Home /News /business /બેંક ખાતું કેટલા સમય માટે ફ્રીઝ કરી શકાય? ટેન્શન ના લેશો, તમને દરેક સવાલના જવાબ અહીં મળી જશે
બેંક ખાતું કેટલા સમય માટે ફ્રીઝ કરી શકાય? ટેન્શન ના લેશો, તમને દરેક સવાલના જવાબ અહીં મળી જશે
એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે ત્યારે ખાતાધારકો કોઈ પણ ઉપાડ, ખરીદી અથવા ટ્રાન્સફર કરી શકતા નથી.
Bank Account: બેંક એકાઉન્ટ કેટલા દિવસ ફ્રીઝ કરી શકાય તેની કોઈ સમય મર્યાદા નથી. બેંક એકાઉન્ટ ફ્રીઝ થવાના ઘણા કારણો છે. એકાઉન્ટ ધારક દ્વારા ફ્રીઝની શરતો પૂરી થઈ જાય તે પછી ફ્રીઝ સામાન્ય રીતે દૂર કરવામાં આવે છે.
Bank Account freezed: જ્યારે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે ત્યારે ખાતાધારકો કોઈ પણ ઉપાડ, ખરીદી અથવા ટ્રાન્સફર કરી શકતા નથી. પરંતુ ડિપોઝિટ કરવાનું ચાલુ રાખી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો ગ્રાહક ખાતામાં પૈસા ઉમેરી શકે છે પરંતુ તેમાંથી પૈસા ઉપાડી શકતા નથી. એકાઉન્ટ ફ્રીઝ થવાના ઘણા કારણો હોઈ શકે છે. KYC ના અભાવે મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ જેવા મામલામાં એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે.
કેટલો સમય ફ્રીઝ રહી શકે
બેંક એકાઉન્ટ કેટલા દિવસ ફ્રીઝ કરી શકાય તેની કોઈ સમય મર્યાદા નથી. બેંક એકાઉન્ટ ફ્રીઝ થવાના ઘણા કારણો છે. એકાઉન્ટ ધારક દ્વારા ફ્રીઝની શરતો પૂરી થઈ જાય તે પછી ફ્રીઝ સામાન્ય રીતે દૂર કરવામાં આવે છે. જો રૂપિયાની ચૂકવણીને કારણે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હોય તો ચુકવણી કરતા જ એકાઉન્ટ પરથી નિયંત્રણો હટાવી લેવામાં આવશે.
જો શંકાસ્પદ પ્રવૃત્તિના કિસ્સામાં એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હોય તો તપાસ પૂર્ણ થયા પછી બેંક સામાન્ય રીતે ફ્રીઝ ઓર્ડરને દૂર કરે છે. જો ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવામાં આવે અને ખાતાધારકે ખાતા દ્વારા કોઈ છેતરપિંડી કરી હોવાનું જણાયું છે તો ખાતું કાયમી ધોરણે બંધ થઈ શકે છે. જો કોઈ ખાતાધારકને તેનું ખાતું ફ્રીઝ કરવાના કારણની જાણ ન હોય તો તરત જ બેંકનો સંપર્ક કરવો જોઈએ.
જો બેંક ખાતાનો ઉપયોગ કોઈપણ ગેરકાયદેસર કામ માટે થઈ રહ્યો હોય અને કોર્ટ અથવા ઈન્કમટેક્સ વિભાગની સૂચનાથી એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હોય તો બેંકને પાસ ખાતાને અનફ્રીઝ કરવાનો કોઈ અધિકાર નથી. જો તમને લાગે કે બેંકે ખોટી રીતે એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું છે, તો તમે તેમની સાથે વાત કરી શકો છો.
જો KYC જેવી કોઈપણ ઔપચારિકતા પૂર્ણ ન થવાને કારણે અથવા કોઈપણ બાકી ચુકવણીને કારણે ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું હોય, તો બેંક તેને પૂર્ણ કર્યા પછી તમારું એકાઉન્ટ અનફ્રીઝ કરશે. જો તેઓ આમ ન કરે તો તમે ઉકેલ માટે આરબીઆઈનો સંપર્ક કરી શકો છો.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર