ઘરબેઠા પૈસા કમાવવામાં ઉસ્તાદ છે આ હાઉસ વાઈફ! કરી 700 કરોડની કમાણી

તેમની સફળતાના કારણે દલાલ સ્ટ્રીટ પર તેમને ફોલો કરનારા લોકોની સંખ્યા વધી છે. જોકે, કોઈ નથી જાણતું કે, ડોલી ખન્ના કોણ છે?

News18 Gujarati
Updated: April 25, 2019, 7:10 PM IST
ઘરબેઠા પૈસા કમાવવામાં ઉસ્તાદ છે આ હાઉસ વાઈફ! કરી 700 કરોડની કમાણી
તેમની સફળતાના કારણે દલાલ સ્ટ્રીટ પર તેમને ફોલો કરનારા લોકોની સંખ્યા વધી છે. જોકે, કોઈ નથી જાણતું કે, ડોલી ખન્ના કોણ છે?
News18 Gujarati
Updated: April 25, 2019, 7:10 PM IST
શેર બજારમાંથી મોટો નફો કરનારી ડોલી ખન્ના રોકાણકારોની દુનિયામાં મોટુ નામ બની ગઈ છે. ચેન્નાઈની રહેવાસી અને જાણીતી રોકાણકાર ડોલી ખન્ના પાસે સાચા સમય પર કેટલાએ ઘણો રિટર્ન આપતા શેરોની ઓલખ કરલાની એક કળા છે. ડોલી ખન્ના તેમના પતિ રાજીવ ખન્નાએ 1996થી શેરમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. તેમનું શરૂઆતનું રોકાણ 1 કરોડ રૂપિયાનું હતું. કેટલાક રિપોર્ટ્સ અનુસાર, હવે તેનો પોર્ટફોલિયો 700 કરોડ રૂપિયાનો થઈ ગયો છે. જોકે, આજ દીન સુધી તેમણે સીધી રીતે મીડિયા સાથે વાતચીત નથી કરી.

તમને જણાવી દઈએ કે, ડોલી ખન્ના અને તેમના પતિ રાજીવ ખન્નાએ કેટલાક શેરના ખરાબ પ્રદર્શન બાદ તેમાં પોતાની ભાગીદારી ઘટાડી દીધી છે. 22 એપ્રિલના રોજ 11 કંપનીઓએ શોરહોલ્ડિંગ ડેટા જાહેર કર્યો. આ 11 કંપનીઓના શેર ડોલી ખન્નાના પોર્ટપોલિઓમાં સામેલ છે. શોરહોલ્ડિંગ ડેટા અનુસાર, ડોલી ખન્નાએ 9 કંપનીઓમાં પોતાની ભાગીદારી ઓછી કરી છે.

કોણ છે ડોલી ખન્ના - મીડિયા રિપોર્ડ્સ અનુસાર, ડોલી ખન્ના એક હાઉસ વાઈફ છે. તે પોતાનું રોકાણ ખુદ જ મેનેજ કરે છે. ચેનન્નાઈની રહેવાસી ખન્નાને શેર બજારમાં પૈસા લગાવવાનો શોખ છે. તેમણે 1995માં પોતાનો આઈસ્ક્રિમ બિઝનેસ યૂનીલિવર વેંચી દીધો હતો. બિઝનેસ વેચીને જે પૈસા મળ્યા, રાજીવ ખન્નાએ તેને 1996-97માં પહેલી વખત શેર બજારમાં લગાવવાનું શરૂ કર્યું હતું. ખન્નાએ એજ જણાવ્યું કે, તેમણે એક શોખ તરીકે આ શરૂ કર્યું હતું.

ડોલી ખન્ના કયા શેરોમાં કરે છે રોકાણ - ડોલીનું રોકાણ મોટાભાગે નાના શેરમાં હોય છે. તેમની સફળતાના કારણે દલાલ સ્ટ્રીટ પર તેમને ફોલો કરનારા લોકોની સંખ્યા વધી છે. જોકે, કોઈ નથી જાણતું કે, ડોલી ખન્ના કોણ છે? આ આશ્ચર્ય કરવાની વાત છે કેમ કે, સ્ટાર ઈન્વેસ્ટર્સ સાથે દલાલ સ્ટ્રીટ સેલિબ્રિટી જેવો વ્યવહાર કરે છે. કોઈ નથી જાણતું કે, ડોલી કેવી દેખાય છે. જોકે, ટ્રેડર્સના બ્લોક પર તેમની આઈડેન્ટિટીના કેટલાક વર્ઝન મળે છે.

હવે ક્યાં લગાવી રહી છે પૈસા - તેમના પોર્ટફોલિયોમાં સામેલ મોટાભાગના શેરે 2019માં અત્યાર સુધીમાં નેગેટિવ રિટર્ન આપ્યું છે. ડોલી ખન્ના અને તેમના પતિએ એ શેરમાં પ્રોફિટ બુકિંગ કરી લીધુ છે, જેની વેલ્યુએશન વધારે છે. આમાં મુખ્યરૂપથી મિડ અને સ્મોલ કેપ શેર છે.

માર્ચ 2019 ત્રિમાસિક પરિણામ આવ્યા બાદ જે કંપનીઓમાં ડોલી ખન્નાએ પોતાની ભાગીદારી ઘટાડી તેમાં IFB એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, જેકે પેપર, મુથૂટ કેપિટલ, નીલકમલ, નોસિલ, રેલ ઈન્ડસ્ટ્રીઝ, RSWM, રૂચિરા પેપર્સ અને સોમ ડિસ્ટિલરીઝ એન્ડ બ્રુવરિઝ સામેલ છે. આ દરમ્યાન આ લોકોએ બે કંપનીઓમાં પોતાની ભાગીદારી વધારી પણ છે. જેમાં રેડિકો ખેતાન અને બટરફ્લાય ગાંધિમતી એપ્લાએન્સેઝ છે.
Loading...

બજાર હજુ 2018ના કડાકામાંથી બહાર નથી આવ્યું. સ્મોલ અને મિડકેપ શેર હજુ પણ પોતાના લાઈફ ટાઈમ હાઈથી ઘણુ નીચે ટ્રેડ કરી રહ્યું છે. જે 11 કંપનીઓમાં ડોલી અને રાજીવ ખન્નાએ રોકાણ કર્યું હતું તેમાં 40 ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે.

બટરફ્લાય ગાંધીમતિ એપ્લાએન્સેઝમાં ડોલી ખન્નાએ 1 ટકો ભાગીદારી વધારી છે. આ શેર આ વર્ષે 40 ટકા પડી ચુક્યો છે. કંપની સ્ટેનલેસ સ્ટીલના પ્રેશર કુકર, સ્ટેનલેસ સ્ટીલના એલપીજી સ્ટવ અને અનબ્રેકેબલ સ્ટેનલેસ સ્ટીલના વેક્યૂમ ફ્લાસ્ક બનાવે છે. કિચન અને ઘર માટેના આ કંપનીની કેટલીએ અન્ય પ્રોડક્ટો પણ છે. ખન્નાએ રેડિકો ખેતાનમાં પણ પોતાની ભાગીદારી વધારી છે. 2019માં આ વર્ષે તેના સેરમાં 15 ટકા ઘટાડો નોંધાઈ ચુક્યો છે.
First published: April 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...