Home /News /business /ગળાની નીચે નહિ ઉતરે આ વાત પણ એક ડોગી 3,000 કરોડનો માલિક! Netflix તો બનાવી રહ્યું છે સીરીઝ

ગળાની નીચે નહિ ઉતરે આ વાત પણ એક ડોગી 3,000 કરોડનો માલિક! Netflix તો બનાવી રહ્યું છે સીરીઝ

આ ડોગી 3000 કરોડનો માલિક છે

તમે ગુંથર VI ને ગૂગલ પર સર્ચ કરશો તો એવા ઘણા આર્ટિકલ્સ તમારી સામે આવશે જે સૌથી અમીર ડોગીની કહાણી પર સવાલિયા નિશાન ઊભા કરે છે. આજે ગુંથર સાથે જોડાયેલા જુદા જુદા રસપ્રદ દાવાઓને અમે તમારી સામે રાખવાનો પ્રયાસ કરીશું અને જોઈશું કે શું VI ની સાચે જ એવી છે જે ઘણા વર્ષોથી બતાવવામાં આવી રહી છે.

વધુ જુઓ ...
 • News18 Hindi
 • Last Updated :
 • New Delhi, India
  નવી દિલ્હીઃ જો કોઈ તમને કહે કે, એક ડોગીની પાસે લગભગ4 કરોડ ડોલરની મિલકત છે. સાથે જ આ મિલકત તેને અત્યારે મળી નથી, પરતુ લગભગ 3 દાયકાથી તેના પૂર્વજોની પાસેથી મળી રહી છે. પરંતુ આ સત્ય છે, કે તેને સત્યાની જેમ જ બતાવવામાં આવ્યુ છે. ગુંથર VI હાલ દુનિયાનો સૌથી મોટી આવક ધરાવતો ડોગી છે. તે અજીબ છે કે, નેટફ્લિક્સ તેના પર ડોક્યુસીરીઝ કરી રહ્યુ છે. જે 1 ફેબ્રુઆરીએ રીલિઝ થશે. તેના ટ્રેલરમાં સાફ દેખાઈ રહ્યુ છે કે, આ કહાની સત્યથી ઘણી જ દૂર છે અને આ સીરીઝમાં તે જ ઉદ્દેશને ઉજાગર કરવામાં આવ્યું છે.

  તમે ગુંથર VI ને ગૂગલ પર સર્ચ કરશો તો એવા ઘણા આર્ટિકલ્સ તમારી સામે આવશે જે સૌથી અમીર ડોગીની કહાણી પર સવાલિયા નિશાન ઊભા કરે છે. આજે ગુંથર સાથે જોડાયેલા જુદા જુદા રસપ્રદ દાવાઓને અમે તમારી સામે રાખવાનો પ્રયાસ કરીશું અને જોઈશું કે શું VI ની સાચે જ એવી છે જે ઘણા વર્ષોથી બતાવવામાં આવી રહી છે.

  આ પણ વાંચોઃ આ IPO પર દાવ લગાવનારા રોકાણકારો માટે ખુશખબર, લિસ્ટિંગ પર જ થશે આટલો ફાયદો

  કહાણીની શરૂઆત


  ગુંથર VI ના માલિકનું નામ મોરિજિયો મિયાં છે. આ યુવક એક મોટી ફાર્મા કંપનીનો ઉત્તરાધિકારી છે. સાથે જ તે પોતા પણ રિયલ એસ્ટેટની દુનિયામાં મોટું નામ છે અને સંભવતઃ આ વિસ્તારમાં આ નામ ગુંથરના ખભા પર બનાવવામાં આવ્યુ છે. ગુંથર પહેલી વાર રિયલ એસ્ટેટની કારણે જ ચર્ચામાં આવ્યો હતો. વાસ્તવમાં, 1999માં ફ્લોરિટાના ન્યૂઝપેપરોમાં એક ખબર છાપવામાં આવી જેણે બધાને જ ચોકાવી દીધા. આ જાહેરાત કંઈક આ પ્રકારે હતી, ‘ગુંથર નામનો એક જર્મન શેફર્ડ, જે કાઉન્ટેસ કારલોટા લિએબિંસ્ટેને આપેલી મિલકત પર આલીશાન જીવન જીવે છે. જે સ્ટેલોનની હવેલી ખરીદવામાં રસ બતાવી રહ્યો છે.’ આ ડોગીની મિલકત ખરીદવાની વાતે બધાને ચોંકાવી દીધા.

  જૂનું નિવેદન સામે આવ્યુ


  ડોગીની મિલકત ખરીદવાની કહાણી વધારે સમય ટકી ન શકી અને લોકોએ મિંયાના એક જૂના નિવેદનને ઉછાળવાની શરૂઆત કરી દીધી. મિયાએ 1995માં ઈટલીના ન્યૂઝપેપરમા આપવામાં આવેલા એક નિવેદનમાં કહ્યુ કે, ગુંથન કોર્પ અને ગંથર ફાઉન્ડેશનની વિચારોને પ્રચારિત કરવા માટે આ કહાણીને જન્મ આપવામાં આવ્યો છે. એટલે કે આ મિલકત મિયાં દ્વારા જ ખરીદવાની હતી, પણ ગુંથરનું નામ તો લોકોનું ધ્યાન ખેચવા માટે લેવામાં આવ્યુ હતું. જો કે, મિયાં 1999માં તેની વાત પરથી ફરી ગયા અને કહ્યુ કે, તેમણે માત્ર મીડિયાને દૂર ધકેલવા માટે આવું કર્યુ છે.

  આ પણ વાંચોઃ પાટીલ કાકીના નાસ્તાના બિઝનેસમાં ભાગ લેવા લડી પડ્યા ચાર શાર્ક, જાણો મુંબઈની ગીતા પાટીલની કહાણી

  કોણ હતી કાઉંટેસ લિબેન્સટીન


  મિયાના પ્રમાણે, ગુંથરને તેની સંપત્તિ જર્મનીની કાઉંટેસ કાર્લોટા લિબેન્સટીન તરફથી મળી હતી, જેની મોત 1992માં થઈ હતી. ત્યારે તેમની પાસે હયાત જર્મન શેફર્ડનું નામ ગુંથર 3 હતું. જો કે, આવી કોઈ પણ કાઉંટેસના વિશે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. ઘણા ન્યૂઝ આર્ટિકલ્સ અહીં સુધી દાવો કરી રહ્યા છે કે, કોઈ કાઉંટેસ જર્મની તે સમયમાં હતી જ નહિં. તો આ મિલકત કૂતરાનો ક્યાંથી મળી. મિયાથી જ્યારે ગુંથર કોર્પ અને ફાઉન્ડેશનની વિશે સવાલ કરવામાં આવ્યો તો તેણે ક્યારેય આ વિશે કોઈ ઠોસ જવાબ આપ્યો નથી.


  ગુંથરના નામ પર કમાણી


  જેવું કે અમે ઉપર જણાવ્યુ, મિયા રિયલ એસ્ટેસ બિઝનેસમાં છે. તેણે ગુથરના નામે મોટું રિયલ એસ્ટેટ બિઝનેસ એમ્પાયર ઊભું કરી દીધું છે. ગત 30 વર્ષોમાં તેણે ઘણી મોટી મિલકતો ખરીદી અને વેચી છે. નેટફ્લિક્સ સીરીઝના ટ્રેલરમા તમે જોઈ શકો છો કો, ગુંથરના નામે પર તેમે પોપ સ્ટાર મડોનાની હવેલી ખરીદી લીધી હતી. સાથે જ તેણે ઘણા પ્રકારના સોશિયલ એક્સપેરિમેન્ટ કર્યા જેમાં ઘણા તો આપત્તિજનક હતા. આ બધુ જ ગુંથરના નામ પર થયું.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Millionaire, OMG News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन