શું તમે પણ કરવા માંગો છો Destination Wedding? જાણો કઇ રીતે કરવું પ્લાનિંગ અને કેટલો થશે ખર્ચ
શું તમે પણ કરવા માંગો છો Destination Wedding? જાણો કઇ રીતે કરવું પ્લાનિંગ અને કેટલો થશે ખર્ચ
ડેસ્ટિનેશન વેડિંગ
આજે અમે તમને ડેસ્ટિનેશન વેડિંગ કઇ રીતે કરવા, બજેટ પ્લાનિંગ કઇ રીતે કરવું, ભારતમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ જગ્યાઓ (Best Destination Wedding Location in India) કઇ છે તે અંગે બધું જ જણાવીશું.
આજકાલ ડેસ્ટિનેશન વેડિંગ (Destination Wedding)નો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. જોકે, ઘણા લોકોને હજુ પણ તેનો ખ્યાલ અને કઇ રીતે પ્લાનિંગ (Destination Wedding planning & Ideas) કરવું તેની જાણ હોતી નથી. તો આજે અમે તમને ડેસ્ટિનેશન વેડિંગ કઇ રીતે કરવા, બજેટ પ્લાનિંગ કઇ રીતે કરવું, ભારતમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ જગ્યાઓ (Best Destination Wedding Location in India) કઇ છે તે અંગે બધું જ જણાવીશું.
પ્રિયંકા ચોપરા, યુવરાજ સિંહ અને વિવેક ઓબેરોય જેવા સેલેબ્સ માટે ટોપ-નોચ વેડિંગનું આયોજન કરનાર વેડિંગ મેનેજમેન્ટ ફર્મ વેડિંગલાઈનના કો-ફાઉન્ડર અને એમડી, ચેતન વોહરા કહે છે કે, "કોવિડ પછી નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જેમાં તમામ ક્ષેત્રના લોકો, વિવિધ સ્તરો અને નાના શહેરોમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉત્સુક છે.”
દિલ્હી સ્થિત બારાતી ઇન્કના સ્થાપક અને વેડિંગ પ્લાનર શ્વેતા આચાર્ય કહે છે કે, “હવે 500-800 લોકો સાથેના મોટા લગ્નને બદલે 150-200 મહેમાનો સાથેના આયોજનને પ્રાધાન્ય અપાય છે, તેમજ તે હકીકત પણ સમજે છે કે તેમાં વધુ મનોરંજન, હળવાશ, સર્જનાત્મકતા જાળવી શકાય છે." તેથી રાજસ્થાન, ગોવા અને કેરળ ઉપરાંત ટિયર 2 અને 3 શહેરોમાં કેટલાક નવા સ્થળોનો ડેસ્ટિનેશન વેડિંગ તરીકે વિકાસ થઇ રહ્યો છે.
સ્ટર્લિંગ હોલિડે રિસોર્ટ્સના એમડી અને સીઇઓ વિક્રમ લાલવાણી કહે છે, "અમે કાલિમપોંગ, વાયનાડ અને ધર્મશાળા જેવા નવા સ્થળો જોઈ રહ્યા છીએ, જ્યાં લોકો લગ્ન કરવા ઇચ્છે છે કારણ કે આ સ્થળો માત્ર કન્યા અથવા વરરાજાના રહેઠાણની નજીક જ હોવાની સાથે લોજિસ્ટિક્સનું સંચાલન પણ સરળતાથી કરે છે. અલીબાગ, શિમલા અને કુર્ગ જેવા સ્થળો અત્યંત ખુશનુમા હવામાન સાથે પરવડે તેવા સ્થળો છે અને શિડ્યુલ પર સરળ બનાવે છે."
બજેટ - શહેરની પસંદગી કેટલાંક પરિબળો પર આધારિત રહેશે. જેમાં સૌથી મહત્વનું તમારું બજેટ છે. લગ્નમાં તમે ખર્ચ કરવા માંગો છો તે કુલ રકમ નક્કી કરો અને આમાંથી 60-65% જગ્યા અને મુસાફરી પર ફાળવો.
મહેમાનોની યાદી - લગ્નમાં કેટલા મહેમાનોને આમંત્રણ આપવાનું છે તે નક્કી કરો. જેથી તમે હોટલ્સ અને રૂમ કેટલા બૂક કરવા તેનો અંદાજ કાઢી શકશો.
અંતર - તમારા ઘરથી ડેસ્ટિનેશનનું અંતર કેટલું છે તે જાણો. જો તે ખૂબ દૂર છે અને ફ્લાઇટ્સ એ તમારો એકમાત્ર વિકલ્પ છે, તો મુસાફરીનો ખર્ચ ઊંચો થશે. આ સાથે તમારે લગ્ન માટે તમારી સાથે અનેક વસ્તુઓ પણ લઇ જવાની હોય છે. તેથી સામાન અને વાહનની વ્યવસ્થા હોવી જરૂરી છે.
સરળતા- જો પરિવારના વડીલો તમારી સાથે હોય તો તમારે મુસાફરીની સુવિધા અને સરળતા પણ ધ્યાનમાં રાખવાની જરૂર રહેશે.
વાતાવરણ - હવામાન અને સમય એ ધ્યાનમાં રાખવાના મહત્વના પરિબળો છે, કારણ કે તે મુસાફરી અને બુકિંગની સરળતા નક્કી કરશે. જો તે પ્રવાસીઓની મોસમ હોય તો તમારે અગાઉથી ઘણું આયોજન કરવું પડશે અને જો હવામાન ગરમ અને ભેજવાળું હોય તો તમારે ફૂલો અને સુશોભન વિશે ચિંતા રહેશે. ખર્ચ અને મુસાફરી બંનેની દ્રષ્ટિએ ઓફ-સીઝન બુકિંગ હંમેશાં શ્રેષ્ઠ છે.
કેટલો થઇ શકે છે ખર્ચ?
ટોચના સેગમેન્ટમાં પ્રીમિયમ 5-સ્ટાર હોટેલ્સ, પેલેસ અને કિલ્લાઓનો સમાવેશ થાય છે, જેની કિંમત એક રાત માટે રૂમ દીઠ રૂ. 35,000થી શરૂ થાય છે અને તે એક રાત માટે રૂ. 5-7 લાખ સુધી જઈ શકે છે. 200 મહેમાનો માટે 2 દિવસના લગ્ન માટે કુલ ખર્ચ રૂ. 3-5 કરોડ સુધી પહોંચી શકે છે, પરંતુ પરિવારની જરૂરિયાતોને આધારે તે વધી શકે છે.
મિડ-સેગમેન્ટમાં 4 અને 5-સ્ટાર લક્ઝરી અને હેરિટેજ હોટેલ્સનો સમાવેશ થાય છે, જે રૂમ દીઠ એક રાતના રૂ. 20,000થી શરૂ થાય છે અને કુલ ખર્ચ રૂ. 45 લાખથી રૂ. 2 કરોડ સુધીનો હોઈ શકે છે. આ સેગમેન્ટમાં કેટલીક ટોચની હોટેલ બ્રાન્ડ્સમાં હયાત, લીલા, તાજ, જેડબ્લ્યુ મેરિયટ, આઇટીસી વેલકમહોટેલ્સ વગેરેનો સમાવેશ થાય છે. બજેટ સેગમેન્ટમાં 3 અને 4 સ્ટાર હોટેલ્સ અને રિસોર્ટ્સનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂમ દીઠ એક રાત રૂ. 8,000થી 20,000 સુધીની છે અને કુલ ખર્ચમાં રૂ. 15-45 લાખનો ઉમેરો થાય છે.
લગ્નની તૈયારી ભારતીય પરીવારમાં મહીનાઓથી ચાલું કરી દેવામાં આવે છે. લગ્નમાં મુસાફરી, બહારના મહેમાનો, ડેકોરેશન અને સ્થળ પર મનોરંજનનું આયોજન કરવા માટે વધુ વિકસિત આયોજન અને લોજિસ્ટિક્સની જરૂર પડે છે. વેડિંગ પ્લાનર્સ સર્વિસ માટે ફ્લેટ ફી ચાર્જ કરે છે, જે સામાન્ય રીતે કુલ લગ્ન ખર્ચના 5-10% જેટલો ઉમેરો કરે છે.
ખર્ચ કઇ રીતે ઘટાડવો?
લક્ઝરી હોય કે બજેટ ડેસ્ટિનેશન વેડિંગ, હંમેશા ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. કોવિડ પછી માંગમાં વધારો થતાં હોટલમાં ડિસ્કાઉન્ટ બંધ થઇ ગયા છે, ત્યારે અન્ય રીતો પણ છે, જેમાં તમે તમારા ખર્ચમાં ઘટાડો કરી શકો છો. વોહરા કહે છે, "એક સારો વિકલ્પ એ છે કે જ્યારે માંગ ઓછી હોય ત્યારે ઓફ-સીઝન દરમિયાન હોટલ સાથે વાટાઘાટો કરવી, જેનાથી તમારા ખર્ચમાં 20-25% નો ઘટાડો થાય." તમે સ્થાનિક વેપારીઓ અને કલાકારોનો પણ સંપર્ક કરી શકો છો.
આ રીતે કરો પ્લાન
ડેસ્ટિનેશન ફાઇનલ કર્યા પછી તમારે લગ્નના ઓછામાં ઓછા 2-3 મહિના પહેલા ફૂડ અને બેવરેજીસ, વિવિધ સમારંભો માટેના સ્થળો, થીમ્સ અને ડેકોરેશન આઇડિયાઝ વગેરે નક્કી કરવા માટે ત્યાં વ્યક્તિગત રૂપે જવું પડશે. જો તમારા પ્લાનરને સ્થાનિક વિક્રેતાઓ સાથે સારા સંપર્કો હશે તો તે તમને વધુ સસ્તું અને અનુકૂળ રહેશે.
વેડિંગ ઇન્શ્યોરન્સ
મોટા લગ્નોનું આયોજન કરતી વખતે લોકો ઘણીવાર એક સૌથી જરૂરી બાબત છોડી દે છે વીમો. આચાર્ય કહે છે કે, વીમાની રકમ આશરે લગ્ન માટે કરવામાં આવેલા ખર્ચના કદ જેટલી હોવી જોઈએ. ફ્યુચર જનરલી ઇન્શ્યોરન્સ ઇન્ડિયાના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર રાઘવેન્દ્ર રાવ કહે છે, "તેમાં લગ્ન, ઘરફોડ ચોરી, કિંમતી ચીજવસ્તુઓને નુકસાન, અકસ્માત, મૃત્યુ અને થર્ડ-પાર્ટી જવાબદારીને રદ કરવા અથવા મુલતવી રાખવાને આવરી લેવામાં આવશે."
ડેસ્ટિનશન વેડિંગ માટે બેસ્ટ જગ્યાઓ
રાજસ્થાન – આજકાલ ભવ્ય લગ્નના શોખીનો માટે રાજસ્થાનના રાજ મહેલો અને લોકેશન્સ ખૂબ આગવી પસંદ બની રહ્યા છે. ઉદયપુર, જયપુર, જેસલમેર વગેરે શહેરો આ લીસ્ટમાં ટોપ પર આવે છે. અહીં લગ્ન યોજવા માટે સૌથી બેસ્ટ ટાઇમ છે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો. તેમજ બજેટ છે રૂ. 45 લાખથી રૂ. 4 કરોડ (ઉદેપુર, જોધપુર, જયપુર, પ્રીમિયમ લક્ઝરી અને ફાઇવ સ્ટાર લક્ઝરી હોટેલ્સ માટે); 30 લાખ રૂપિયા – 1.5 કરોડ રૂપિયા (જેસલમેર માટે).
ઓરિસ્સા
પુરી એક સુંદર બીચ ટાઉનમાં મેફેર વેવ્સ, મેફેર હેરિટેજ, રથ રિસોર્ટ એન્ડ સ્પા, હોલિડે રિસોર્ટ, તોશાલી સેન્ડ્સ, સ્ટર્લિંગ અને સેવન હિલ્સ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે. પેકેજ સામાન્ય રીતે એક રાતના રૂ. 8,000થી 15,000 સુધીના હોય છે, જે આ સ્થળને બજેટ ફ્રેન્ડલી બનાવે છે. અહીં હોટેલનો ખર્ચ અંદાજે રૂ. 12-30 લાખ અને લગ્ન યોજવા માટેનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો છે.
અલીબાગ (મહારાષ્ટ્ર)
સુંદર દરિયાકિનારો ધરાવતું આ શહેર મુંબઇથી માત્ર 100 કિમી દૂર છે અને ડેસ્ટિનેશન વેડિંગ માટે એકદમ પરફેક્ટ છે. અહીં હોટલનો ખર્ચ રૂ. 15-40 લાખ અને લગ્ન કરવા માટેનો યોગ્ય સમય ઓક્ટોબર-નવેમ્બર, જાન્યુઆરી-ફેબ્રુઆરી છે.
શિમલા (હિમાચલ પ્રદેશ)
શિમલા આ લીસ્ટમાં સૌથી પસંદગીના સ્થળો પૈકી એક છે. અહીં માર્ચ-એપ્રિલ, ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ડેસ્ટિનેશન વેડિંગ કરી શકાય છે. જ્યાં ખર્ચ અંદાજે 30-60 લાખ રૂપિયા છે.
ગોવા
દક્ષિણ ગોવા તેના શાંત, પ્રાઇવટ બીચને કારણે ડેસ્ટિનેશન વેડિંગ માટે પસંદ કરવામાં આવે છે. અહીં તમે 20-60 લાખમાં તમારી ડ્રીમ ડેસ્ટિનેશન વેડિંગ કરી શકો છો. ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય તેના માટે સૌથી શ્રેષ્ઠ છે.
કેરલ
દક્ષિણ ભારતનું કાશ્મીર ગણાતું કેરલ અનેક સુંદર લોકેશન્સ અને પ્રકૃતિ સૌંદર્યથી સમૃદ્ધ છે. કુમારાકોમ, કોચી, કોવલમ અહીંના ફેમસ ડેસ્ટિનેશન વેડિંગ લોકેશન છે. 15 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના ખર્ચમાં તમે ઓક્ટોબરથી માર્ચ દરમિયાન અહીં લગ્નનું આયોજન કરી શકો છો.
મહાબલીપુરમ (તમિલનાડુ)
ચેન્નાઈથી એક કલાકના અંતરે દરિયાકિનારે આવેલું આ નાનકડું શહેર ઝડપથી બીચ વેડિંગ માટેનું હોટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. અહીં 15-55 લાખ રૂપિયાના બજેટમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી શકાય છે, જે માટે બેસ્ટ ટાઇમ છે નવેમ્બરથી માર્ચ સુધીનો.
ઉત્તરાખંડ
ઋષિકેશ, દેહરાદૂન, મસૂરી, જીમ કોર્બેટ વગેરે ઉત્તરાખંડના લોકપ્રિય ડેસ્ટિનેશન વેડિંગ લોકેશન છે. જેમાં ઋષિકેશમાં ઓક્ટોબર-માર્ચ દરિમયાન (રૂ.18-60 લાખ), દેહરાદૂન-મસૂરીમાં માર્ચથી જૂન દરમિયાન (રૂ.15-50 લાખ) અને જીમ કોર્બેટમાં ફ્રેબુઆરી-માર્ચ, ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન (રૂ.20-40 લાખ) લગ્ન કરી શકાય છે.
હેવલોક આઇસલેન્ડ (અંદામાન આઇસલેન્ડ)
લોજિસ્ટિક્સ અને મુસાફરીનો ખર્ચ વધારે છે, પરંતુ તમે તમારા મહેમાનોની લીસ્ટને 50-75 સુધી ઘટાડી શકો છો. અહીં રૂ. 25-60 લાખમાં ઓક્ટોબર-ફેબ્રુઆરીમાં લગ્ન કરી શકો છો.
કર્ણાટક
બેંગલોર, કૂર્ગ વગેરે અહીંના લોકપ્રિય ડેસ્ટિનેશન વેડિંગ લોકેશન છે. બેંગલોરમાં રૂ. 25 લાખથી 1.5 કરોડમાં અને કૂર્ગમાં રૂ. 25-50 લાખના ખર્ચે ઓક્ટોબરથી ફેબ્રુઆરીમાં લગ્ન યોજી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર