Budget 2019: શું છે વચગાળાનાં બજેટનો અર્થ? વાંચો ક્યારે અપાય છે આવુ બજેટ

Budget 2019: શું છે વચગાળાનાં બજેટનો અર્થ? વાંચો ક્યારે અપાય છે આવુ બજેટ
અરૂણ જેટલી, નાણાં મંત્રી

સામાન્ય રીતે જે વર્ષ લોકસભા ચૂંટણી હોય છે તે વર્ષે સરકાર વચગાળાનું બજેટ રજૂ કરે છે.

 • Share this:
  કેન્દ્રની મોદી સરકાર આ વખતે વચગાળાનું બજેટ રજૂ કરશે. જોકે, આ પૂર્ણ બજેટ નથી. આ અરૂણ જેટલીનું સતત છઠ્ઠુ કેન્દ્રીય બજેટ હશે. આ વખતે આ પૂર્ણ બજટની જગ્યાએ વચગાળાનું બજેટ રજૂ કરશે. શું આપ વચગાળાનું બજેટ (અંતરિમ બજેટ)નો અર્થ જાણો છો? આવો આ સવાલનો જવાબ જાણીએ

  અંતરિમ બજેટને વોટ ઓન અકાઉન્ટ કહેવામાં આવે છે. વોટ ઓન અકાઉન્ટ દ્વારા સીમિત સમય માટે સરકારને જરૂરી ખર્ચની મંજૂરી મળે છે. સામાન્ય રીતે જે વર્ષ લોકસભા ચૂંટણી હોય છે તે વર્ષે સરકાર વચગાળાનું બજેટ રજૂ કરે છે. ચૂંટણી બાદ નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરે છે.  પૂર્વ મંત્રી પી ચિદંબરમે વર્ષ 2014નાં ફેબ્રુઆરીમાં અંતરિમ બજેટ રૂજ કર્યુ હતું બાદમાં કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ નાણાપ્રધાન અરૂણ જેટીલએ જૂલાઇ મહિનામાં પૂર્ણ બજેટ રજૂ કર્યુ હતું. મોદી સરકારે બજેટ મામલે ઘણાં બદલાવ કર્યા હતા. તેમણે ફેબ્રુઆરીનાં અંતમાં બજેટ રજૂ કરવાની પરંપરા ખત્મ કરી દીધી છે.

  હવે ફેબ્રુઆરીની શરૂઆતમાં બજેટ રજૂ થવાથી નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે એપ્રિલથી મંત્રાલયને બજેટનાં પૈસા વહેંચી દેવામાં આવશે. તેનાંથી સરકારનાં વિભાગોને બજેટનાં પૈસા ખર્ચ કરવા માટે વધુ સમય મળી શકે.

  આ ઉપરાંત કંપનીઓને ટેક્સ અને બિઝનેસથી જોડાયેલી યોજનાઓમાં મદદ મળે છે. મોદી સરકારે રેલવે માટે અલગ બજેટ રજૂ કરવાની પરંપરા પણ પૂર્ણ કરી હતી. પહેલાં બજેટ પહેલાં અલગથઈ રેલ બજેટ રજૂ થતુ હતું.

  સોર્સિસની માનીયે તો, 1 ફેબ્રુઆરીનાંર જૂ થનારુ અંતરિમ બજદેટ મોદી સરકાર માટે અહમ હશે. સરકાર સામાન્ય ચૂંટણી પહેલાં તેમાં ઘણી લોકપ્રીય યોજનાઓની જાહેરાત કરશે. આ ઉપરાંત સરાકર આર્થિક અને નાણિકય મામલે જોડાયેલાં તેમનાં વિઝન પણ રજૂ કરશે. સરકાર અત્યાર સુધીમાં રજૂ કરેલી તેમની યોજનાઓ વિશે પણ જાણકારી આપશે.
  First published:January 09, 2019, 17:20 pm

  टॉप स्टोरीज