Home /News /business /

Business Idea : શું તમે પણ બનવા માંગો છો આત્મનિર્ભર? તો આ છે મહિલાઓ માટે 4 શ્રેષ્ઠ સ્મોલ બિઝનેસ આઈડિયા

Business Idea : શું તમે પણ બનવા માંગો છો આત્મનિર્ભર? તો આ છે મહિલાઓ માટે 4 શ્રેષ્ઠ સ્મોલ બિઝનેસ આઈડિયા

મહિલાઓ માટે 4 શ્રેષ્ઠ સ્મોલ બિઝનેસ આઈડિયા

તમારા સ્મોલ બિઝનેસ માટે અસંખ્ય સારા આઈડિયા મળી રહે તેમ છે, આમાંનો કયો આઈડિયા તમારી માટે કામનો છે તે જાણવુ ખૂબ જરૂરી છે. તમારી હાલની આવડતો, ટેલેન્ટ અને ઈન્ટ્રસ્ટ અથવા તમે જેને વિકસાવવા માંગો છો તેના વિશે વિચારો. પછી મૂલ્યાંકન કરો કે તમારો બિઝનેસ આઈડિયા તમારી લાઈફસ્ટાઈલમાં કેવી રીતે કાર્ય કરશે.

વધુ જુઓ ...
  તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવો તમારા નાણાંકીય જીવન પર નિયંત્રણ મેળવવા માટે એક સશક્તિકરણનો માર્ગ બની શકે છે, જ્યારે કઈ રીતે અને ક્યારે કામ કરવુ એ બાબતમાં તમને ફ્લેક્સિબિલીટી મળી જાય છે. આ પ્રકારના બિઝનેસ ક્યારથી, કેવી રીતે અને ક્યા શરૂ કરવા તે અંગે જાણકારી હોવી ખૂબ જરૂરી છે.

  તમારી માટે બેસ્ટ સ્મોલ બિઝનેસની પસંદગી કઈ રીતે કરવી


  કયા પ્રકારનો વ્યવસાય શરૂ કરવો તે નક્કી કરવા માટે તમારી કુશળતા, આવડત અને ઈન્ટ્રસ્ટ સાથે મેળ ખાતી તક શોધવી મહત્વપૂર્ણ છે.

  "તમારા સ્મોલ બિઝનેસ માટે અસંખ્ય સારા આઈડિયા મળી રહે તેમ છે, આમાંનો કયો આઈડિયા તમારી માટે કામનો છે તે જાણવુ ખૂબ જરૂરી છે. તમારી હાલની આવડતો, ટેલેન્ટ અને ઈન્ટ્રસ્ટ અથવા તમે જેને વિકસાવવા માંગો છો તેના વિશે વિચારો. પછી મૂલ્યાંકન કરો કે તમારો બિઝનેસ આઈડિયા તમારી લાઈફસ્ટાઈલમાં કેવી રીતે કાર્ય કરશે. તમારી મહેનત યોગ્ય સ્થાને કરો અને ખાતરી કરો કે તમારા આઈડિયા માટે માર્કેટ પણ છે, તમારી પાસે કોમ્પિટીટીવ ડિફ્ર્ન્શિએટર છે અને તમે તમારા સ્ટાર્ટઅપ કોસ્ટને કવર કરી શકો છો.

  તમે કોઈ એવો બિઝનેસ પણ શરૂ કરી શકો છો જ્યાં તમને ઉદ્ભવેલી કોઈ જરૂરિયાતના આધારે તમે અન્ય મહિલાઓને પણ મદદ કરી શકો.

  મહિલાઓએ તેમના પોતાના જીવનના અનુભવથી સંબંધિત બિઝનેસ શરૂ કરવા માટે તકો શોધવી જોઈએ, જેમાં મહિલાઓ ટાર્ગેટ કસ્ટમર્સ બની રહે. જેમ કે મહિલા આરોગ્ય અથવા ઉપભોક્તા ઉત્પાદનો કે જે મહિલાઓ દ્વારા અનુભવાતા અવરોધોને સંબોધિત કરે છે..

  તમે એવા બિઝનેસ પણ શરૂ કરી શકો છો જેમાં વૃધ્ધિની સૌથી વધુ સંભાવના જોવા મળતી હોય.

  બેંક ઓફ અમેરિકામાં વિશેષતા બેંકિંગ અને ધિરાણના હેડ,” શેરોન મિલરે જણાવ્યું હતું કે, અમારા તાજેતરના સ્મોલ બિઝનેસ ઓનર રિપોર્ટ અનુસાર, 41% મહિલા બિઝનેસ માલિકો માને છે કે આગામી વર્ષોમાં ટેક ઈન્ડસ્ટ્રીમાં નવા ઉદ્યોગસાહસિકોનો સૌથી મોટો ધસારો જોવા મળશે, ત્યારબાદ વ્યક્તિગત સેવાઓ અને બાંધકામ ઉદ્યોગો આવશે..

  શું કામ કરી શકે છે અને શું નહીં તે સમજવા માટે, અન્ય મહિલા બિઝનેસ માલિકો સાથે વાત કરો.

  વેલ્સ ફાર્ગોના સ્મોલ બિઝનેસ હેડ ડેરેક એલિંગ્ટને જણાવ્યું હતું કે, "જ્ઞાનનું આદાન-પ્રદાન કરવા, શ્રેષ્ઠ પ્રયાસો શેર કરવા અને એકબીજા પાસેથી શીખવા માટે અન્ય નિષ્ણાતો સાથે માર્ગદર્શકો અને નેટવર્ક સાથે જોડાવવુ જરૂરી અને ખૂબ જ ફાયદાકારક પણ છે."

  મહિલાઓ માટે સ્મોલ બિઝનેસ આઈડિયા


  ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને સ્મોલ બિઝનેસ શરૂ કરવા માટે અહીં કેટલાક આઈડિયા જોઈએ.

  એમેઝોન સેલર

  GETIDA ખાતે CGO, Yoni Mazor જણાવ્યું હતું કે, “એક એમેઝોન સેલર બનવું એ કોઈપણ વ્યક્તિ માટે બિઝનેસની દુનિયામાં ડૂબકી મારવાની એક શ્રેષ્ઠ તક છે. “એમેઝોન પર ઉત્પાદનોનું વેચાણ એ પ્યોર પરફોર્મન્સની રમત છે અને તે કોઈપણ વ્યક્તિ માટે સમાન તક પૂરી પાડે છે કે જેઓ પરફોર્મન્સ-પ્રેરિત હોય તેમને સફળ થવા માટે તક પૂરી પાડે છે. જો તમે નવા ઉત્પાદનો બનાવવા અને ક્લિયર વિઝન અને ડિસ્ટિન્કશન સાથે બ્રાન્ડ બનાવવા માટે ઉત્સાહી હોવ, તો અમેઝોન એ યુ.એસ અને સમગ્ર વિશ્વમાં કસ્ટમર માર્કેટિંગ સુધી પહોંચવા માટે એક અદ્ભુત પ્લેટફોર્મ છે.”

  જ્વેલરી સ્ટોર ઓનર

  પ્રિયા જ્વેલર્સના માલિક પ્રિયા વાસને કહ્યું, "COVID દરમિયાન મને જાણવા મળ્યું કે 'રિટેલ થેરાપી' ખરેખર અસ્તિત્વમાં છે - લોકોને આખો દિવસ ઘરે રહ્યા પછી પિક-મી-અપની જરૂર પડે છે અને સુંદર જ્વેલરી ખરીદવાથી તેઓનો ઉત્સાહ વધારવામાં મદદ મળે છે. “ઝૂમ કૉલમાં હોવાને કારણે દરરોજ એક જ દાગીના પહેરવાથી મહિલાઓને કંટાળો આવવા લાગ્યો હતો. ભારતીય મહિલાઓને કોઈપણ રીતે સોના અને હીરાના દાગીના ગમે છે, તમારી પાસે એક વિનિંગ બિઝનેસ આઈડિયા છે. કારણ કે હું આ વિસ્તારમાં એકમાત્ર મહિલા ભારતીય જવેલર છું. મહિલાઓને એક મહિલા પાસેથી દાગીના ખરીદવામાં વધુ કમ્ફર્ટ લાગે છે.

  IT સપોર્ટ કંપની ઓનર

  ઇટીએલરોબોટના સ્થાપક સ્ટીવ ગિકલિંગે કહ્યું કે, અમે હજી પણ એવા વાતાવરણમાં જીવીએ છીએ જ્યાં ખોટી માન્યતા છે કે મહિલાઓ આઇટી, પ્રોગ્રામિંગ અથવા ક્લાઉડ કમ્પ્યુટિંગ ઉદ્યોગોમાં કામ કરવા માટે યોગ્ય નથી. આ ફક્ત એવું નથી. "જે મહિલાઓ આમાંના કોઈપણ અથવા તમામ તકનીકી ક્ષેત્રોમાં રસ ધરાવે છે તેમના માટે ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉદય એ ખાસ કરીને આશાસ્પદ ક્ષેત્ર છે જેને દરેક પ્રકારના કૌશલ્ય સેટ્સની જરૂર પડશે, કારણ કે અમે યૂઝર ઇન્ટરફેસ ડિઝાઇન કરીએ છીએ, અમારા ડેટાની સુરક્ષાને સુરક્ષિત કરીએ છીએ વગેરે. ઘરેથી કામ કરતાં વધુ સમય મહિલાઓ માટે તેમની પોતાની IT-સપોર્ટ કંપની અથવા કન્સલ્ટન્સી માટે પોતાને તાલીમ આપવાની વિશાળ તકનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

  સોશિયલ મિડીયા કન્સલ્ટન્ટ

  ડ્યુના ભૂતપૂર્વ સીટીઓ, ચેલમર્સ બ્રાઉને જણાવ્યું હતું કે, "મહિલાઓ સહિત, નાના વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહેલા કોઈપણ માટે મારી સલાહ એ છે કે તમને જે કરવામાં આનંદ આવે છે તેને અનુસરો, ટ્રેન્ડને ફોલો કરવાનુ વિચારશો નહીં. જો તમે કન્ટેન્ટ ક્રિએટ કરવામાં ખૂશ છો, તો ફક્ત અન્ય લોકોને TikTok શીખવામાં મદદ કરવામાં નિષ્ણાંત ન બનો. ઓલરાઉન્ડર સોશિયલ મીડિયા એક્સપર્ટ તરીકે જાણીતા બનો. તે તમારા બિઝનેસને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરશે."

  મહિલા બિઝનેસ માલિકો માટે સલાહ


  ડિજિટલ બનો

  કેલેન્ડર એન્જિનિયરિંગના ભૂતપૂર્વ હેડ યેન લેઈએ કહ્યું, હું સંભવિત નાના વેપારી માલિકોને તેમના બિઝનેસ માટે ડિજિટલ પ્રોડક્ટ અથવા સેવા પસંદ કરવા પ્રોત્સાહિત કરું છું. “આ તેઓ ક્યારે અને ક્યાં કામ કરે છે તે અંગે તેમને સુગમતા પ્રદાન કરે છે. જ્યાં સુધી તે બિલ્ટ બિઝનેસ બનવા માટે પૂરતા પૈસા કમાય નહીં ત્યાં સુધી તેઓ તેમના વ્યવસાયને સાઇડ ગીગ તરીકે શરૂ કરી શકે છે અથવા તેઓ તેમના બાળકો સાથે ઘરે રહીને પણ તેને ચલાવી શકે છે. ડિજિટલ સાથે આ કામમાં વધુ સુગમતા રહે છે.”

  ડુ વોટ યુ લવ

  પ્રોફેશનલ મુખ્ય વક્તા જ્હોન હોલે જણાવ્યું હતું કે, "જ્યાં સુધી મારી વાત છે, મહિલાઓએ કોઈપણ ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવવાનું વિચારવું જોઈએ કે જેના માટે તેઓ લાયક અને આતુર હોય." "'તમને જે કરવું ગમે છે તે કરો...પૈસા જાતે જ આવશે.'"
  Published by:Bhavyata Gadkari
  First published:

  Tags: Business idea

  આગામી સમાચાર