Home /News /business /

Personal finance : શું ક્રેડિટ કાર્ડ પર લાગતા આ 5 ચાર્જ વિશે તમે જાણો છો? બેંક પણ નથી આપતી જાણકારી

Personal finance : શું ક્રેડિટ કાર્ડ પર લાગતા આ 5 ચાર્જ વિશે તમે જાણો છો? બેંક પણ નથી આપતી જાણકારી

Users should know about these 5 Credit Card Charges

ક્રેડિટ કાર્ડ પર ડિસ્કાઉન્ટ અને રિવોર્ડ પોઈન્ટ્સ વિશે બધા જણાવશે, પરંતુ કોઈ એમ નથી કહેતું કે જો તમે ધ્યાન નહીં આપો તો ઘણા બધા ફાયદાવાળું ક્રેડિટ કાર્ડ નુકસાન (Loss)નું કારણ બની શકે છે. આજે અમે તમને આવા જ 5 મહત્વના ચાર્જ (5 charges on a credit card) વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

વધુ જુઓ ...
    જો કોઈ તમને કહે છે કે તમને મફતમાં ક્રેડિટ કાર્ડ (Free Credit Cards) મળે છે અને તેના પર કોઈ ચાર્જ (Charge) નથી, તો તે ખોટું કહી રહ્યા છે. ક્રેડિટ કાર્ડ પર ડિસ્કાઉન્ટ અને રિવોર્ડ પોઈન્ટ્સ વિશે બધા જણાવશે, પરંતુ કોઈ એમ નથી કહેતું કે જો તમે ધ્યાન નહીં આપો તો ઘણા બધા ફાયદાવાળું ક્રેડિટ કાર્ડ નુકસાન (Loss)નું કારણ બની શકે છે. આજે અમે તમને આવા જ 5 મહત્વના ચાર્જ (5 charges on a credit card) વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

    એન્યુઅલ ચાર્જ


    આ ચાર્જ દરેક બેંકમાં અલગ અલગ હોય છે. પરંતુ જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એક નિશ્ચિત મર્યાદાથી વધુ સમય માટે કરો છો તો તે આ ફી પરત કરી દે છે. જો બેંક દરેક કેસમાં વાર્ષિક ચાર્જ લેતી હોય તો તે ક્રેડિટ કાર્ડને લેતા પહેલા તમારે વધુ જરૂર કઈ છે તે અંગે વિચારવું જોઈએ.

    આ પણ વાંચો -સોનાની કિંમતમાં આવ્યો ઉછાળો, અહીં ચેક કરો સોના-ચાંદીનો લેટેસ્ટ રેટ

    ક્રેડિટ કાર્ડ પર વ્યાજ


    જો તમે તમારી ડ્યૂ ડેટ પહેલા ક્રેડિટનું બિલ ચૂકવી ન શકો તો કંપની તમારી પાસેથી વ્યાજની મોટી રકમ વસૂલશે. ધ્યાનમાં રાખો કે મિનિમમ ડ્યૂની ચુકવણી પણ તમને મોટા વ્યાજની રકમથી બચાવી શકશે નહીં. તેથી હંમેશા તમારા ક્રેડિટ કાર્ડનું બિલ નિયત તારીખ સુધી ચુકવો પછી ભલે તમારે તેના માટે બીજે ક્યાંકથી પૈસા લેવા પડે. નહીં તો તમારે 40 ટકા સુધીનું વ્યાજ ચૂકવવું પડી શકે છે.

    રોકડ ઉપાડવા પર વ્યાજ


    જો તમે ક્રેડિટ કાર્ડથી રોકડ ઉપાડો છો, તો ધ્યાન રાખો કે તે રોકડ ઉપાડના દિવસથી ચાર્જ લેવામાં આવશે. એટલે કે જો તમે કાર્ડથી શોપિંગ કરો છો તો તમારે નિયત તારીખ સુધી વગર વ્યાજે પૈસા ચૂકવવા પડશે. પરંતુ જો તમે કેશ ઉપાડો છો તો તેના પર વ્યાજ ઉપાડના દિવસથી લઈને પૈસા ચૂકવવાના દિવસ સુધી તમારે તેના પર વ્યાજ ચૂકવવું પડશે.

    આ પણ વાંચો -SIPમાં રોકાણ કઈ રીતે કરવું? નવા રોકાણકાર માટે મહત્વની ટિપ્સ

    સરચાર્જને રાખો ધ્યાનમાં


    લગભગ બધી બેંકોના ક્રેડિટ કાર્ડ પર ઓઇલ ભરાવવા પર સરચાર્જ હોય છે. આમ જોવા જઈએ તો મોટા ભાગની બેન્કો ક્રેડિટ કાર્ડ આપતી વખતે સ્પષ્ટ કરી દે છે કે સરચાર્જ પરત કરવામાં આવશે. પરંતુ જો બેન્ક આવી માહિતી ન આપે તો તેની સ્પષ્ટતા થવી જ જોઈએ. મોટાભાગની બેંકો ચોક્કસ મર્યાદા સુધી સરચાર્જ રિફંડ આપે છે. તેથી કાર્ડ લેતા પહેલા સરચાર્જ વિશે ખાસ જાણી લો.

    ઓવરસીઝ ટ્રાન્જેક્શન ચાર્જ


    ઘણી બેંકો વિદેશમાં પણ તેમના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. જો કે, એ નોંધવું જરૂરી છે કે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી તમને ઊંચો ચાર્જ લાગે છે, જેની જાણકારી ઘણી બેંકો આપતી નથી. તેથી વિદેશમાં પૈસા ખર્ચ કરતા પહેલા આ ચાર્જ વિશેની માહિતી ખાસ મેળવી લેવી જોઈએ.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Bank, Bank Rules, Credit Cards

    આગામી સમાચાર