Home /News /business /Tata Group: શું તમે જાણો છો કે ટાટા ગ્રુપ પાસે કેટલી કંપની છે? જાણો યાદી
Tata Group: શું તમે જાણો છો કે ટાટા ગ્રુપ પાસે કેટલી કંપની છે? જાણો યાદી
ટાટા ગ્રુપ
Tata group companies: ટાટા ગ્રૂપ બહુ મોટું જૂથ છે. તેની સ્થાપના 1868માં જમશેદજી ટાટા દ્વારા કરવામાં આવી હતી. આ જૂથની કંપનીઓની લાંબી યાદી છે. આ ગ્રુપની લીસ્ટમાં હજુ એવી પણ કંપનીઓ છે, જેના વિશે લોકો અજાણ છે.
મુંબઇ. Tata group: લગભગ સાત દાયકાના લાંબા સમય બાદ એર ઈન્ડિયા (Air India) ટાટા ગ્રુપ (Tata Group) પાસે પરત આવી છે. જાન્યુઆરી, 2022 એર ઇન્ડિયા પરત તેના મૂળ માલિકના હાથમાં આવી છે. એર ઈન્ડિયાની વાપસી સાથે ટાટા ગ્રુપે (Tata Group) ટ્રાવેલ અને ટુરીઝમ સેક્ટરમાં તેનો પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. કંપની પાસે પહેલેથી જ ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL), એર એશિયા(India) અને વિસ્તારા છે.
ટાટા ગ્રૂપ બહુ મોટું જૂથ છે. તેની સ્થાપના 1868માં જમશેદજી ટાટા દ્વારા કરવામાં આવી હતી. આ જૂથની કંપનીઓની લાંબી યાદી છે. આ ગ્રુપની લીસ્ટમાં હજુ એવી પણ કંપનીઓ છે, જેના વિશે લોકો અજાણ છે. ટાટા ગ્રૂપની લગભગ 10 સેક્ટરમાં 33 કંપનીઓ છે. તો ચાલો આ કંપનીઓની યાદી પર એક નજર કરીએ.
આઇટી, સ્ટીલ અને ઓટોમોબાઇલ
ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ટાટા ગ્રુપે ટાટા મોટર્સ, જેગુઆર લેન્ડ રોવર અને ટાટા ઓટોકોમ્પ સિસ્ટામ દ્વારા ઉંડી ઓળખ ઊભી કરી છે. તો બીજી તરફ આઇટી સેક્ટરમાં કંપનીની પાસે ટાટા કન્સલ્ટન્સ સર્વિસિઝ જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. જે આઇટી સેક્ટરમાં ગ્લોબલ કંપની છે. ગ્રુપની પાસે ડિઝાઇન, ટેક્નોલોજી અને ડિજીટલ બિઝનેસ માટે ટાટા એલેક્સી અને ટાટા ડિજિટલ જેવી કંપનીઓ છે. ટાટા ગ્રુપની સ્ટીલ કંપનીઓમાં ગૃપે 1907માં આ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો.
એરોસ્પેસ અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં ટાટા ગ્રુપ પાસે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિ. (TASL) છે, જેની સ્થાપના વર્ષ 2007માં કરવામાં આવી હતી. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગ્રુપ પાસે સૌથી મોટી વીજળી કંપની ટાટા પાવર છે. આ સિવાય કંપનીએ પોતાના પોર્ટફોલિયોને મજબૂત કરવામાં માટે ટાટા હાઉસિંગ, ટાટા કન્સલ્ટિંગ એન્જીનીયર્સ, ટાટા પ્રોજેક્ટ્સ અને ટાટા રીયલ્ટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સામેલ કંપનીઓ છે.
ટેલીકોમ અને રીટેલ અને કન્ઝ્યૂમર
રીટેલ અને કન્ઝ્યૂમર ઇન્ડસ્ટ્રીમાં ટાટા ગ્રુપની પાસે ટાટા કેમિકલ્સ, ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, ટાઇટન કંપની, વોલ્ટાસ, ટ્રેન્ટ એન્ડ ઇન્ફીનિટી રીટેલ છે. ટેલીકોમ સેક્ટર અને મીડિયા ઇન્ડસ્ટ્રીમાં ગ્રુપ પાસે ટાટા કોમ્યુનિકેશન, ટાટા પ્લે અને ટાટા ટેલીસર્વિસિઝ દ્વારા ગ્રુપે વિસ્તાર વધાર્યો છે.
આ સેક્ટરમાં ટાટા ગૃપ પાસે ટાટા કેપિટલ, ટાટા એઆઇએ લાઇફ, ટાટા એઆઇજી અને ટાટા એસેટ મેનેજમેન્ટ કંપની જેવી કંપનીઓ સામેલ છે. ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં ગ્રુપ પાસે ટાટા ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ઇન્ટરનેશનલ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન છે. આ સિવાય ઘણા વિદેશી બ્રાન્ડ પણ છે. જેમાં ટાટા ગ્રુપનો માલિકી હક છે. જેમાં સ્ટાર બોક્સ ઇન્ડિયા, ટેટલી, કોરસ ગ્રુપ, દેવૂ કોમર્શિયલ વ્હીકલ્સ, જનરલ કેમિકલ પ્રોડક્ટ્સ અને ટાયકો ગ્લોબલ નેટવર્ક સામેલ છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર