Home /News /business /દશેરા, દિવાળી સમયે શરું કરો સુપરહિટ બિઝનેસ, જલ્દી બનાવી શકે લખપતિ

દશેરા, દિવાળી સમયે શરું કરો સુપરહિટ બિઝનેસ, જલ્દી બનાવી શકે લખપતિ

તહેવારો સમયે આ બિઝનેસ તમને તગડી કમાણી કરાવી શકે અને તેના પછી પણ આખું વર્ષ સાઈડ ઈન્કમ ચાલુ જ રહે.

Business Idea: આજના સમયમાં તહેવારો જ નહીં આખું વર્ષ કેટલાક બિઝનેસ ખૂબ ચાલતા હોય છે. તેમાં પણ જ્યારે નવરાત્રી દીવાળી જેવા તહેવાર આવે તેમાં ખૂબ જ ઉછાળો જોવા મળે છે. આ બિઝનેસમાં રુમ ડેકોર (Room Decor), રમકડા (Toys), વૉલ પેન્ટિંગ (Wall Painting) અને રંગોળી (Wall Painting) સહિતની વસ્તુઓની ખૂબ જ માગણી રહે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ આજના મોંઘવારીના યુગમાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે નોકરીની સાથે સાથે થોડી વધારાની કમાણીનો કોઈ વિકલ્પ હોય તો સારું. જો તમે પણ કેટલીક વધારાની કમાણી શોધી રહ્યા છો, તો તમારી કુશળતા અનુસાર, તમે દર મહિને લાખો રૂપિયા સરળતાથી કમાઈ શકો છો. અમે તમને આવા જ કેટલાક આઈડિયા આપી રહ્યા છીએ. જ્યાં તમે તમારી આવડત પ્રમાણે વધારાની કમાણી કરીને તમારું ભવિષ્ય સુધારી શકો છો. બીજી મહત્વની વાત એ છે કે આ વેપાર માટે તમારે ખૂબ જ સામાન્ય રોકાણ કરવાની જ જરૂર પડે છે, છતાં તમે સરળતાથી મોટી કમાણી કરી શકો છો.

  આ પણ વાંચોઃ એક સમયે રુપિયા ઉધારમાં શોધવા નીકળતા, આજે તુલસીની ખેતીથી કરે છે લાખોમાં કમાણી

  ઓછા બજેટમાં બિઝનેસ શરૂ કરો


  આજના સમયમાં રૂમની સજાવટ, રમકડા, વોલ પેઈન્ટિંગ કે ફેસ્ટિવલમાં ઝટપટ બનાવી શકાય તેવી રંગોળીની ઘણી માંગ રહે છે. ઓછા બજેટમાં આ બિઝનેસ શરૂ કરીને સારી કમાણી કરી શકાય છે. ઓછા ખર્ચે આવો ધંધો શરૂ કરીને સફળતા મેળવી શકાય છે. તમે આમાંથી કોઈ એક બિઝનેસ કે બધા જ બિઝનેસ એક સાથે કરી શકો છો.

  વોલ પેઈન્ટીંગનો બિઝનેસ


  આજકાલ બધે જ કોઈને કોઈ પ્રકારે ડેકોરેશન સતત ચાલું રહેતું હોય છે. દરેકને સજાવટ ગમે પણ છે. તેવામાં જો તમે વોલ પેઈન્ટીંગના શોખીન છો તો તમે ક્રિએટિવ વિચારી શકો છો તો અહીં નસીબ અજમાવી શકાય છે. આજકાલ દરેકને ઘર, દુકાન, ઓફિસમાં પેઇન્ટિંગ ગમે છે. તમે ઈન્ટરનેટ દ્વારા તમારું માર્કેટિંગ પણ કરી શકો છો. આમાં સારો નફો મેળવી શકાય છે. આ બિઝનેસ કરવા માટેની વધુ માહિતી તમને ઈન્ટરનેટ પર સરળતાથી મળી રહે છે.

  આ પણ વાંચોઃ મોંઘવારીમાં હમણાં રાહત નહીં મળે, RBI કહ્યું તે જાણી આ પ્રમાણે પ્લાન કરજો

  રમકડાનો વ્યવસાય


  આજના સમયમાં રમકડાની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે, તે સાથે આ બિઝનેસમાં સફઉળતાના ચાન્સ પણ ખૂબ જ વધી રહ્યા છે. લોકો બાળકોને ભેટ તરીકે રમકડા આપવાનું પસંદ કરે છે. આ સિવાય આજકાલ લોકો પોતાના ઘરની સજાવટ માટે પણ રમકડાં ખૂબ જ ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, તેને ખૂબ ઓછા બજેટમાં આ બિઝનેસ શરૂ કરી શકાય છે. તમે આ બિઝનેસને ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ શરૂ કરી શકો છો. આ બિઝનેસ તમે તમારી રોકાણ ક્ષમતા મુજબ નાનો અને મોટો બંને પ્રકારે કરી શકે છો.

  આ પણ વાંચોઃ આ સરકારી યોજનામાં દરરોજ જમા કરો 100 રૂપિયા, સામે 15 લાખની મળશે રકમ

  રંગોળીનો બિઝનેસ


  તહેવારોની સિઝનમાં અથવા અન્ય સમયે પણ રંગોળીનો વ્યવસાય ખૂબ જ માગણીવાળો છે. દિવાળી જેવા અનેક તહેવારો રંગોળી વિના રંગહીન બની જાય છે. દિવાળી પર રંગોળીની માંગ વધી જાય છે. આવી સ્થિતિમાં તમે રંગોળીનો વ્યવસાય કરીને પણ નફો કમાઈ શકો છો. આમાં, તમે જથ્થાબંધ રંગોળીના રંગો લાવી શકો છો અથવા કેટલીક પ્રિન્ટેડ રંગોળી પણ લાવી શકો છો અને તેને તમારી દુકાનમાં કે ઘરેથી વેચીને નોકરી ધંધા સિવાય વધારાનો નફો મેળવી શકો છો.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business Ideas, Earn Money Tips, Investment tips, Money making tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन