Zomatoનો IPO ચૂકી ગયા? તમે આ રીતે પણ સ્ટાર્ટઅપમાં કરી શકો છો મૂડીરોકાણ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

'સ્ટાર્ટઅપ્સનો ઇતિહાસ હોતો નથી. તેમના ભવિષ્યના પ્લાન હોય છે. લિસ્ટેડ કંપનીઓની જેમ તેનો કોઈ ડેટા કે એનાલિસ્ટ રિપોર્ટ હોતો નથી. આ કંપનીઓ ભવિષ્યમાં સારો દેખાવ કરશે કે કેમ તેનું મૂલ્યાંકન કરવાની કળા અને વિજ્ઞાન હોય છે.'

  • Share this:
મુંબઈ: ઝોમાટો (Zomato) ઘરે-ઘરે ગુંજતું નામ થઈ ગયું છે. 2008માં શરૂ થયેલી ફૂડ ડિલિવરી કંપની ઝોમાટોના IPOએ ઘણા સમયથી બજાર ગરમ કર્યું હતું. નાના મોટા ઘણા રોકાણકારો આ IPO ભરવા માટે તૈયાર થયા હતા. પરિણામે IPO 38.25 ગણો ભરાયો હતો. આ IPO દ્વારા કંપની રૂ. 9,375 કરોડ એકત્રિત કરવા માંગે છે. માર્કેટમાં એન્ટ્રી કરનાર મોટાભાગની કંપની નફો કરે છે, પરંતુ ઝોમાટો હજુ ખોટમાં જ વ્યવસાય કરી રહી છે. છતાં રોકાણકારોએ આ IPO ભરવામાં રસ દાખવ્યો છે. AllianceBernsteinના રિપોર્ટ મુજબ ઝોમાટો 2020 લિસ્ટેડ થનાર ટોપ 10 ખાનગી ઈન્ટરનેટ કંપનીઓમાંથી એક હતી. અત્યારે નબળી નાણાંકીય સ્થિતિ હોવા છતાં સ્ટાર્ટ-અપ ભવિષ્યમાં પૈસા કમાશે એવી આશા સાથે તમે રોકાણ કરવા ઇચ્છુક હોવ તો આવી કંપનીઓ પબ્લિક થાય તે પહેલાં તમે રોકાણ કરી શકો તેવા કેટલાક રસ્તા છે.

રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સ વચ્ચેનો ગેપ પૂરો કરવો

સેબી સાથે નોંધાયેલ એન્જલ ઇન્વેસ્ટિંગ પ્લેટફોર્મ અને અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ (AIFs)એ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવાના બે સરળ રસ્તા છે. તમે કેટલા નાણાં રોકવા ઈચ્છો છો અને કંપનીની લાઇફ સાયકલમાં કેટલી જલ્દી રોકાણ કરવા માંગો છો તેના પર તમારા વિકલ્પ આધારિત રહે છે.

આ પણ વાંચો: જીવન વીમો: પત્ની અને બાળકોને સરળતાથી ક્લેમ મળી રહી તે માટે આ એક કામ જરૂર કરો

એન્જલ નેટવર્કસ નાનાપાયે કામ કરે છે. આવા નેટવર્કમાંથી સ્ટાર્ટઅપ રોકાણકારો પાસેથી ભંડોળ ઉભું કરે છે. આ મામલે એન્જલ ઇન્વેસ્ટિંગ નેટવર્કિંગ પ્લેટફોર્મ LetsVentureના સ્થાપક શાંતિ મોહનનું કહેવું છે કે, અમે મેચ-મેકિંગ કરીએ છીએ. આ પ્લેટફોર્મ પર સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા ઇચ્છતા 55 દેશોના રોકાણકારો છે. બીજી તરફ ભંડોળ મેળવવા LetsVenture પાસે આવનાર દરેક સ્ટાર્ટઅપની દરખાસ્તની તપાસ કરવામાં આવે છે. જેમાં સ્થાપકોનું બેકગ્રાઉન્ડ ચેક થાય છે અને બિઝનેસ વાયેબલિટી પણ ચેક કરવામાં આવે છે. ત્યારબાદ કોલ કરવાનું શરૂ થાય છે. આ પ્લેટફોર્મ અઠવાડિયામાં ઓછામાં ઓછા 10 કોલ કરે છે. ઉત્સુક સ્થાપકો સંભવિત રોકાણકારોને વિસ્તૃત પ્રેઝન્ટેશન આપે છે અને તેમને બિઝનેસ આઈડિયા અંગે સમજાવવાનો પ્રયાસ કરે છે. જો રોકાણકારોને આ વિચાર ગમી જાય તો તેઓ નાણાંકીય રોકાણ કરે છે.

જે લોકો સ્થાપિત સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા ઇચ્છતા હોય અથવા ફંડ મેનેજર પર વિશ્વાસ મૂકતા હોય તેઓએ AIF તરફ નજર દોડાવવી જોઈએ. પ્રોફેશનલ ફંડ મેનેજર્સ ભંડોળ વધારવા માંગતી કંપનીની શોધ કરે છે. આ પ્રક્રિયા મ્યુચ્યુઅલ ફંડથી વિપરીત હોય છે. કેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં તો કંપનીઓ લિસ્ટેડ હોય છે. જેની કોર્પોરેટ જાણકારી પબ્લિક ડોમેનમાં હોય છે. જ્યારે સ્ટાર્ટઅપ લિસ્ટેડ હોતા નથી. જેથી સેબીએ AIFમાં લઘુતમ રોકાણ રૂ.1 કરોડ નક્કી કર્યું છે. પ્રથમ ચરણમાં સ્ટાર્ટઅપ ઉપરાંત અલગ અલગ AIF પ્રાઈવેટ ઈકિવુટીમાં રોકાણ કરી શકે છે.

આ પણ વાંચો: તમારા પોર્ટફોલિયોમાં કેટલા ઇક્વિટી ફંડ હોવા જોઈએ? શું દરેક નવા NFOમાં રોકાણ કરવું જોઇએ? જાણો-નિષ્ણાતોનો મત 

વોટરફિલ્ડ એડવાઇઝર્સમાં અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રોહન પરાંજપે કહે છે કે, હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ (HNI) વ્યક્તિગત રીતે સ્ટાર્ટઅપ શોધવા સામેલ થતા નથી. તેઓ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં સક્રિય રોકાણકારો નથી. જોકે, તેઓ પણ તક ઝડપવા માંગે છે. જેથી તેઓ AIFમાં રોકાણ કરે છે. ઉલ્લેખનીય છે કે, રોહન પરાંજપે અગાઉ બ્લુમ વેન્ચર્સમાં કામ કરતા હતા. આ ફર્મ પ્રારંભના મૂડીરોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

બીજી તરફ એન્જલ ઇન્વેસ્ટમેન્ટ નેટવર્કમાં નાના રોકાણની માંગ થાય છે. કેમ કે તેઓ હજુ પ્રારંભિક તબક્કામાં જ હોય છે. શાંતિ મોહન કહે છે કે, તેમના પ્લેટફોર્મ પર રોકાણકારોને 2થી 2.5 લાખથી શરૂ થતી રકમનું રોકાણ કરવા મળે છે. પરંતુ એક સ્ટાર્ટઅપ એકાદ રાઉન્ડમાં 3થી 5 કરોડ રૂપિયા મેળવી લે છે.

સ્ટાર્ટઅપ જોખમોથી ભરેલા

તમે ઝોમાટોની સફળતાથી અંજાઈ અન્ય સ્ટાર્ટઅપની તલાશ કરી રહ્યા હોવ તો મોહન ચેતવણી આપતા કહે છે કે, IPO ક્યારે આવશે તેમ પૂછી સ્ટાર્ટઅપમાં રોકાણ ન કરવું જોઈએ. આવું તુરંત થતું નથી. સ્ટાર્ટઅપ વૃદ્ધિ બતાવતા પહેલા નુકસાન બતાવે છે. ખાનગી રોકાણકારો વૃદ્ધિ માટે આવે છે, જ્યારે જાહેર રોકાણકારો નફા માટે રોકાણ કરે છે.

આ પણ વાંચો: શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

ઇન્ડિયન એન્જલ નેટવર્કના કો ફાઉન્ડર પદ્મજા રૂપારેલ કહે છે કે, આ હાઈ રિસ્ક, હાઈ રિટર્ન જેવું રોકાણ છે. સ્ટાર્ટઅપ્સનો ઇતિહાસ હોતો નથી. તેમના ભવિષ્યના પ્લાન હોય છે. લિસ્ટેડ કંપનીઓની જેમ તેનો કોઈ ડેટા કે એનાલિસ્ટ રિપોર્ટ હોતો નથી. આ કંપનીઓ ભવિષ્યમાં સારો દેખાવ કરશે કે કેમ તેનું મૂલ્યાંકન કરવાની કળા અને વિજ્ઞાન હોય છે. રોકાણકારો માટે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે. કારણ કે આ એસેટ ક્લાસ પોર્ટફોલિયોને કિકર આપે છે. જો કે, હાઈ રિટર્ન રોકાણો પણ હાઈ રિસ્ક લાવે છે. જેથી નિષ્ફળતાના દરને ઘટાડવા એકમાત્ર રસ્તો મલ્ટીપ્રોન્જ્ડ રિસ્ક મિટીગેશન સ્ટ્રેટેજી બનાવવી જોઈએ.

આ પણ વાંચો: Income Tax Returns: ઇન્કમટેક્સના દાયરામાં ન આવતા હોવા છતાં રિટર્ન ફાઇલ કરવાથી થાય છે આ છ લાભ!

બ્લુમ વેન્ચર્સના કેપિટલ માર્કેટ હેડ કુણાલ બજાજ કહે છે કે, સ્ટાર્ટ અપમાં કરેલા રોકાણમાંથી મોટાભાગનું વળતર ખૂબ ઓછી કંપનીઓમાંથી મળે છે. રોકાણકારના પોર્ટફોલિયોમાં મોટાભાગની કંપનીઓ મિડલ થ્રુ અથવા અસફળ રહે છે. જો તમે માત્ર બે કંપનીમાં જ રોકાણ કર્યું હોય અને બંને કંપનીઓ નિષ્ફળ જાય તો આશ્ચર્ય ન કરતા. તેથી જ સેબીએ માત્ર ક્વોલિફાઇડ રોકાણકારોને વધુ જોખમ ધરાવતા એન્જલ ફંડ્સ AIFમાં રોકાણ કરી શકે તેવો નિયમ બનાવ્યો છે. પ્રારંભિક તબક્કાની કંપનીઓમાં રોકાણ થઈ શકે તે માટે બ્રોડ વેન્ચર ફંડ કેટેગરી હેઠળ AIF ખાસ ભંડોળ શરૂ કરી શકે છે. જેમની પાસે ઓછામાં ઓછી 2 કરોડ રૂપિયાની વાસ્તવિક સંપત્તિ હોય તેવા ઈન્ડિવિઝ્યુઅલ રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સનો અનુભવ ધરાવનાર અથવા સિનિયર લેવલનો પ્રોફેશનલ અનુભવ ધરાવતા લોકો જ એન્જલ ફંડ્સમાં રોકાણ કરી શકે છે. જોકે, આવા કોઈ પ્રતિબંધો અલગ અલગ એન્જલ નેટવર્ક પ્લેટફોર્મ્સમાં અસ્તિત્વમાં નથી. સેબી દ્વારા રજિસ્ટર્ડ એન્જલ AIFમાં ઓછામાં ઓછી ઇન્વેસ્ટમેન્ટ ટિકિટનું કદ રૂ. 25 લાખ છે.

આ પણ વાંચો: તમારે કેટલી રકમનું અને કેવું વીમા કવચ લેવું જોઈએ? આ મેથડથી કરો નક્કી

શું સ્ટાર્ટઅપમાં રોકાણ કરવું જોઈએ?

સર્વિન ફેમિલી ઓફિસ અને એડવાઇઝર્સન સ્થાપક અને સીઈઓ મુનિષ રણદેવ કહે છે કે, ઝોમાટોના આઇપીઓમાં ધસારો જોયા પછી તમે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તક ચુકી જવાના ડર હેઠળ રોકાણ કરવાનું ટાળવું જોઈએ. ઝોમાટો જેવા IPO સામાન્ય નથી. તે નુકશાન કરનાર કંપનીઓ છે. તેમના નફા-નુકશાન ભાવિ ઘટનાઓ પર આધારીત છે. જો તમે IPO લાવવા તરફ આગળ હોય તેવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા ઇચ્છુક છો, તો પ્રિ-આઈપીઓ AIF પસંદ કરવું શ્રેષ્ઠ છે. આવા ફંડ નજીકના ભવિષ્યમાં IPO માટે તૈયાર થનારી કંપનીઓમાં રોકાણ કરે છે. તમારે સ્ટાર્ટ-અપમાં તમારા શેર વેચવા IPOની રાહ જોવાની જરૂર નથી. બીજી તરફ એન્જલ નેટવર્ક પ્લેટફોર્મ્સ અને એઆઇએફ પણ સલાહ આપે છે કે, જો રોકાણકારો પોતાનો નફો જાળવવા માંગતા હોય તો તેઓ તેમના નાણાં ઓફ ધી ટેબલ કરી દે.

આ પણ વાંચો: ચોમાસામાં આ ત્રણ વીમા પોલિસી લેવી સલાહભર્યું, ખરીદી વખતે આટલી બાબતોનું રાખો ધ્યાન

રૂપારેલ વધુમાં કહે છે કે, સ્ટાર્ટઅપના સ્થાપકો અને રોકાણકારો વચ્ચેની કડી બનાવવા ઉપરાંત વેન્ચર કેપિટલ ફંડ મેનેજર અને એન્જલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ સ્ટાર્ટઅપને સલાહ આપે છે અને તેની સાથે મળી કામ કરે છે. જેનાથી કંપનીને વધુ સારી રીતે સમજી શકાય છે અને રોકાણકારોને એક્ઝિટ કોલ આપવામાં પણ મદદરૂપ બને છે. સ્ટાર્ટઅપમાં મૂડીરોકાણ ઓછું જોખમી નથી. તેનાથી રિટેઇલ રોકાણકારોએ દૂર રહેવું જોઈએ. પૈસાવાળા અને ઊંચું જોખમ ખેડનાર રોકાણકારોએ જ સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા અંગે વિચારવું જોઈએ.

પરાંજપે કહે છે કે, આ ક્લબ ખૂબ નાનું વિશ્વ છે. સારા પરિણામ મેળવવા સતત પૈસા મુકવાની જરૂર પડે છે. તમે સક્રિય રોકાણકાર હોવા જોઈએ. કિનારે બેસી છબછબિયાં ન થઈ શકે. તમારે જોખમ ખેડવું પડે. (KAYEZAD E ADAJANIA, Moneycontrol)
First published: