શું તમે ઇન્ડિયન ઓઇલના 'છોટૂ'ને જાણો છો?આ રીતે તમને મળશે 'છોટૂ'

શું તમે ઇન્ડિયન ઓઇલના 'છોટૂ'ને જાણો છો?આ રીતે તમને મળશે 'છોટૂ'
ફાઈલ ફોટો

ઇન્ડિયન ઓઇલનો આ સિલેન્ડર ખાલી ઓળખ પત્ર પર મળી શકે છે. આ માટે તમારું સ્થાઇ સરનામુ અને અન્ય દસ્તાવેજની પણ આવશ્યકતા નથી.

 • Share this:
  છોટૂ નામ સાંભળીને તમને લાગશે કે આ કોઇ વ્યક્તિની વાત થતી હશે. પણ ઇન્ડિયન ઓઇલે 'છોટૂ' નામ એક ખાસ વસ્તુને આપ્યુ છે. અને આ વસ્તુ છે ઇન્ડિયન ઓઇલનો 5 કિલોનો એલપીજી સિલેન્ડર, જેને 'છોટુ' કહેવાય છે. હાલમાં કંપનીએ આ વિષે જાણકારી આપી હતી. તમને જણાવી દઇએ કે ઇન્ડિયન ઓઇલનો આ સિલેન્ડર પહાડી ક્ષેત્ર અને ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. જ્યાં 14.2 કિલોનો સિલેન્ડર લઇ જવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. ત્યાં આ 5 કિલોનો નાનો એલપીજી સરળતાથી લઇ જવાય છે. વળી તે ખૂબ જ સરળતાથી આઇઓસીના પેટ્રોલ પંપ, ઇન્ડેન એલપીજી વિતરકો અને કરિયાણાના સ્ટોર પર સરળતાથી મળી જાય છે.

  કેવી રીતે મળે છે ઇન્ડિયન ઓઇલનો છોટૂ? ઇન્ડિયન ઓઇલના આ સિલેન્ડર ખાલી ઓળખ પત્ર પણ મળે છે. આ માટે તમારે સ્થાઇ સરનામા કે કોઇ અન્ય દસ્તાવેજની જરૂર નથી. ઇન્ડિયન ઓઇલ મુજબ સિલેન્ડર આખા દેશમાં મળી રહ્યો છે.  આ સિલેન્ડર પર નથી મળતી સબસીડી- જો કે તમને જણાવી દઇએ કે આ નાના સિલેન્ડર પર સબસિડી નથી મળતી. આઇઓસીના ચેરમેન એસ એમ વૈદ્યએ જણાવ્યું કે આ સિલેન્ડર બજાર ભાવ પર વેચવામાં આવી રહ્યો છે. આ સિલેન્ડર પર તમને કોઇ પ્રકારની સબસીડી નહીં મળે.

  જો કે તમે છતાં આ ઓછી આવક વાળા લોકો અને યુવાઓની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. એકલા રહેતા લોકો જેમને 14.2 કિલો સિલેન્ડર ખરીદવાની જરૂર નથી કે પછી તેવા લોકો જેમને પૈસાથી આ વસ્તુ પરવરડી નથી તે આ સિલેન્ડરનો મોટા પાયે ઉપયોગ કરે છે. આઇઓસીનું કહેવું છે કે નવા નામના કારણે તે ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યો છે. અને 5 કિલોનો સિલેન્ડર લોકો મોટા પ્રમાણમાં ખરીદી રહ્યા છે.
  Published by:Chaitali Shukla
  First published:December 14, 2020, 10:37 am

  ટૉપ ન્યૂઝ