Home /News /business /શું તમારા કાર ઇન્શ્યોરન્સમાં સામેલ છે ઇમરજન્સી હોટલ એકોમોડેશન કવર? શું છે તેના ફાયદા?

શું તમારા કાર ઇન્શ્યોરન્સમાં સામેલ છે ઇમરજન્સી હોટલ એકોમોડેશન કવર? શું છે તેના ફાયદા?

શું તમે દિવાળીમાં કાર ખરીદી છે? આ રીતે પ્રીમિયમના ખર્ચમાં કરો ઘટાડો

Insurance Policy: તમને માનસિક શાંતિ પ્રદાન કરવા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટેકો પૂરો પાડવા માટે બનાવેલ ઇમરજન્સી હોટેલ એકોમોડેશન એડ-ઓન કવર સામાન્ય રીતે કેટલીક શરતો સાથે આવે છે જે પોલિસી દસ્તાવેજમાં સ્પષ્ટપણે જણાવેલ હોય છે. વીમા કંપનીના આધારે વીમાધારકના રજિસ્ટર્ડ સરનામાથી ઓછામાં ઓછું અંતર લાગુ પડે છે. જેની બહાર કોઈ અકસ્માત અથવા ચોરીની ઘટના બને છે, તો વીમા કંપની વીમાધારકની હોટલમાં રહેવાની જગ્યા માટે વળતર આપશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ ભારતીયોને આરોગ્ય અને સલામતીને લગતી ચિંતાઓ ખાનગી પરિવહન માટે ફોર-વ્હીલર ખરીદવા માટે વધુને વધુ પ્રેરિત કરી રહી છે, તેવામાં કાર વીમાની જટિલતાઓ (intricacies of car insurance)ને સમજવી વધુ મહત્વની બની ગઈ છે. જ્યારે તમે કાર વીમો ખરીદો છો, ત્યારે ઇમરજન્સી હોટેલ એકોમોડેશન જેવા એડ-ઓન કવર્સ ( Emergency Hotel Accommodation add on Covers) છે જે ચોક્કસ પરિસ્થિતિઓમાં તમારા માટે અત્યંત ફાયદાકારક (Benefits) હોઈ શકે છે.

કેવી રીતે મળે છે લાભ?


જ્યારે વાહનને અકસ્માત નડે છે અથવા રજિસ્ટર્ડ સરનામાંથી દૂરના સ્થળે ચોરી થાય છે ત્યારે આ કવર વાહનમાં મુસાફરી કરતા માલિક અને મુસાફરોની સુરક્ષા કરી શકે છે.

ઇમરજન્સી હોટેલ એડેવલમેન્ટ એડ-ઓનના લાભ


ઉદાહરણ તરીકે તમે તમારા પરીવાર સાથે કોઇ જગ્યાએ મુસાફરી કરી રહ્યા છો અને કોઇ અજાણી અને નિર્જન જગ્યાએ તમારી કારને કોઇ અકસ્માત નડે છે, તો તમારા મનમાં સૌથી પહેલા આવતો વિચાર હોય છે, તમારા પરીવારને સુરક્ષિત જગ્યાએ રાખવો. આવા સંજોગોમાં જ્યાં સુધી વાહન સુરક્ષિત રીતે ફરી તમને ન મળે અને તેને રીપેરિંગ માટે વીમા કંપનીનાં અધિકૃત નેટવર્ક ગેરેજ પરથી ટ્રાન્સફર કરવામાં ન આવે ઇમરજન્સી હોટેલ એડેવેશન એડ-ઓન કવર તમને વાહનમાં રહેતા લોકો માટે હોટેલમાં રોકાવાના ખર્ચને આવરી લેવાનો લાભ પૂરો પાડે છે.

આ પણ વાંચોઃ શું તમે પણ કરોડપતિ બનવા માગો છો? તો બસ 15x15x15 ના નિયમને ફોલો કરો

જો વાહન તમારા બેઝ લોકેશનથી દૂર હોય તેવી જગ્યાએથી વાહન ચોરાઈ ગયું હોય અને જ્યારે તમે ઘટનાની જાણ નજીકના પોલીસ સ્ટેશનને કરો અથવા અન્ય કોઈ ઔપચારિકતાઓ પૂર્ણ કરો ત્યારે તમારે તમારી સાથેના પેસેન્જરની સુરક્ષા કરવાની જરૂર હોય તો પણ આ જ પ્લાન લાગુ પડે છે.

ક્યારે અમલમાં આવે છે આ કવર?


તમને માનસિક શાંતિ પ્રદાન કરવા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટેકો પૂરો પાડવા માટે બનાવેલ ઇમરજન્સી હોટેલ એકોમોડેશન એડ-ઓન કવર સામાન્ય રીતે કેટલીક શરતો સાથે આવે છે જે પોલિસી દસ્તાવેજમાં સ્પષ્ટપણે જણાવેલ હોય છે. વીમા કંપનીના આધારે વીમાધારકના રજિસ્ટર્ડ સરનામાથી ઓછામાં ઓછું અંતર લાગુ પડે છે. જેની બહાર કોઈ અકસ્માત અથવા ચોરીની ઘટના બને છે, તો વીમા કંપની વીમાધારકની હોટલમાં રહેવાની જગ્યા માટે વળતર આપશે.

આ ભથ્થું રાત્રિ રોકાણના ખર્ચની ચૂકવણી કરવા માટે આપવામાં આવે છે અને તે ઓડી પોલિસી કવરેજ (OD Policy Coverage) સમયગાળા દરમિયાન પ્રદાન કરવામાં આવે છે. આ ઉપરાંત વીમાધારકે હોટેલ ટેક્સ ઈનવોઈસના સ્વરૂપમાં ખર્ચના દસ્તાવેજી પુરાવા જાળવવા જરૂરી છે અને વધુ પેમેન્ટ પ્રક્રિયા માટે વીમા કંપનીને સુપરત કરવાના રહે છે. જો કોઈ કારણસર વીમાના દાવાને વીમા કંપની દ્વારા અસ્વીકાર્ય માનવામાં આવે છે, તો તે જ બાબત ઇમરજન્સી હોટેલ એકોમોડેશન એડ-ઓન કવરમાં પણ એક્સટેન્ડ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ શેરબજારની આજે ઘટાડા સાથે શરુઆત, પ્રોફિટ બુકિંગથી ભારે વેચવાલીનું દબાણ

પોલિસીમાં આ કવરને શામેલ કરવા માટે કેટલો ખર્ચ થશે?


ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ (IDV) સાથે જોડાયેલા મોટા ભાગના એડ-ઓન કવરથી વિપરીત, ઇમરજન્સી હોટેલ આવાસના કવરની કિંમત ભથ્થાની મહત્તમ રકમ પર આધારિત હોય છે, જે વીમા કંપની હોટેલમાં રહેવાના ખર્ચ માટે ચૂકવવા માટે જવાબદાર રહેશે. પોલિસી ડોક્યુમેન્ટમાં આ રકમ તેની સાથે સંકળાયેલા વધારાના પ્રીમિયમની સાથે સ્પષ્ટ પણે જણાવવામાં આવી હોય છે. વેકેશન પર અથવા દૂરના સ્થળોએ સાથે મુસાફરી કરતી વખતે તમારા અને તમારા પરિવારના સભ્યો માટે મનની સંપૂર્ણ શાંતિ સુનિશ્ચિત કરવા માટે આ મહત્વપૂર્ણ એડ-ઓન કવરનો સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવે છે.
First published:

Tags: Business news, Car Insurance, Vehicle policy