Home /News /business /Car Loan: કાર લોન લેવાનું વિચારી રહ્યા છો? તો જાણો શું છે માપદંડો

Car Loan: કાર લોન લેવાનું વિચારી રહ્યા છો? તો જાણો શું છે માપદંડો

કાર લોન ડોક્યુમેન્ટ્સ (પ્રતીકાત્મક તસવીર)

Documents Required for Car Loan: જો તમે પોતાનો ધંધો/વ્યવસાય ધરાવો છો, તો કાર લોન માટે તમારી લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર લોનની મેચ્યોરીટી સમયે 75 વર્ષ હોવી જરૂરી છે.

  મુંબઈ: શું તમે પણ કાર ખરીદવાનું વિચારી રહ્યો છો? જો હા, તો સૌથી પહેલા તમારા માટે જાણવું જરૂરી છે કે કઈ બેંક તમને સૌથી સસ્તા દરે કાર લોન આપી રહી છે. તમે બેંક અથવા નોન-બેંકિગ કંપનીઓ પાસેથી (NBFC) સરળતાથી કાર લોન લઇ શકો છો. પરંતુ કાર લોન લેવા માટે દરેક ફાઇનાન્સ કંપની કે બેંકના અમુક નિર્ધારિત માપદંડો હોય છે, જેના આધારે તમને કાર લોન મળી શકે છે.

  કોણ લઇ શકે છે કાર લોન?

  વિવિધ બેંકો માટે કાર લોન માટે માન્ય માપદંડો અલગ અલગ હોય છે. પરંતુ અમુક ગૌણ માપદંડો નીચે મુજબ છે.

  1) ઉંમર: તમારી ઉંમર 18થી 75 વર્ષની વચ્ચે હોય તો જ તમે કાર લોન લઇ શકો છો.
  2) આવક: પગાર ધોરણ લોન લેવા માટે સૌથી મહત્વનું પરીબળ છે. તમારો માસિક પગાર ઓછામાં ઓછો રૂ. 20,000 હોવો જોઇએ.
  3) અનુભવ: તમને તમારા કાર્યક્ષેત્રમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઇએ.
  4) ક્રેડિટ સ્કોર: જો તમે ઇચ્છો છો તકે બેંક તમને ઓછામાં ઓછા વ્યાજ દરે લોન આપે, તો તમારો ક્રેડિટ સ્કોર ઓછામાં ઓછો 750 હોવો જોઇએ.

  5)  તમે પગારદાર અથવા સેલ્ફ એમ્પ્લોયડ, સરકારી નોકરી કે પછી પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોવા જોઇએ.

  માત્ર આટલાથી વાત ખતમ થતી નથી. તમારે લોન માટે તમારી યોગ્યતા સાબિત કરવા બેંક સમક્ષ અમુક ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કરવા જરૂરી છે. જોકે આ પણ અલગ-અલગ બેંકો કે લોનદાતાઓ માટે અલગ-અલગ હોઇ શકે છે. પરંતુ અમુક સામાન્ય ડોક્યુમેન્ટ્સ જે દરેક બેંકમાં જરૂરી છે તે નીચે મુજબ છે.

  1) ઓળખપત્ર (નીચેમાંથી કોઇપણ)

  >> આધારકાર્ડ
  >> પાસપોર્ટ
  >> ડ્રાઇવિંગ લાઇસન્સ
  >> મતદાન કાર્ડ
  >> પાન કાર્ડ

  2) સરનામાનો પુરાવો (નીચેનામાંથી કોઇપણ)

  >> આધારકાર્ડ
  >> પાસપોર્ટ
  >> ડ્રાઇવિંગ લાઇસન્સ
  >> રેશન કાર્ડ
  >> યુટિલીટી બિલ્સ

  3) આવકનો પુરાવો

  ફોર્મ 16, જો તમે પગારદાર છો, તો સેલેરીસ્લીપ, તાજેતરનું ઇન્કમ ટેસ્ટ રીટર્ન, 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ

  આપને જણાવી દઇએ કે ડોક્યુમેન્ટ્સ ધીરાણ આપનારની જરૂરિયાત અનુસાર હોવા જોઇએ. તમારી પરિસ્થિતિઓ અનુસાર ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત પણ બદલી શકે છે. ચાલો અમુક જાણીતી બેંકોની લોન માટે ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત વિશે જાણીએ.

  સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State bank of India)

  કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ), ખાનગી કંપનીઓ, પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કામ કરતા અરજદાર માટે ઓછામાં ઓછી વાર્ષિક આવક 2.5 લાખ હોવી જરૂરી છે, જ્યારે અરજદારની ઉંમર 21 વર્ષથી 65 વર્ષ હોવી જરૂરી છે. લોનની મહત્તમ રકમ માસિક આવકના 48 ગણા સુધી મળે છે.

  સેલ્ફ-એમ્પ્લોય/વેપારીઓ, ઉદ્યોગપતિ, ભાગીદારી/માલિકીની પેઢીઓ ધરાવતા અરજદારો માટે રૂ. 3 લાખ સુધીની વાર્ષિક આવક અને 21 વર્ષથી 65 વર્ષ સુધીની ઉંમર હોવી જરૂરી છે.

  કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે વાર્ષિક આવક રૂ. 4 લાખ હોવી જોઇએ અને તેમની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 65 વર્ષ હોવી જોઇએ.

  એક્સિસ બેંક (Axis Bank)

  જો તમે પગારદાર છો તો તમારી ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર લોન મેચ્યોરીટી સમયે 70 વર્ષ હોવી જોઇએ. જ્યારે ઓછામાં ઓછી વાર્ષિક આવક રૂ. 2.4 લાખ હોવી જરૂરી છે.

  યોગ્યતા

  છેલ્લા 3 મહિનાથી એક્સિસ બેંકમાં પગાર ખાતું ધરાવતા અરજદારો, MNC, જાહેર અને ખાનગી લિમિટેડ કંપનીઓ અને રાજ્ય/કેન્દ્ર સરકાર/પીએસયુ/પ્રતિષ્ઠિત કૉલેજ/શાળાઓના નોકરી કરતા અરજદારો.

  જો તમે પોતાનો ધંધો/વ્યવસાય ધરાવો છો, તો કાર લોન માટે તમારી લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર લોનની મેચ્યોરીટી સમયે 75 વર્ષ હોવી જરૂરી છે. જ્યારે ઓછામાં ઓછીમાં વાર્ષિક આવક રૂ. 1.8 લાખથી રૂ. 2 લાખ હોવી જોઇએ. આ ઉપરાંત તમે જે-તે વ્યવસાયમાં 3 વર્ષ સુધી હોવા જોઇએ અને આવકની યોગ્યતા સાબિત કરવા માટે નવીનતમ ઇન્કમ ટેક્સ રિટર્ન રજૂ કરવામાં સક્ષમ હોવા જોઈએ.

  આ પણ વાંચો: Car loan: કાર લોન લેતી વખતે આ ચાર ભૂલ બિલકૂલ ન કરો, આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો પસ્તાવું પડશે

  આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank)

  તમે ICICI બેંકની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ ‘કાર લોન એલિજિબિલિટી કેલ્ક્યુલેટર’નો ઉપયોગ કરીને તમારી કાર લોન માટેની યોગ્યતાની ગણતરી કરી શકો છો. તમારે તમારો મોબાઇલ નંબર, રહેઠાણનો પ્રકાર, રોજગારનો પ્રકાર, તમે ખરીદવા માંગો છો તે કારનું મોડલ, કારની એક્સ-શોરૂમ કિંમત વગેરે જેવી વિગતો એલિજિબિલિટી કેલ્ક્યુલેટરમાં દાખલ કરવાની જરૂર પડશે.

  HDFC બેંક

  એચડીએફસી બેંકમાં કાર લોન માટે અરજી કરવા જો તમે પગારદાર છો, તો તમારી ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર લોન મેચ્યોરીટી સમયે 60 વર્ષ હોવી જોઇએ. તમે તમારા કાર્યક્ષેત્રમાં 2 વર્ષ અગાઉ અને 1 વર્ષથી હાલ કામ કરી રહ્યા હોવા જોઇએ અને તમારી વાર્ષિક આવક ઓછામાં ઓછી 3 લાખ હોવી જરૂરી છે. આ ઉપરાંત તમારી પાસે પોસ્ટ પેઇડ મોબાઇલ/ટેલિફોન હોવો જરૂરી છે.

  આ પણ વાંચો: Top-up car loan: વર્તમાન કાર લોન પર ટોપ-અપ લોન લેવાના શું ફાયદા? કેવી રીતે લઈ શકાય?

  જ્યારે પોતાનો ધંધો/વ્યવસાય ધરાવતા અરજદારો માટે કાર લોન લેવા લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 65 વર્ષ હોવી જરૂરી છે. તમારા બિઝનેસમાં તમે 2 વર્ષથી સક્રિય હોવા જોઇએ અને તમારી ઓછામાં ઓછી વાર્ષિક આવક રૂ. 3 લાખ સુધી હોવી જરૂરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bank, Loan, Personal finance, કાર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन