન ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ (Rakesh Jhunjhunwala stake in Tata Motors)માં પોતાનું રોકાણ ઓછું કર્યું છે. એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર દરમિયાન ભારતના વોરેન બફેટ ગણાતા બિગ બુલે (Big Bull) આ શેરમાં પોતાનું રોકાણ ઘટાડ્યું હતું. જે બાદમાં સતત બીજા ક્વાર્ટર એટલે કે સપ્ટેમ્બર 2021ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં પણ રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં પોતાની ભાગીદારી ઓછી કરી છે. ટાટા મોટર્સના શેરમાં આ વર્ષે 175% તેજી જોવા મળી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: