Home /News /business /શું હવે ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર નહીં દેખાય? RBIએ આપ્યો આવો જવાબ

શું હવે ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર નહીં દેખાય? RBIએ આપ્યો આવો જવાબ

પ્રતિકાત્મક તસવીર

Reserve bank of india: હવે રિઝર્વ બેંક (Reserve bank) ચલણી નોટોમાં વ્યાપક ફેરફાર કરવા જઈ રહી હોવાનું અમુક મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે. અલબત્ત, રિઝર્વ બેંકે આ વાતનું ખંડન કર્યું છે.

નવી દિલ્હીઃ ભારતની ચલણી (Indian currency) નોટો પર મહાત્મા ગાંધીની તસવીર જોવા મળે છે. પણ હવે રિઝર્વ બેંક (Reserve bank) ચલણી નોટોમાં વ્યાપક ફેરફાર કરવા જઈ રહી હોવાનું અમુક મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે. અલબત્ત, રિઝર્વ બેંકે આ વાતનું ખંડન કર્યું છે. બેંકે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, હાલ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની તસવીરને અન્ય લોકોની તસવીર સાથે બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી.

અહીં ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક ડૉ.એપીજે અબ્દુલ કલામ અને રવિન્દ્રનાથ ટાગોરના ફોટાનો ચલણી નોટો પર ઉપયોગ કરવાનું વિચાર કરી રહી હોવાનો દાવો મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવ્યો હતો. અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલય નોટો પર મહાત્મા ગાંધી સિવાયની અન્ય હસ્તીઓના ફોટા લગાવવા પર વિચાર કરી રહ્યા હોય એવું આ પહેલી વખત બન્યું છે.

IIT પ્રોફેસર દિલીપ શહાનીને સેમ્પલ મોકલાયા હોવાનો દાવો
રિપોર્ટ અનુસાર નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક હેઠળ આવતી સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SPMCIL)એ ગાંધી, ટાગોર અને કલામના વોટરમાર્ક ધરાવતા ફોટોગ્રાફ્સના સેમ્પલના બે અલગ અલગ સેટ IIT દિલ્હીના એમરિટસ પ્રોફેસર દિલીપ ટી શહાનીને મોકલ્યા છે. પ્રો.શહાનીને બેમાંથી એક સેટની પસંદગી કરીને સરકાર સમક્ષ રજૂ કરવા જણાવાયું છે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

ચલણી નોટો પર મહાત્મા ગાંધીના ફોટાનો ઉપયોગ ક્યારે શરૂ થયો?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સૌથી પહેલા 1969માં સ્મરણ તરીકે ગાંધીજીની તસવીર 100 રૂપિયાની નોટ પર છાપી હતી. 1969મું વર્ષ તેમનું જન્મ શતાબ્દી વર્ષ હતું અને નોટો પર તેમની તસવીર પાછળ સેવાગ્રામ આશ્રમ પણ હતો. ગાંધીજીના ચિત્રવાળી વર્તમાન ચલણી નોટો સૌ પ્રથમ 1986માં આવી હતી. ગાંધીજીના હસતા ચહેરાની આ તસવીરને સૌપ્રથમ ઓક્ટોબર 1987માં 500 રૂપિયાની નોટ સાથે રજૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-શું હોય છે CIBIL સ્કોર અને લોન મેળવવા માટે કેમ છે તે જરૂરી? જાણો વિગતવાર

અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર મહાત્મા ગાંધીનો ભારતીય ચલણમાંથી ફોટો હટાવવાના સમાચાર ટ્રેન્ડમાં હતા. આ સાથે જ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે ટૂંક સમયમાં મહાત્મા ગાંધીની તસવીર ભારતીય નોટ પરથી હટાવી દેવામાં આવશે.

આ પણ  વાંચોઃ-ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી કઈ રીતે વધારી શકાય CIBIL Score? જાણો અહીં

અહેવાલોમાં મહાત્મા ગાંધીના ફોટોના સ્થાને એપીજે અબ્દુલ કલામ અને રવીન્દ્રનાથ ટાગોરનો ફોટો મૂકવામાં આવનાર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, આજે આ દાવાને રિઝર્વ બેંકે ફગાવી દીધો છે.
First published:

Tags: Business news બિઝનેસ ન્યુઝ, RBI Alert

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો