Home /News /business /Plane Average: વિમાનમાં મુસાફરી તો સૌવને કરવી ગમે પણ એ ખ્યાલ છે કે તેમાં એવરેજ કેટલી આવે ? ચાલો જાણીએ
Plane Average: વિમાનમાં મુસાફરી તો સૌવને કરવી ગમે પણ એ ખ્યાલ છે કે તેમાં એવરેજ કેટલી આવે ? ચાલો જાણીએ
એક બોઇંગ 747 એરક્રાફ્ટ એક કિલોમીટરમાં લગભગ 12 લિટર ઇંધણ વાપરે છે.
Plane Average: એક બોઇંગ 747 એરક્રાફ્ટ એક કિલોમીટરમાં લગભગ 12 લિટર ઇંધણ વાપરે છે. આ વિમાનની સરેરાશ ઝડપ લગભગ 900 કિલોમીટર પ્રતિ કલાક છે, જેમાં લગભગ 500 મુસાફરો મુસાફરી કરી શકે છે.
Plane Average: જ્યારે આપણે બાઇક કે કાર ખરીદીએ છીએ ત્યારે તેના તમામ ફીચર્સ સિવાય આપણે તેના માઇલેજ વિશે પણ જાણીએ છીએ. એટલે કે એક લિટર પેટ્રોલ કે ડીઝલમાં તે વાહન કેટલા કિલોમીટરની મુસાફરી કરી શકે છે. મુસાફરીનો ખર્ચ મુખ્યત્વે વાહનમાં વપરાતા ઇંધણ પર આધારિત છે. તેથી, જ્યારે ઇંધણનો દર વધે છે, ત્યારે ભાડું પણ વધે છે. આ તો માત્ર રસ્તા પર દોડતા વાહનોની વાત હતી.
ઘણીવાર આપણે આવોજ વિચાર પ્લેનને લઈને પણ આવતો હોય છે. કારણકે, વિમાન પણ વાહનવ્યવહારનું સાધન છે, તેને ચલાવવા માટે ઇંધણની પણ જરૂર પડે છે. બાકીના વાહનોની જેમ વિમાનમાં પણ એન્જિન હોય છે, જે ઇંધણ દ્વારા ચાલતું હોય છે. પરંતુ અહીં જાણવા એવું એ છે કે, આ ઈંધણ પેટ્રોલ-ડીઝલથી અલગ છે. તે જાણવું પણ રસપ્રદ રહેશે કે આ વિશાળ વિમાન એક લિટરમાં કેટલું અંતર કાપે છે. ચાલો જાણીએ આ રોચક માહિતી વિશે.
ઇંધણનો વપરાશ જાણવા માટે,આપણે સૌથી મોટા બોઇંગ 747 એરક્રાફ્ટ વિશે ચર્ચા કરીશું. આ વિમાનની સરેરાશ ઝડપ લગભગ 900 કિલોમીટર પ્રતિ કલાક છે, જેમાં લગભગ 500 મુસાફરો મુસાફરી કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, બોઇંગ એરક્રાફ્ટ પ્રતિ સેકન્ડમાં લગભગ 4 લીટર ઇંધણ વાપરે છે. તે ઉપરાંત તે એક મિનિટની મુસાફરી માટે 240 લિટર ઇંધણ વાપરે છે. આવા એરક્રાફ્ટ એક લિટર ઇંધણમાં લગભગ 0.8 કિલોમીટરનું અંતર કાપે છે.
એક બોઇંગ 747 એરક્રાફ્ટ એક કિલોમીટરમાં લગભગ 12 લિટર ઇંધણ વાપરે છે. બોઇંગ સાથે સંબંધિત એક વેબસાઇટ અનુસાર, બોઇંગ 747 એરક્રાફ્ટ દર સેકન્ડમાં એક ગેલન એટલે કે લગભગ 4 લીટર ઇંધણ ખર્ચે છે. આ એરક્રાફ્ટ પ્રતિ માઈલ લગભગ 5 ગેલન ઈંધણ વાપરે છે એટલે કે લગભગ 12 લિટર પ્રતિ કિલોમીટર. તેમજ એરબસ A32 એરક્રાફ્ટ પ્રતિ સેકન્ડ 0.683 લિટર ઇંધણ વાપરે છે. બોઇંગ એરક્રાફ્ટ પ્રતિ કલાક 14,400 લિટર ઇંધણ વાપરે છે.
ટોક્યો અને ન્યુ યોર્ક સિટી વચ્ચે લગભગ 13 કલાકની ફ્લાઇટ માટે, બોઇંગ 747 એરક્રાફ્ટ લગભગ 187,200 લિટર ઇંધણ વાપરે છે. આ પ્લેનમાં 568 લોકો મુસાફરી કરી શકશે. બોઇંગ 747 એરક્રાફ્ટ કાર્ગો ટ્રાન્સપોર્ટ અને મોટા કોમર્શિયલ એરક્રાફ્ટ છે. તેને જમ્બો જેટ અથવા આકાશની રાણી પણ કહેવામાં આવે છે. એરપ્લેન ફ્યુઅલને એરક્રાફ્ટ ટર્બાઇન ફ્યુઅલ (ATF) કહેવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર